13 વર્ષની કીશોરીના ખૂની સુધી વર્ષો પહેલાં મૃત્યુ પામેલા પિતાના ડીએનએની કડીએ પહોંચાડ્યા

ઇટાલીના ઇતિહાસનો એક અત્યંત જટીલ મર્ડર કેસ. પોલીસની લગન અને ધગસથી ચાર વર્ષે ઉકેલાયો

image source

યારા ગેંબીરાસીઓ તે વખતે માત્ર 13 વર્ષની એક અત્યંત ઉત્સાહિ જીમનાસ્ટ હતી. 2010ની 26 નવેમ્બરની રાત્રીએ તેણી અચાનક જ ગાયબ થઈ ગઈ. સાંજના લગભગ સવા પાંચ વાગે તેણી પોતાના ઘરેથી જીમ જવા નીકળી હતી જે ગણીને માત્ર 700 મિટર જ દૂર હતું. બ્રેમ્બેટ ડી સોપ્રા નામનું ઇટાલીનું આ એક સાવ જ નાનકડું નગર છે. જે દુનિયાની ફેશન નગરી મિલાનથી સાવ નજીક આવેલું છે. આ એક એવું નગર છે જ્યાં ક્યારેય કશું થતું જ નથી. મોટે ભાગે દીવસના ટાઈમે પણ ભાગ્યે જ તમને કંઈ ખુલ્લુ જોવા મળે નગરનું ચર્ચ પણ નહીં ! અને રાત્રીના નવ વાગ્યા સુધીમાં તો શેરીનો એક બાર પણ તમને ખુલ્લો ન જોવા મળે.

તે સાંજે યારા પોતાના જીમ ઇન્સ્ટ્રક્ટરને એક સ્ટીરીયો સિસ્ટમ જ આપવા માટે ગઈ હતી માત્ર પાંચ જ મિનિટનું કામ હતું અને તેણી થોડી જ વારમાં પાછી આવી જવી જોઈતી હતી પણ સમય થતાં યારા ઘરે ન પહેંચતા તેના માતાપિતાએ તેણીના મોબાઈલ પર વારંવાર ફોન કર્યો. પણ તેણીનો કોલ સીધો જ વોઈસ મેઈલમાં જતો રહેતો હતો. વીસ મીનીટ બાદ તેના પિતાએ પોલીસને ફોન કર્યો.

થોડી જ મિનિટોમાં પોલીસ યારાના ઘરે જવા રવાના થઈ ગઈ. તપાસ શરૂ થઈ ગઈ. સૌ પ્રથમ યારાના જીમ ઇનસ્ટ્રક્ટર મેડમની પુછપરછ કરવામા આવી. તેમણે જણાવ્યું કે તે દીવસે તેણી સ્ટુડન્ટને વહેલી મળી હતી અને ઘરે જતાં પહેલાં વિદ્યાર્થીઓને કેટલીક હળવી ટ્રેઇનીંગ આપી હતી.

પોલીસે જ્યારે યારાનો મોબાઈલ ચેક કર્યો ત્યારે તેમાં છેલ્લો ટેક્સ્ટ મેસેજ તેણીએ પોતાની એક બહેનપણી માર્ટીનાને સાંજે 6.44 પર મોકલ્યો હતો જેમાં બીજા રવિવારે સાંજે આંઠ વાગ્યે મળવાની વાત થઈ હતી. આ છેલ્લી વાર હતી જ્યારે તેણી વિષે કોઈએ કંઈ સાંભળ્યું હોય.

ઘણા દીવસ થઈ ગયા યારાનો કોઈ જ પત્તો નહોતો લાગતો. પોલીસની એકધારી તપાસ હજુ પણ ચાલુ જ હતી. ઘના દરેકે દરેક સભ્યોની પુછપરછ કરવામાં આવી હતી. કે કોઈનો કોઈ કાળો ભુતકાળ જાણવા મળે અને ઘરની જ કોઈ વ્યક્તિએ યારાને ગાયબ કરી હોય તેવું પણ બને. પણ તપાસમાં કંઈ જ જાણવા ન મળ્યું. શંકાના ધોરણે બે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરીને તેની પણ તપાસ કરવામાં આવી પણ તે લોકો પણ ક્લીયર નીકળ્યા.

પોલીસ તપાસને ત્રણ મહિના થઈ ગયા હતા. ઇટાલીયન ટીવી ચેનલોની એકધારી નજર યારાના મિસિંગ કેસ પર હતી. 26 ફેબ્રુઆરી 2011ના રોજ બ્રેમ્બેટ ડી સ્પોરાથી 10 કી.મી દક્ષિણે આવેલા ચિગનોલો ડી આઈસોલા નામના નાનકડા ગામમાં રહેતો એક આધેડ ઉંમરનો ઇલારિયો સ્કોટી નામનો વ્યક્તિ પોતાનું રેડિયો કંટ્રોલ્ડ પ્લેન ઉડાવી રહ્યો હતો. તે પોતાના નવા મોડેલ એરક્રાફ્ટની ટ્રાયલ લેવા માટે એક સુમસામ ખુલી જગ્યા પર ગયો હતો.

પણ તે ઇચ્છતો હતો તે પ્રમાણે તેનું પ્લેન નહીં ઉડતાં તેણે તેને નીચે ઉતારી લીધું અને તેને જમીન પરથી ઉઠાવતી વખતે તેની નજર જમીન પર પડેલા એક કોથળા પર પડી. અને તેમાં તેને કોઈના શૂઝ દેખાયા. તે નજીક ગયો તો તેને એક છોકરીનો મૃતદેહ મળ્યો. તેણે તરત જ પોલીસને તેની જાણ કરી.

યારાનો કેસ જે તપાસ અધિકારી પાસે હતો તે જ તપાસ અધિકારી આ લાશ મળી તે જગ્યાએ તપાસ કરવા ગઈ. તેમણે જોયું તો શવ લગભગ સડવાનું શરૂ થઈ ગયું હતું. તપાસ અધિકારી લાશ જોઈને જ ઓળખી ગયા કે તે યારા જ હતી. કારણ કે શવે તે જ વસ્ત્રો પહેર્યા હતાં જેમાં છેલ્લે યારા જોવા મળી હતી.

લાશ મળતાં જ યારાનો કેસ હવે ફરી જીવંત થઈ ગયો હતો. ઓટોપ્સી દ્વારા જાણવા મળ્યું કે યારા પર કોઈ જ બળજબરી એટલે કે બળાત્કાર નહોતો કરવામાં આવ્યો, જો કે તેના આંતરવસ્ત્રો ખુલ્લા હતા. તેને તીક્ષ્ણ ઘા વડે ઘાયલ કરવામાં આવી હતી. એવું લાગતું હતું કે તેના પર હૂમલો કરવામાં આવ્યો હતો અને પછી તેને ત્યાં ઘાયલ હાલતમાંજ ખુલ્લામાં છોડી દેવામાં આવી હતી અને તેના કારણે જ તેનું મૃત્યુ થયું હતું.

ઘટના સ્થળેથી મળેલી વસ્તુઓ તેમજ યારાના આંતર વસ્ત્રોમાંથી પેલીસે બે ડી.એન.એ સેમ્પલ ભેગા કર્યા. જે એક જ વ્યક્તિના હતા. તેને પોલીસ ખાતાના રેકોર્ડ સાથે મેચ કરવામા આવ્યા તો તે મેચ ન થયા. તપાસ સાવજ મંદ પડી ગઈ હતો કે કે સાવ બંધ જ થઈ ગઈ હતી.

તપાસ દરમિયાન જે ડીએનએ સેમ્પલ તેણીના આંતર વસ્ત્રો તેમજ મોબાઈલ પરથી મળ્યા હતા તેનો જ આધાર હાલ પોલીસને હતો. પોલીસ યારાના ખૂનીની તપાસ માટે આખેઆખા ઇટાલીમાં રહેતાં જેટલા પણ લોકો હોય તે બધાના સેંપલ તપાસવા માટે તૈયાર હતી. શરૂઆત તેમણે યારાના શહેર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોથી કરી.

તેમણે લગભગ 22000 લોકોના ડીએનએ સેંપલ કલેક્ટ કર્યા. છેવટે તેમને તેમાં એક નાનકડી સફળતા મળીઃ ડોમીઆનો ગુએરીનોની જો કે તેના ડીએનએ ઘટના સ્થળ પરથી મળેલા ડીએનએ સાથે એક્ઝેટ મેચ નહોતા કરતાં. પણ તેના ડીએનએની ખુબ નજીક હતા. તેનો અર્થ એવો હતો કે તેના કુટુંબમાની જ કોઈ વ્યક્તિ યારાનો ખૂની હોઈ શકે.

પણ પેલીસનું દૂરભાગ્ય એ હતું કે આ મહદઅંશે મેચ થયેલા ડીએનએ વાળા વ્યક્તિનું કુટુંબ ખુબ જ મોટું હતું. તેના પિતાના અગિયાર ભાઈઓ અને બહેનો હતા. તેમ છતાં પોલીસે તો તપાસ ચાલુ જ રાખી અને છેવટે તેમને એક તેનાથી પણ વધારે નજીકનું ડી.એન.એ મેચીંગ મળી ગયું. તે હતું ડેમીઆનોના કાકા ગ્યુસેપ્પે ગ્યુરીનોનીનું ડી.એન.એ સેંપલ, જે એક બસ ડ્રાઈવર હતા.

image source

અરે, કેસ તો પુરો થઈ ગયો, નહીં ? ના, કેસ પુરો નથી થયો કારણ કે આ ડ્રાઈવર તો અગિયાર વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. પણ પોલીસ કોઈ હિસાબે હાર માનવા નહોતી માગતી. પોલીસ આ ડ્રાઈવરના ઘર સુધી પહોંચી ગયા તેમણે તેની વિધવા પત્નીની પુછપરછ કરી તેણી ઉત્તર ઇટાલીના એક નાનકડા નગરમાં રહેતી હતી. વિધવાએ પોલીસને દસ્તાવેજોથી ભરેલી એક પેટી આપી જેમાં તેના હસબન્ડનું ડ્રાઈવીંગ લાયસન્સ વિગેરે ડોક્યુમેન્ટ્સ હતા.

તેના ડ્રાઈવીંગ લાયસન્સ પર એક પોસ્ટેજ સ્ટેમ્પ લગાવવામાં આવી હતી. તેમણે તે સ્ટેમ્પને ખુબ જધ્યાનથી ઉખાડી અને તે સ્ટેમ્પ જો તે મૃત ડ્રાઈવરે થુકથી ભીની કરીને લગાવી હોય તો તેમાં તેના ડીએનએ મળી શકે તેવી આશાએ તેને લેબમાં મોકલી દેવામાં આવી. અને તેમ જ બન્યું તેમાંથી ડ્રાઈવરનો ચોક્કસ ડી.એનએ મળ્યો જેનું ફોરેન્સિક લેબમાં પરિક્ષણ કરવામા આવ્યું અને આ મળેલો ડી.એન.એ ઘટના સ્થળે મળેલા યારાના આંતર વસ્ત્રો અને લેગીંસ પરથી મળેલા ડીએનએની ઓર વધારે નજીકનો હતો. ડ્રાઈવર તો વર્ષો પહેલાં મરી ગયો હતો અને તેના જેટલા પણ દીકરા હતાં તેની પણ તપાસ કરી લેવામાં આવી હતી જે બધા પણ નિર્દોષ હતા. પણ તેને તેની વાઈફની જાણ બહાર કોઈ લફરુ કર્યું હોય અને તે દ્વારા તેને કોઈ સંતાન હોય તો તેની શોધ હવે ચલાવવાની બાકી હતી.

પોલીસ ખૂનીને શોધવા માટેના જીણામાં જીણા પગેરાને પણ છોડવા નહોતી માંગી. તેમણે મૃત ડ્રાઈવરનો ભૂતકાળ ઉખેળવો શરૂ કર્યો. અને તપાસ દ્વારા જાણવા મળ્યું કે આ મૃત ડ્રાઈવર તો ભારે રંગીન મિજાજનો હતો. તેણે અત્યાર સુધીમાં 532 સ્ત્રીઓ સાથે મધુર રાત્રિ વિતાવી હતી. પોલીસે આ દરેક સ્ત્રીની તપાસ કરી, વારંવાર તપાસ કરી. ત્યારે એક 67 વર્ષિય સ્ત્રી ઇસ્ટર અર્ઝુફી મળી આવી. તપાસ દ્વારા જાણવા મળ્યું કે તેના સૌથી મોટા બે બાળકો કે જે જોડીયા હતા તેનો પિતા પેલો મૃત ડ્રાઈવર હતો. આ જોડિયા બાળકોમાં એક સ્ત્રી હતી અને એક પુરુષ હતો.

image source

જોડિયા દીકરી તપાસ બાદ નિર્દોશ જાહેર થઈ હવે રહ્યો હતો પેલો જોડીયા દીકરો. તે હતો 43 વર્ષનો, મેસીમો ગ્યુસેપ્પે બોસેટી. પોલીસે ચાલાકી કરીને તે મેસીમો જ્યાં રહેતો હતો ત્યાંના રસ્તા બ્લોક કરીને જો કોઈ વ્યક્તિ દારૂ પીને ગાડી ચલાવતો હોય તો તેવો ડોળ કરીને મેસીમોનો બ્રીથેલાઈઝર ટેસ્ટ દ્વારા ડીએનએ મેળવી લીધો.

image source

પોલીસે તરત જ મેસીમોના ડીએનએ તપાસ અર્થે મોકલી દીધા. અને ફોરેન્સિક લેબમાંથી આવેલું ડી.એન.એનું પરિમામ ઘટના સ્થળે યારાના વસ્ત્રો તેમજે મોબાઈલ ફોન પરથી મળી આવેલા ડી.એન.એ સાથે સો ટકા મેચ થઈ ગયું. તેને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી. જો કે તેણે પોતાનો ગુનો કબુલ કરવામાં ઘણી આનાકાની કરી હતી. આખરે ચાર વર્ષ બાદ યારાને ન્યાય મળી શક્યો અને તે પણ માત્ર પોલીસની તપાસ કરવાની ધગસ અને જીણામાં જીણી વસ્તુઓને ધ્યાનમાં રાખવાના કારણે તેઓ યારાના ખૂની સુધી પહોંચી શક્યા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે યારાના મૃત્યુ અગાઉ ઘણા લાંબા સમયથી તેના ઘર આસપાસ આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. તે સાંજે તેણે જીમની પાછળ આવેલા વિયા ડોન સાલા આગળ પોતાની કાર પાર્ક કરી હતી, અને તેના ઘરના રોડના છેડે આવેલા એક પિઝાના રેસ્ટોરન્ટમાં નાશ્તો પણ કર્યો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ