શું તમને બહારના ટોમેટો સોસનો બહુ ચટાકો છે ? તો આ જાણીને તમે ક્યારેય તેને ચાખવાનું પણ નામ નહીં લો

ફેક્ટરીઓમાં બનતા ટોમેટો સોસની પ્રક્રિયા જાણી ચિતરી ચડશે ! તેમાં નર્યો કેમિકલનો જ ઉપોયગ થાય છે.

તમને જ્યારે કોઈ તાવ આવે કે તમારી તબિયત બગડે અને તમે ડોક્ટર પાસે દવા લેવા જાઓ ત્યારે તે સૌ પ્રથમ તમને એ સલાહ આપશે કે ફલાણા જેટલા દિવસ તમારે ઘરનું જ ખાવું. પણ ડોક્ટરની દવા જેવી અસર કરે છે તેટલી જ અસર ડોક્ટરની આ સલાહને માનવાથી પણ થાય છે.

આજે માણસના શરીરને જેટલા પણ રોગો થાય છે તેમાંથી મોટા ભાગના રોગો તેની ખાવાની કુટેવોના કારણે થાય છે જેમાં બહારનો ખોરાક આરોગવો તે સૌથી મોટી કુટેવ છે. જો તમને હજુ પણ વિશ્વાસ ન થતો હોય તો જાણી લોકે તમે બહાર જે સેન્ડવીચ, દાબેલી, પફ વિગેરે વસ્તુઓ ખાઓ છો તેની સાથે જે ઢગલા મોઢે સોસ પિરસવામા આવે છે તે કેવી રીતે બને છે

image source

થોડા સમય પહેલાં યુપીમાં એક જગ્યાએ સોસ બનાવતી એક ફેક્ટરી પર છાપો મારવામા આવ્યો હતો. અને ત્યાં જે રીતે આ સોસ બનતો હતો તેને જાણીને તમે બહારનો સોસ નહીં ખાવાના સમ ખાઈ લેશો.

આ ફેક્ટરી કે પછી મકાન કહો તેની બહાર અત્યંત ગંધ મારી રહી હતી. ફેક્ટરીનો દરવાજો ખુલતા જ ત્યાં મોટા મોટા પ્લાસ્ટિકના ડ્રમ પડ્યા હતાં અને તેમાં સડેલા શાકભાજી મુકવામાં આવ્યા હતા. એક તરફ આટલી બધી ગંધકી હતી તો બીજી બાજુ મોટા-મોટા પાત્રોમાં ટોમેટો સોસ બની રહ્યો હતો. તપાસ દ્વારા માહિતી મળી કે આ ફેક્ટ્રીમાં રોજના સેંકડો લીટર સોસ બનાવવામાં આવે છે અને તેને માત્ર શહેરના જ નહીં પણ રાજ્યના ખૂણે ખૂણે પુરો પાડવામા આવે છે. આ સોસની આવરદા ફક્ત ગણતરિના દીવસોની જ હોય છે. માટે સોસને બનાવીને તરત જ તેને જે-તે વેપારીને ત્યાં પોહંચાડી દેવામા આવે છે.

image source

આ ટોમેટો સોસની પ્રોસેસ એવી છે કે તેને ટોમેટો સોસ કહી જ ન શકાય કારણ કે તેમાં ટામેટા નહીં પણ સડેલી શાકભાજીઓને ચડાવીને તેમાં આર્ટીફિશિયલ રંગ ઉમેરીને તેમાં જાત જાતના પ્રિઝર્વેટિવ જેમ કે સેડિયમ બેનજોઈટ, એસિટિક એસિડ વિગેરે ઉમેરવામાં આવે છે તેમજ તેને થીકનેસ તેમજ ટેક્સચર આપવા માટે તેમાં આરોરુટનો પાઉડર પણ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત બીજા કેટલાક કેમિકલ પણ ઉમેરવામાં આવે છે.

image source

આ પ્રક્રિયામાં સૌ પ્રથમ ભેગી કરવામાં આવેલા જાત જાતના શાકભાજીને સડવા દેવામા આવે છે ત્યાર બાદ તેની પેસ્ટ બનાવી લેવામાં આવે છે અને તેમાં આર્ટીફિશિયલ લાલ રંગ ઉમેરી દેવામાં આવે છે અને પછી તેને ઉકળવા દેવામાં આવે છે. અને આજ પ્રોસેસથી ગ્રીન ચીલી સોસ પણ બનાવવામાં આવે છે બસ અહીં લાલ રંગની જગ્યાએ લીલો રંગ ઉમેરવામાં આ છે. એવું નથી કે આ એક ખાવાની વસ્તુ હોવાથી તેમાં ફુડ કલર ઉમેરવામા આવતો હોય પણ આમાં તો કપડાંને ડાઈ કરવાનો રંગ ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ તેને બરાબર ઉકાળીને ઠંડો કરીને સરસરીતે પેક કરીને માર્કેટમાં રવાના કરી દેવામાં આવે છે.

image source

આ સોસની શેલ્ફલાઇફ સાવજ ટુંકી હોય છે તે વધારેમાં વધારે અઠવાડિયા દસ દિવસ ચાલી શકે છે અને શિયાળામાં એકબે દિવસ વધારે ચાલી શકે છે અને ત્યાર બાદ ગંધાઈ ઉઠે છે. આવા ઇનએડીબલ એટલે કે ખાવા માટે અયોગ્ય એવા સોસને ખાવાથી શરીરને ચોક્કસ નુકસાન થાય છે અને લાંબા ગાળે ગંભીર બિમારી પણ થઈ શકે છે. આ સોસને ખાવાથી પેટમાં પીડા, જાડા, ઉલટી, કીડની ખરાબ થવી તેમજ ફુડ પોઇઝનિંગ પણ થઈ શકે છે.

image source

યુ.પીમાં અત્યાર સુધીમાં આવી ઘણી બધી ફેક્ટરીઓ પર ખાદ્ય વિભાગે ઘણી વાર છાપા માર્યા છે. આ ઉપરાંત દિલ્લી તેમજ નોઈડામાં પણ આ પ્રકારની ઘણી બધી ફેક્ટરીઓ ખાનગી રીતે અસ્તિત્ત્વ ધરાવે છે ફુડ વિભાગના અગણિત પ્રયાસો છતાં આ આર્ટિફિશિયલ સોસનું માર્કેટ સંપુર્ણ દેશમાં ફેલાયેલું છે.

આ ઉપરાંત આવી જ ફેક્ટેરીઓઓમાં ચાઉમીન પણ બનાવવામાં આવતા હોય છે જેની પ્રક્રિયા અત્યંત ગંદી હોય છે. અને તેમાં કોઈ પણ જાતના માપદંડોને અનુસરવામાં નથી આવતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ