એવી તો શું મજબૂરી છે આ પિતાની કે ચાર દિકરા હોવા છતાં આ ઉંમરે કરવું પડે છે આ કામ…

એકવાર ક્યાંક સાંભળ્યું હતું કે એક સમય હતો જયારે એક નાનકડી રૂમમાં માતા પિતા એ પોતાના ચાર થી પાંચ સંતાનો સાથે રહેતા હતા અને આજે જયારે એ દરેક સંતાનોના અલગ અલગ ઘર હોય છે અને માતા પિતાની પરીસ્થિતિ ખરાબ હોય છે તે છતાં પણ તેઓ એક માતા પિતાને નથી સાચવી શકતા. જયારે એ જ સંતાનો નાના હતા ત્યારે માતા પિતાની ખરાબ પરીસ્થિતિ હોવા છતાં તેમણે પોતાના બાળકોને મોટા કરવામાં અને તેમની ઈચ્છાઓ પૂરી કરવામાં કોઈ કમી રાખી હતી નહિ. પણ હવે જયારે સંતાનોનો વારો આવે છે ત્યારે તેઓ માતા પિતાને એક સમય પુરતું જમવાનું પણ નથી આપી શકતા.

એક કિસ્સો તમને જણાવું, અમારા ઓળખીતામાં એક માજી હતા માજીના પતિ તો ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા. આ માજીને કૂલ ત્રણ દિકરા હવે થયું એવું કે માજીની તબિયત સારી નહોતી રહેતી એટલે તેમના નજીકના બધા સગા સંબંધીના વડીલોએ તેમના દીકરાઓને સમજાવ્યા અને એક નિર્ણય તેમના દિકરાઓ એ લીધો કે અમે ત્રણ છે એટલે કોઈ એક માતાને સંભાળે એવું તો નહિ મંજુર થાય પણ અમે દર મહીને એક એક ભાઈ માતાને રાખીશું એક મહિનો મોટાભાઈ, એક મહિનો હું અને એક મહિનો મારો નાનો ભાઈ આમ વારાફરતી વારો અમે માતા જ્યાં સુધી જીવશે ત્યાં સુધી સાચવીશું. આતો ચાલો એક જોતા સારી વાત છે કે તેઓ માતા ને સાચવે તો છે પણ આજે અમે તમને જાણવાના છે એક એવી વાત જે વાંચીને તમને પણ બહુ દુખ થશે.

આજે જેમની વાત કરવાના છે તેમના વિષે તમને થોડી વિગતો આપીએ. આ વડીલને ચાર દીકરા છે અને બધા પોતપોતાની લાઈફમાં સેટ છે. એક દીકરો એ રીટાયર્ડ આર્મી ઓફિસર છે જે હાલ એક બીજી કંપનીમાં જોબ કરી રહ્યો છે અને તેની કમાણી એ દર મહીને ૯૫ હજાર જેટલી છે, આ વડીલનો બીજો દીકરો એ એક સારા વિસ્તારમાં કોચિંગ કલાસીસ ચલાવે છે આટલું જ નહિ તેમની એક ફેક્ટરી પણ છે જેમાં વેલ્ડીંગનું કામ થાય છે તેમની આ ફેક્ટરીથી તેમને દર મહીને ૫૦ હજારની કમાણી થાય છે અને કલાસીસની કમાણી તો અલગ, હવે વાત તેમના ત્રીજા દીકરાની પાસે ૮૦ વીઘા જમીન છે એક ટ્રેક્ટર છે અને એક મકાન પણ છે. તેમનો આ દીકરો પણ મહીને ૫૦ હજાર આરામથી કમાઈ લે છે. હવે આ વડીલનો ચોથો દીકરો એ એક પ્રાઇવેટ કોલેજમાં પ્રોફેસર છે તેની મહિનાની આવક ૩૦ હજાર છે. આ ચારે દિકરાઓની આટલી કમાણી હોવા છતાં પણ કોઈપણ તેમના આ ઘરડા પિતાને રાખવા અને તેમના ભરણપોષણ અને દવાના પૈસા પણ આપવા તૈયાર નથી.

આ વાત છે યુપીના શ્રીરામ દાંગીની. તેમના ચાર દિકરાઓ છે અને અત્યારે એ દિકરાઓ જે રીતે સારી પોસ્ટ પર કે પછી સારી જગ્યાએ કમાઈ રહ્યા છે તેની પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે તેમને ભણાવવા અને આગળ વધારવા માટે આ વડીલે કેટલી મહેનત કરી હશે. પણ આજે એવો દિવસ આવ્યો છે કે ચાર કમાતા અને સારી આવક વાળા દિકરા હોવા છતાં પણ આ વડીલને એક જગ્યાએ ચોકીદારનું કામ કરવું પડે છે. હવે પરીસ્થિતિ એવી થઇ હતી કે આ વડીલને હૃદયરોગની બીમારી છે અને ડાયાબિટીસથી પણ તેઓ પીડાઈ રહ્યા છે પણ આજે તેમની પાસે એવી પરીસ્થિતિ નથી કે તેઓ પોતાનો ઈલાજ કરી શકે કે પછી દવા પણ જાતે ખરીદી શકે. તો બીજી તરફ તેમના બાળકો પણ તેમની દેખરેખ લેતા હતા નહિ પછી આખરે કંટાળીને આ વડીલે ચોકીદારની નોકરી સ્વીકારી લીધી.

તેમની આ પરીસ્થિતિને જોઇને અમુક લોકો આગળ આવ્યા અને તેમની મદદ માટે શહેરની એસડીએમમાં અરજી કરી અને તેમના ચારેય દિકરાઓને ત્યાં બોલાવવામાં આવ્યા અને તેમને હુકમ આપવામાં આવ્યો કે દર મહીને તેઓએ તેમના પિતાને ૧૦ હજાર રૂપિયા ભરણપોષણ તરીકે આપશે. તમને જાણીને સારું લાગશે કે જો આ લોકો ૧૦ હજાર આપવાનું ભૂલી જશે તો તેમને જેલની સજા પણ થઇ શકે છે. આખરે ભલે તેમના દિકરાઓની ઈચ્છા નહોતી પણ પિતાને ભરણપોષણ તો આપવું જ પડશે.