શિયાળામાં જો તમે પણ ગરમ ગરમ ખાવાનું પસંદ કરો છો તો તે તમારી માટે મુશ્કેલી વધારી શકે છે…

શિયાળામાં આપણે આપણા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. પણ અમુક લોકો ધ્યાન રાખવાના ચક્કરમાં અમુક એવા કામ કરી જતા હોય છે જે તેમના માટે મુશ્કેલી ઉભી કરે છે. શું તમે પણ ક્યાંક તમારા સ્વાસ્થ્યની તકેદારી રાખવામાં આવી ભૂલો નથી કરતા ને નહિ તો તમે આમંત્રણ આપી રહ્યા છો અમુક ગંભીર બીમારીઓને.

આજે અમે તમને એવી જ અમુક વિગતો જણાવીશું જેનાથી તમે જાણી શકશો કે તમારી આ આદત સારી છે કે ખરાબ. આ પાંચ વસ્તુની રાખશો શિયાળામાં કાળજી તો નહિ થવું પડે હેરાન.

દર વર્ષે શિયાળામાં ઠંડી આગલા વર્ષ કરતા વધુ જ લાગતી હોય છે એટલે કે આ વર્ષે પણ ગયા વર્ષ કરતા વધારે ઠંડી લાગી રહી છે. ઠંડીથી બચવા માટે આપણે આખો દિવસ આપણા હાથ અને પગને ઢાંકેલા જ રાખતા હોઈએ છીએ હવે તમને એમ કે બહુ ઠંડી ના લાગે પણ એવું નથી હોતું તમારી આ આદત તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. આમ હાથ પગ ઢાંકીને રાખવાથી શરીરમાં વધારે પડતી ગરમી પેદા થાય છે અને તેનાથી અમુક સમસ્યા ઉભી થઇ શકે છે.

હવે એ તો સામાન્ય વાત છે કે ઠંડી વધારે છે તો તરસ ઓછી જ લાગવાની અને એના લીધે આપણે પાણી ઓછું પીતા હોઈએ છીએ. આમ કરવાથી શરીરને જરૂરી હોય એટલું પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને જો શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થાય તો શરીરના અમુક અંગો પર તેની વિપરીત અસર થાય છે અને આના સિવાય પાચન શક્તિ પણ ધીમી થઇ જાય છે તો હવે ઠંડી ભલે ગમે એટલી પડે તમારે પાણી વધારે પ્રમાણમાં પીવાનું જ છે.

શિયાળામાં દરેક વ્યક્તિ એવું જ વિચારે આવી ઠંડીમાં તો ગરમા ગરમ જમવાનું મળી જાય તો મજા આવી જાય અને વાત પણ સાચી છે યાર આવી ઠંડીમાં ગરમાગરમ શીરો, પરાઠા અને બીજી સ્વીટ અને ચઢીયાતા મસાલાવાળું ભોજન મળી જાય તો શિયાળામાં મજા જ આવી જાય. પણ તમે નહિ જાણતા હોવ દરરોજ આમ ગરમા ગરમ ખાવાનું ખાવું એ તમારા વજન વધવાનું એક કારણ હોઈ શકે છે. સાથે સાથે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધારે છે જે તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક બની શકે છે.

શિયાળામાં ચામડી એ શુષ્ક થઇ જવી સામાન્ય બાબત છે પછી ભલે તે સ્ત્રીની ચામડી હોય કે કોઈ પુરુષની. હવે જયારે પણ ચામડી ખેચાય ત્યારે આપણે લોશન કે પછી કોઈ ક્રીમ લગાવતા હોઈએ છીએ જેનાથી ચામડી સારી અને કોમળ બનાવે છે. પણ જો તમે આ ક્રીમ કે લોશન વારે વારે લગાવો છો તો તે તમારી માટે યોગ્ય નથી આમ કરવાથી તમારી આસપાસ રહેલ કીટાણું એ  તમારી ચીકણી થયેલ ચામડી પર લાગે છે અને તેનાથી તમારી ચામડીને નુકશાન થાય છે.

શિયાળામાં ઘણા એવા મિત્રો હશે જેમને ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ભાવતો હશે. ઘણાને એવો શોખ પણ હોય છે અને ઘણા તો એવા પણ લોકો હોય છે જે એમ માનતા હોય છે કે શિયાળામાં જયારે શરદી કે ઉધરસ થાય તો આઈસ્ક્રીમ ખાવાથી તેમની એ બીમારી દૂર થઇ જશે. જો તમારા ગ્રુપમાં પણ છે આવો કોઈ મિત્ર તો તેને આ માહિતી જણાવો. ઠંડીમાં ઠંડુ પીણું અને આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં સંક્રમણ થઇ શકે છે.