ગલતેશ્વરના આ ગામના કુવામાંથી કચરો જાતે જ બહાર ઉલેચાય છે ! સ્થાનિકોમાં વ્યાપ્યુ કુતૂહલ…

ગલતેશ્વરનો કચરો ઓકતો કૂવો ! સ્થાનિકોમાં વ્યાપ્યું કુતૂહલ

પૃથ્વીને આપણે જેટલી જાણીએ છીએ તેના કરતાં ક્યાંય વધારે તેને નથી ઓળખતાં. દર નવા દીવસે આપણને પૃથ્વી વિષે કંઈક નવી માહિતી મળે છે અને આપણે ચકિત થઈ જઈએ છીએ. કેટલીક બાબતોને તો વિજ્ઞાન સાબિત પણ નથી કરી શકતું તો કેટલીકને સાબિત કરતાં વર્ષો લાગી જાય છે. ગલતેશ્વરના એક ગામડામાં પણ એક વિચિત્ર ઘટના ઘટી છે.

એ વાત તમે સાંભળી હશે કે દરિયો ક્યારેય કોઈને સંઘરતો નથી તે તેમાં પડેલી વસ્તુને કોઈને કોઈ દીવસ તો પાછો કીનારે વાળે જ છે. પણ કૂવા વિષે ક્યારેય આવું સાંભળ્યું છે ખરું ? નહીં જ સાંભળ્યું હોય.

ગલતેશ્વર તાલુકાના વાડદ ગામમાં આવેલો એક કૂવો જાતે જ બધો કચરો પાછો બહાર ઓકી રહ્યો છે. અને આ દ્રશ્ય ઘણું વિચિત્ર છે કાણકે સ્થાનિકોમાં આ બાબતને લઈને આશ્ચર્ય અને કુતુહલ બને જ છે તો બીજી બાજુ વધતી ગંદકીની સમસ્યા પણ છે.

વાડદ ગામના હુસૈની ચોક વિસ્તારમાં 15 વર્ષ પહેલાં એક કૂવો બનાવવામાં આવ્યો હતો જેથી કરીને લોકોને પાણી માટે વલખા ન મારવા પડે. પણ કૂવો ખોદવાનો કોઈ જ ફાયદો રહ્યો નહોતો કારણ કે કૂવામાં ખુબ જ ક્ષારવાળુ પાણી આવતું હતું માટે કૂવો છેલ્લા કેટલાએ વર્ષથી વાપરવામા નહોતો આવતો.

આ કૂવાનું પાણી પીવાથી ગામના લોકોને પથરી વિગેરેના રોગો પણ થયા હતા અને તેની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. અને ફરિયાદના પ્રતિસાદમાં વડોદરાની લેબમાં પાણીના નમુના પણ મોકલવામાં આવ્યા હતા. સ્થાનીકોને પથરીનો પ્રોબ્લેમ થતાં આ કૂવાને બંધ કરી દેવામાં આવ્યો અને તેના પર આરસીસીનું ધાબુ ભરી દેવામાં આવ્યું. જેથી કરીને કોઈ પડી ન જાય.

આ કુવામાં લોકો વપરાશમાં ન હોય તેવી ધાર્મિક વસ્તુઓ પણ પધરાવા લાગ્યા હતા. પણ 16મી સપ્ટેમ્બરે ગામના લોકોએ રાત્રે એક મોટા ધડાકાનો અવાજ સાંભળ્યો અને કેટલાક યુવાનો અવાજની દીશામાં દોડી ગયા.

image source

કૂવા પાસે જતાં જ તેમની નજર કૂવા પર ભરવામા આવેલા કોંક્રીટના સ્લેબને તોડીને બહાર આવેલા કચરા પર પડી. લગભગ બે અઢી ફુટથી પણ વધારે કચરો ઉપરની તરફ ધસી આવ્યો હતો. આ વિચિત્ર ઘટનાની વાત ધીમે ધીમે કરી આસપાસના ગામડાઓમાં પણ ફેલાઈ ગયા અને ત્યાંથી પણ લોકો આ કચરો ઓકતા કુવાને જોવા માટે ઉમટી પડ્યા.

સ્થાનીક વ્યક્તિ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે સોળ સપ્ટેમ્બરની રાત્રે કૂવાનું કોંક્રીટ સ્લેબ તોડીને નીકળેલો કચરો દીવસે દીવસે એકથી દોઢ ફુટ જેટલો બહાર આવતો જાય છે અને એક મોટા ઢગલા સમાન બનતો જઈ રહ્યો છે. સ્થાનિક લોકોને આ પાછળનું કારણ નથી સમજાતું. કોઈ કહે છે કે ચોમાસાના કારણે પાણીના તળ ઉંચા આવતા કચરો પણ ઉંચો આવ્યો અને ક્યાંય વહેવાની જગ્યા નહીં મળતાં કુવાનું ધાબુ તોડીને કચરો બહાર આવ્યો હશે. જાત જાતની અટકળો હાલ આ ઘટનાને લઈને ચાલી રહી છે.

આજે દરેક પ્રકારના પ્રદૂષણોએ માજા મુકી છે. તેમાં હવા, પાણી, જમીન, ભુગર્ભ, વિગેરેનો સમાવેશ થાય છે અને તેમાંએ કેટલીએ જાતના પેટા પ્રદૂષણોનો પણ સમાવેશ થાય છે. અને આ બધા માટે માનવજાત સિવાય બીજુ કોઈ જ જવાબદાર નથી. આ પણ એક પ્રકારનું ભુગર્ભ પ્રદુષણ જ છે. નદીમાં કચરો નાખશો તો વહીને આગળ જતો રહેશે દરિયામાં નાખશો તો તે પાછો ધકેલાશે અને કૂવામાં નાખ્યો તો તેણે પણ કચરો સંઘર્યો નહીં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ