TRAI એ લીધો મહત્વ પૂર્ણ નિર્ણય, તમારા મોબાઈલ નંબર 11 આંકડાના થવા જઈ રહ્યા છે ! ખાસ જાણી લો

હવે 11 આંકડાના મોબાઈલ નંબરથી તમારા પર કોલ આવે તો શંકામાં ન પડી જતાં ! ટ્રાઈ લઈ રહી છે આ પગલા.

આજે દુનિયામાં સૌથી વધારે ફોન કનેક્શન હોય તો તેમાં પ્રથમ ક્રમ ચાઈના અને ત્યાર બાદ ભારતનો નંબર આવે છે. ભારતના ગામડે ગામડે ભલે ગટર વ્યવસ્થા કે પછી ટોઈલેટ ન પહોંચ્યા હોય પણ મોબાઈલ તો પહોંચી જ ગયા છે. અને દર ભારતીય વ્યક્તિએ લગભગ બે મોબાઈલની સરેરાશ બોલવા લાગી છે અને અને જો તેમ નહીં હોય તો થોડા જ વર્ષમાં તેમ થઈ જશે. અને તેના કારણે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટીએ કેટલાક મહત્ત્વના પગલાં લેવા પડે છે અને તેના જ સંદર્ભમાં આ પગલું પણ લેવાઈ શકે છે.

ભારતની ટેલિકેમ રેગ્યુલરેટરી ઓથોરીટી એટલે કે ટ્રાઈ ફરીવાર એક મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. તેમણે વધતી જતી વસ્તી અને તેના કારણે વધતા જતા મેબાઈલના ફોન નંબરોને ધ્યાનમાં રાખીને હવે પછી મોબાઈલ નંબરો દસ નહીં પણ અગિયાર આંકડાના કરવા વિચારી રહી છે. જેના માટે તેમણે મહત્ત્વના સૂચનો પણ મંગાવ્યા છે.

ટ્રાઈએ આ બાબતમાં ઇન્ટીગ્રેટેડ માર્ક્સ સ્કીમ ડેવલપમેન્ટ ટાઈટલ સાથે એક ડીસ્કશન પેપર રજૂ કર્યું છે. આ વિચાર મોબાઈલ અને લેન્ડલાઈન માટે કરવામા આવી રહ્યો છે. શા માટે મોબાઈલ નંબરમાં ટ્રાઈ બીજા એક નંબરનો વધારો કરવા માગે છે તે વિષે વિગતે જાણીએ.

આ ડીસ્કશન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 2050 સુધીમાં જો ભારતમાં વાયરલેસ ફોનનો વપરાશ બસો ટકા થશે એટલે કે દરેક ભારતીય પાસે સરેરાશ બે મોબાઈલ નંબર હશે એટલે કે બે મોબાઈલ કનેક્શન હશે, તો તે પ્રમાણે 2050 સુધીમાં સક્રીય મોબાઈલની સંખ્યા લગભગ સવા ત્રણ અબજ જેટલી થઈ જશે. તેની સરખામણીમાં વર્તમાનમાં આ સંખ્યા અડધા કરતા પણ ઓછી એટલે કે 1.2 અબજ છે.

ટ્રાયના અંદાજ પ્રમાણે જો સીત્તેર ટકા આંકડાઓનો ઉપયોગ મોબાઈલ ફોન નંબરમાં કરી લેવામાં આવે તો તે સમય સુધીમાં ભારતમાં 4.68 એટલે કે લગભગ પોણા પાંચ અબજ નંબરોની જરૂર પડશે જેના માટે દસ આંકડાની સંખ્યા ઓછી પડી શકે છે. હાલ સરકારે મશીનો વચ્ચેની ઇન્ટરનેટ કનેટ્કિટવિટી એટલે કે ઇન્ટરનેટ વ્યવસ્થા માટે 13 આંકડાના નંબરની સીરીઝ તો પહેલેથી જ શરૂ કરી લીધી છે.

અત્યાર સુધીમાં 1993થી 2003ના દાયકામાં ભારતમાં અગણિત યોજનાઓની સમીક્ષા કવરામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને 2003ના નંબરિંગ પ્લાનમાં 750 મિલિયન ફોન કનેક્શન માટે જગ્યા કરવામા આવી હતી, જેમાંથી અરધાથી પણ વધારે એટલે કે લગભગ 450 મિલિયન મોબાઈલ ફોન એટલે કે સેલ્યુલર ફોન હતા જ્યારે બાકીના 300 મિલિયન લેન્ડલાઈન તેમજ બેઝિક ફોન હતા.

જો બધું યોજનાબદ્ધ રીતે ચાલ્યું તો ટુંક જ સમયમાં અગિયાર આંકડાવાળા ફોન નંબર બહાર પાડવામાં આવશે અને આ યોજના માત્ર મોબાઈલ ફોન પર જ નહીં પણ લેન્ડલાઈન કે પછી ફિક્સ્ડ લાઈન કે જે હાલ આંઠ આકડાની છે તેને પણ 10 આંકડામાં અપડેટ કરી શકાય છે.

તો હવે ક્યારેય પણ તમારા ફોન પર અગિયાર નંબરવાળો ફોન આવે તો ગભરાશો નહીં કારણ કે તે એક કાયદેસર નંબર જ હશે. જો કે તે માટે સત્તાવાર જાહેરાત પણ કરવામા આવશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ