તમે શું ખાવાનું પસંદ કરશો? દિપીકા ઢોસા, કરીના પીઝા કે પછી સચિન તેંડુલકર પરોઠા, વાંચો આવીજ ટેસ્ટી વાનગીઓ વેચી રહ્યા છે લોકો…

બોલીવુડના કલાકારોનો ચાહક વર્ગ એ ફક્ત આપણા દેશમાં જ નહિ પણ વિદેશોમાં પણ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ અમેરિકાના એક શહેરમાં દીપિકાના નામનો ઢોંસો પણ બનાવીને વેચવામાં આવે છે. તો ત્યાં કરીના પીઝા પણ બહુ વખણાય છે. હમણાં થોડા સમય પહેલા જ મહારાષ્ટ્રના પુણેમાં દિપીકા પરોઠા પણ વેચવાના શરુ થયા છે. એટલું જ નહિ વેસ્ટ હોલીવુડમાં પ્રિયંકા ચોપડાના નામનો મિલ્કશેક પણ વેચાય છે.

સાઉથ મુંબઈની એક હોટલમાં સંજય દત્તના નામની ડીશ પણ ગ્રાહકોને વેચવામાં આવે છે, આ ડીશનું નામ છે ચીકન સંજુ બાબા. ચેન્નાઈમાં આવેલ ન્યુ નીલા ભવન રેસ્ટોરન્ટમાં રજનીકાંતના નામની ૧૨ વાનગીઓ મળે છે. તો બીજી તરફ બનારસમાં એક જગ્યાએ શાહરૂખના નામનું પાન મળે છે. એક વાર શાહરૂખે આ દુકાનમાંથી પાન ખાધું હતું. એના પછી તેમના ઘણા ચાહકો અહિયાં પાન ખાવા આવતા હતા એટલે દુકાનદારે શાહરૂખના નામનું જ પાન બનાવી દીધું. આ પાનની કિમત ૩૫ રૂપિયા છે.

બાકીના કલાકારોના નામની તો અમુક વાનગીઓ જ છે જયારે સલમાનના નામથી તો એક આખી રેસ્ટોરન્ટ રાખવામાં આવી છે અહિયાં સલમાને ભજવેલા કિરદારના નામની અનેક વાનગીઓ મળે છે. જેમ કે પ્રેમ ડેઝર્ટ, ચુલબુલ ચાવલ અને વગેરે. આ રેસ્ટોરન્ટનું નામ ભાઈજાન છે. ચંડીગઢમાં રણબીર કપૂરના નામ પર સ્પેશ્યલ ચીકન મળે છે. ફિલ્મ રાજનીતીના પ્રમોશન દરમિયાન એકવાર તેઓ આ ઢાબામાં જમવા માટે ગયા હતા.

આટલું જ નહિ સોનમ કપૂર, દિલીપ કુમાર, અક્ષય કુમાર વગેરે જેવા સ્ટાર્સના નામ પર અનેક રેસ્ટોરન્ટમાં અનેક વાનગીઓ મળે છે. એક વ્યક્તિએ ટવીટર પર એક હોટલનું મેનુ પોસ્ટ કર્યું હતું જેમાં પુણેમાં મળી રહેલ દીપિકા પરોઠાનું નામ છે અને તેને હાઈલાઈટ કરવામાં આવી છે. તો દીપિકાએ Laughing ઈમોજી સાથે આ પોસ્ટનો સ્ક્રીનશોટ પોતાના ટવીટર પર મુક્યો હતો.

મેનુમાં દિપીકા પાદુકોણ પરાઠા થાળીનો ભાવ ૬૦૦ રૂપિયા છે. મેનુના મેઈન પેજ પર લીજેન્ડરી પરાઠા એવું લખવામાં આવ્યું છે. આ પેજમાં બીજા અનેક સ્ટાર્સના નામ પર બીજા પરોઠા પણ મળે છે. આમાં સની દેઓલ પરાઠા થાલી, યુવરાજ સિંહ પરાઠા થાલી, ભગત સિંહ પરાઠા થાલી, અક્ષય કુમાર પરાઠા થાલી, સચિન તેંદુલકર પરાઠા થાલી, યો યો હની સિંહ પરાઠા થાલી, દારા સિંહ પરાઠા થાલી, માધુરી દીક્ષીત પરાઠા થાલી, અને ઇન્ડિયાનો સૌથી મોટો પરાઠા પણ અહિયાં મળે છે સાથે સાથે બાહુબલી પરાઠા થાલી પણ ફેમસ છે.

જો તમે પણ આવી કોઈ અવનવી વાનગી ખાધેલી છે તો વિગતો અહિયાં કોમેન્ટમાં શેર જરૂર કરજો. હવે એક ખાસ વાત જો તમારી કોઈ રેસ્ટોરન્ટ હોય તો તમે તેમાં વાનગીઓ જે રાખો તેમના કેવા સ્પેશીયલ નામ રાખો કોમેન્ટમાં જણાવો. બોલીવુડના સ્ટાર્સના નામ, મુવીના નામ, સીરીયલના નામ, તમારે જે નામનો ઉપયોગ કરવો હોય એ કરીને એક વાનગીનું નામ કોમેન્ટમાં લખવાનું છે.