રીલ લાઈફમાં માતાપિતા-સંતાનનું પાત્ર ભજવી ચૂક્યા છે પણ રીયલ લાઈલફમાં પડ્યા હતા એકબીજાના પ્રેમમાં…

આ કલાકારો પોતાના ઓનસ્ક્રીન માતા-પિતા સાથે રિયલ લાઈફમાં પ્રેમમાં પડ્યા હતા

image source

ફિલ્મોમાં એક્ટિંગ કરવાની વાત આવે ત્યારે તમારે તમારા વાસ્તવિક સંબંધો ભૂલીને તેમાં અભિનય કરવાનો હોય છે. તમારે ચોક્કસ પણે ફિલ્મની સ્ટોરી, તેમાંની સ્ક્રીપ્ટ અને તમારા પાત્ર પ્રમાણે જ વર્તવાનું હોય છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે કલાકારોએ એકબીજા સાથે કુટુંબના સભ્યોનું પાત્ર ભજવવાનું હોય છે ખાસ કરીને માતાપિતા અને બાળકો. પછી વાસ્તવમાં તમારે તે કલાકાર સાથે ગમે તે સંબંધ કેમ ન હોય.

image source

આજે અમે તમને એવા કેટલાક કલાકારો વિષે જણાવીશું જેઓ રીલ લાઈફમાં માતાપિતા-સંતાનનું પાત્ર ભજવી ચૂક્યા છે પણ રીયલ લાઈલફમાં એકબીજા સાથે કંઈક પ્રેમ સંબંધ ધરાવતા જોવા મળ્યા છે. તો ચાલો જણાવીએ તે કલાકારો વિષે

સુનિલ દત્ત – નરગીસ

image source

બોલીવૂડની સૌથી માનીતી અને સમ્માનનિય જોડી સુનીલ દત્ત અને નરગીસે ફિલ્મ મધર ઇડિયામાં એકબીજા સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સુનિલ દત્તે નરગીસના દીકરાનું પાત્ર ભજવ્યું હતું. પણ તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં જ તે બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

image source

વાસ્તવમાં મધર ઇન્ડિયાના સેટ પર આગ લાગી હતી અને તે આગમાં નરગીસ ફસાઈ ગયા હતા અને તેણીનો જીવ સુનિલ દત્તે પોતાના જીવની પરવા નહીં કરીને બચાવ્યો હતો. આગથી તેઓ થોડું દાજ્યા પણ હતા અને ઘવાયા પણ હતા. જેના માટે તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા.

image source

જોકે સુનિલ દત્ત નર્ગિસના ફેન તો પહેલેથી જ હતા, પણ એક અફવા પ્રમાણે તેણી રાજ કપૂરને ડેટ કરી રહી હતી. પણ આગમાં ઘવાયા બાદ નર્ગિસે સુનિલની ખુબ સેવા કરી હતી અને આ રીતે તે બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને ત્યાર બાદ તેમણે લગ્ન કરી લીધા હતા.

રામ કપૂર – ઇવા ગ્રોવર

image source

રામ કપૂર ટીવી શો બડે અચ્છે લગતે હૈથી ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હતી. તેમાં તેની સોતેલી માતા તરીકે ઇવા ગ્રોવરે પાત્ર ભજવ્યું હતું પણ વાસ્તવમાં તેણે તેણીને ભૂતકાળમાં ડેટ કરી હતી. જો કે આ બાબતે ઇવાને પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેણીએ આ વાતને માત્રને માત્ર અફવા જ ગણાવી હતી.

આલોક નાથ – નીના ગુપ્તા

image source

આલોક નાથ અને નીના ગુપ્તા જ્યારે બુનિયાદ સિરિયલનું શુટિંગ કરી રહ્યા હતા ત્યારે નીના સિરિયલમાં આલોકનાથની વહુનું પાત્ર ભજવી રહી હતી. પણ તે વખતે તે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હતા તેવી વાતો પણ ખૂબ ઉડી હતી.

સિદ્ધાર્થ શુક્લા – સ્મિતા બંસલ

image source

આજકાલ સિદ્ધાર્થ શુક્લા બીગ બોસના કન્ટેસ્ટન્ટ તરીકે ભારે લોકપ્રિય બન્યો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ શુક્લા કલર્સ ટેલીવિઝન પર આવતી સિરિયલ બાલીકા વધુમાં આઈએએસ ઓફિસર તરીકે જોવા મળ્યો હતો.

આ સિરિયલમાં સ્મિતા બંસલ કે જેણી આનંદીની સાસુ હતી અને વાર્તા આગળ જતાં તેણી સિદ્ધાર્થ શુક્લાની પણ સાસુ બની હતી. પણ એક અફવા પ્રમાણે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેમણે કેટલોક ક્વોલીટી ટાઈમ દુબઈમાં પણ સ્પેન્ટ કર્યો હતો.

હર્ષદ અરોરા – અપર્ણા કુમાર

image source

માયાવી મલિંગ નામની સિરિયલમાં અભિનય કરી ચુકેલા હર્ષદ અરોરા અને અપર્ણા કુમાર એકબીજાને ડેટ કરી રહ્યા હતા તેવી અફવા ઉડી હતી. તે આ સિરિયલમાં અપર્ણાનો ઓનસ્ક્રીન પુત્ર બન્યો હતો. અને અપર્ણાએ રીપોર્ટર્સને જણાવ્યું પણ હતું કે તે અને હર્ષદ એકબીજાના સારા મિત્ર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ