હવે સારું મુહૂર્ત જોવું હોય તો તમે જાતે પણ જોઈ શકશો ચોઘડિયા…

આને કોઈ ધાર્મિક વિધાન સ્વરૂપે ન ગણીને સમયચક્રના માળખાં તરીકે પણ સ્વીકારી શકાય છે. દિવસ અને રાતના મળીને કુલ ત્રીસ મુહૂર્ત હોય છે. અમૃત / જીવ મુહુર્ત અને બ્રહ્મ મુહુર્ત ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે; બ્રહ્મ મુહુર્ત સૂર્યોદયથી પચ્ચીસ નાડીઓ પૂર્વે, એટલે કે, આશરે બે કલાક પહેલાં હોય છે. આ સમયને યોગ સાધના અને ધ્યાન માટે શ્રેષ્ઠ કહેવામાં આવેલ છે. કહેવાય છે કે આ સમયને કોઈ પણ મનોકામના પૂર્ણ કરવાનું વણ નોંધ્યું ચોઘડિયું કહેવાય.

ચોઘડિયા મુહર્ત જ્યોતિષવિદ્યાનું એક આગવું કોષ્ટક છે જે દિવસના ચોવીસ – કલાકના આધારે ખગોળીય સ્થિતિનું વર્ણન કરે છે. જ્યારે પણ ઉપવાસમાં કોઈ ખ્યાતિ હોતી નથી, અને જો તમારે અચાનક શુભકામનાઓ શરૂ કરવી હોય, તો તે સમયે ચોઘડિયા મુહૂર્તનો ઉપયોગ કરવો સારું છે. ચોઘડિયા મુહૂર્ત મુખ્યત્વે સાત પ્રકારના છે, જે અનુક્રમે ઉદ્યોગ, અમૃત, રોગ, લાભો, શુભ, ચલ અને સમય છે.

હિંદૂ ધર્મમાં કોઈપણ કામની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. પરંતુ આ ગણેશ પૂજા કરવા માટે પણ સૌથી પહેલા શુભ મુહૂર્ત જોવામાં આવે છે. આ શુભ સમય દિવસ અને રાત્રિના ચોઘડિયાં પરથી નક્કી કરવામાં આવે છે. ચોઘડિયાં વિશે આમ તો સાંભળ્યું જ હશે. તો આજે જાણો ચોઘડિયાં કેવી રીતે જોવામાં આવે છે અને ચોઘડિયાં જોવાની શરૂઆત ક્યારથી થઈ હતી.

image source

ચોઘડિયાં એટલે શું ?

ચોઘડિયાં શબ્દ ચો-ઘડિયાં શબ્દનો અપભ્રંશ શબ્દ છે. દિવસની શરૂઆતથી ચોઘડિયાંનો સમય શરૂ થાય છે. દિવસમાં બે વખત ચોઘડિયા ગણવામાં આવે છે. સૂર્યોદયથી શરૂ થતાં ચોઘડિયાં દિવસના અને સૂર્યાસ્તથી શરૂ થતાં ચોઘડિયાં રાત્રિના કહેવાય છે. ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે. શુભ, મધ્યમ અને અશુભ. ચોઘડિયાંને કેટલાક વિસ્તારોમાં ‘હોરા’ શબ્દથી પણ સંબોધવામાં આવે છે. દિવસ અને રાત્રિમાં કુલ આઠ-આઠ ચોઘડિયાં હોય છે. હવે જાણીએ ચોઘડિયાં જોવાની રીત વિશે.

જ્યોતિષવિદ્યા અનુસાર, અભિજિત મુહૂર્તને દિવસનું શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. દરેક દિવસનો આઠમા મુહૂર્ત એ અભિજિત મુહૂર્ત કહેવાય છે. સામાન્ય રીતે આ ૪૮ મિનિટ છે. જોકે તેનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્ત પર નિર્ભર છે. જ્યોતિષવિદ્યા અનુસાર, અભિજિત મુહુર્તની પૂજા કરીને કોઈ શુભ ઇચ્છા થાય તો, તે ચોક્કસપણે સાચી થાય છે.

અહીં એક વાત નોંધનીય છે કે નારાદપુરાણ મુજબ, અભિજિત મુહૂર્ત યાત્રા અથવા શુભકામના માટે ઘર છોડવું એ શુભ સમય છે. આ સમયગાળામાં, જો પાંચગ અથવા સમય શુભ ન હોત, તો મુસાફરી પણ સારી છે. અભિજિત મુહર્ત દરમિયાન, તમારે દક્ષિણ દિશામાં મુસાફરી કરવી જોઈએ નહીં.

દિવસના ચોઘડિયાં 

image source

રાત્રિના ચોઘડિયાં

image source

કેવી રીતે જોવા ચોઘડિયાં

સૂર્યોદય સાથે દિવસના પહેલાં ચોઘડિયાંની શરૂઆત થાય છે. સપ્તાહના દરેક દિવસના ચોઘડિયાં અલગ હોય છે. દરેક ચોઘડિયાંનો સમય દોઢ કલાકનો હોય છે. સામાન્ય રીતે ચોઘડિયાંની શરૂઆત સવારે 6 વાગ્યાથી ગણવામાં આવે છે. એટલે પહેલાં ચોઘડિયાંનો સમય 6થી 7:30 કલાક સુધીનો હોય છે. સવારની જેમ જ રાત્રિના ચોઘડિયાંની શરૂઆત સાંજના 6 કલાકથી ગણવામાં આવે છે. દરેક દિવસના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામી અનુસાર થાય છે. જેમકે રવિવારના સ્વામી ઉદ્વેગ છે તો રવિવારનું પહેલું ચોઘડિયું ઉદ્વેગ હોય. આ જ રીતે સોમવારના સ્વામી અમૃત છે, મંગળવારના સ્વામી રોગ, બુધવારમાં લાભ, ગુરુવાર, શુભ, શુક્રવારે ચલ અને શનિવારે કાળ. સામાન્ય ભાષામાં કહીએ તો સપ્તાહમાં સોમવાર, બુધવાર અને ગુરુવારે સવારના સમયમાં કોઈપણ સારું કામ કરી શકાય છે.

ચોઘડિયાંની શરૂઆત

જ્યારે ઘડિયાળ ન હતી લોકો પાસે સમય જોવા માટે ત્યારે ચોઘડિયાંના ગણિત પર કામ કરવામાં આવતાં. ચોઘડિયાં શબ્દમાં ઘડી શબ્દનો સમાવેશ થાય છે. 1 ઘડી એટલે 24 મિનિટ જેટલો સમય. આ ગણતરની આધારે દિવસ અને રાત્રિના ચોઘડિયાંની રચના કરવામાં આવી.

કાળ – ચોઘડિયાં વિશે આ વાત જાણોઃ

ભારતીય સંસ્કૃતિમાં હિન્દૂ ધર્મ પ્રણાલી અનુસાર મુહુર્તને સમય માપન એકમ તરીકે સમજાય છે. પ્રવર્તમાન સમયમાં પણ આ શબ્દને કોઈપણ કાર્ય શરૂ કરવા માટેની શુભ ઘડી ગણવા ઉપયોગમાં લેવાય છે.એક મુહુર્ત બરાબર બે ઘડી અથવા આશરે ૪૮ મિનિટ થાય છે.બાર ક્ષણ જેટલો કાળ; દિવસનો પંદરમો ભાગ; બે ઘડી જેટલો સમય; ૪૮ મિનિટ જેટલો વખત; જૈન મત પ્રમાણે બે ઘડી, ૭૭ લવ કે ૩૭૭૩ શ્વાસોશ્વાસ પરિમિતિ કાળવિભાગ; ૨૦ ૧ /૨૦ કલા જેટલો વખત. એક વર્ષનાં ૧૦,૮૦૦ મુહુર્ત હોય છે, કેમકે વર્ષના દિવસ ૩૬૦ અને બે ઘડીનું એક મુહુર્ત અને ત્રીશ મુહૂર્તનો એક દિવસ છે. ૨ નાડિકા = ૧ મુહૂર્ત; ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર

મહિનામાં બે પક્ષ આવે છે, એમાં કૃષ્ણ પણ અને શુક્લ પક્ષ; જેમાં કૃષ્ણ પક્ષમાં ચંદ્રનું કદ ઘટે છે અને પંદર મે દિવસે અમાસ આવે છે અને શુક્લ પક્ષમાં ચંદ્રની કળા વધે છે અને પૂર્ણકળાએ ખીલીને પૂર્ણિમા આવે છે. અહીં ચંદ્રની કળા મુજબ મનાય છે કે શુક્લ પક્ષ વધુ શુભ છે.

હિન્દુ પંચાંગ પ્રમાણે દર ૨૪ માસ બાદ એક અધિક માસ આવે છે. જે રીતે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે દર ચાર વર્ષે ફ્રેબ્રુઆરીમાં લીપ યર આવે છે. સૌથી શ્રેષ્ઠ મહિના તરીકે કાર્તક અને ચૈત્ર મહિનો ગણાય છે. જેથી આ સમયે લગ્ન પ્રસંગોના મુહૂર્ત સૌથી વધુ પ્રમાણમાં હોય છે. અગિયારસમાં કારતક માસની શુક્લ પક્ષની દેવ ઊઠી અગિયારસ જેને પ્રબોધિની અગિયારસ પણ કહે છે તે ખૂબ શુભ મનાય છે, એ દિવશે તુલસી વિવાહ થાય છે. જ્યારે વસંત પંચમી, જે માઘસર માસની શુક્લ પક્ષે આવનાર દિવસને પણ વણજોયું મુહૂર્ત કહે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ