તમે ઓળખો છો આ વ્યક્તિને જેમને અમિતાભને બનાવી દીધા છે બાદશાહ?

અમિતાભ બચ્ચનને બાદશાહ બનાવવામાં આ વ્યક્તિનો હાથ રહ્યો છે, જુઓ તે 47 વર્ષથી આ વ્યક્તિ અભિતાભ બચ્ચનને સતત એકધારો સાથ, સહકાર આપી રહી છે.

image source

ખૂબ મોટા અને પોપ્યુલર સેલિબ્રેટી સાથે ઘણા લોકો પડછાયાની જેમ તેમની સાથે જ રહેતા જ હોય છે. આ લોકોમાં બોડીગાર્ડ્સ, મેકઅપની આર્ટિસ્ટ અને ડ્રાઇવરો સામેલ હોય છે. લાંબા સમય સુધી એક જ સેલિબ્રિટી સાથે કામ કર્યા પછી, આ લોકોના તેઓ સાથેના સંબંધ મજબૂત બની ગયા હોય છે. એટલે સુધી કે તેઓ તેમને પોતાના પરિવારના સભ્ય તરીકે જ ગણે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પોતાના મેકઅપ મેન દિપક સાવંત સાથે કામ કર્યા ના 47 વર્ષ પૂરા કર્યા. આ વિશેષ પ્રસંગે બિગ બી અભિતાભ બચ્ચને તેની તસવીર શેર કરી અને પોતાના દિલની વાત સૌ સમક્ષ જાહેર કરી. આમ પણ અભિતાભ બચ્ચન પોતાની સાથે કામ કરનાર લોકો પર વધુ ભરોસો કરતો હોય છે.

image source

આ તસવીરમાં બિગ બી દીપક સાવંતના પરિવાર સાથે નજરે પડી રહ્યો છે. અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું છે કે, ‘દિપક 47 વર્ષથી મારો મેકઅપ મેન આર્ટિસ્ટ છે. તેની કમાણીથી તેણે મરાઠી અને ભોજપુરી ફિલ્મો બનાવી. તેમજ પત્ની માટે એક નાનકડો રૂમ પાર્લર પણ શરૂ કર્યો છે. આજે આ પાર્લર 40 વર્ષ જૂનું થઈ ગયું છે.

image source

અમિતાભે આગળ લખ્યું છે કે, ‘તીન સ્ટોરી બિલ્ડીંગમાં 40 થી વધુ કર્મચારીઓ છે. તેમણે મારા મેક-અપ વર્કમાંથી ક્યારેય રજા લીધી નથી. ‘ દિપક સાવંત 47 વર્ષથી બિગ બી સાથે જ છે. બંનેએ કામ કરવાની શરૂઆત 1973 માં એકસાથે જ કરી હતી. કામ શરૂ કર્યું હતું. દિપક બિગ બીનો મેકઅપ મેન અને વાળ (હેયર) સ્ટાઇલિશ છે. બિગ બી ના ચમકતાં વાળ અને સ્કિન પાછળ આ વ્યક્તિ નો હાથ છે. એક અહેવાલ અનુસાર, થોડા સમયથી અભિતાભ બચ્ચને ફિલ્મોમાંથી રજા લીધી હતી, છતાં બંને એકબીજાનું ધ્યાન રાખતા હતા. તમે આ બંનેના ગાઢ સંબંધનો અંદાજ એ જ પરથી લગાવી શકો છો કે અમિતાભે પોતાની તબિયત સારી ન હોવા છતાં દિપકની ફિલ્મમાં કામ કર્યું હતું. તેમજ તેમણે આ ફિલ્મ માટે કોઈ મહેનતાણું પણ નોહતું લીધું.

image source

હાલમાં બિગ બીની પાસે ઘણી ફિલ્મો છે. જેમાં ‘ઝુંડ’, ‘ચહેરો’ અને ‘ગુલાબો સિતાબો’ છે. ‘ગુલાબો સિતાબો’માં અમિતાભ બચ્ચનના લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. નજરે આવેલી તસવીરો માં બિગ બી એક વૃદ્ધ વ્યક્તિ ના કિરદાર માં જોવા મળી છે. આ તસ્વીરમાં તેમનો મેકઅપ એટલો જબરજસ્ત છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ બને તેમ છે. ફિલ્મ ઝુંડ માં અભિતાબ બચ્ચન એક ફૂટબોલના કોચની ભૂમિકામાં જોવા મળશે. તેમજ તેઓ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહાસ્ત્રમાં પણ જોવા મળશે.

image source

આ પહેલા અમિતાભની આવનારી ફિલ્મો ‘ચહેરા’ અને ‘ગુલાબો સીતાબો’ ની રિલીઝની તારીખને લઈને ટકરાવની સ્થિતિ જોવા મળી હતી. હવે, ‘ગુલાબો સીતાબો’ ના નિર્માતાઓની વિનંતી પર, ‘ચહેરા’ ની રિલીઝ ડેટ આગળ ધકેલી દેવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ 24 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મ 17 જુલાઈએ રિલીઝ થશે. બીજી તરફ ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ 17 એપ્રિલના રોજ રીલિઝ થનારી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ