SBIમાં જો હોય તમારું ખાતુ, તો પહેલા કરી લો કામ, નહિં તો..

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ તેના ગ્રાહકોને એક એસએમએસમાં એક સૂચના મોકલીને દરેક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતાધારકોને જાણ કરી છે કે દરેક ખાતાધારકે પોતાના ખાતાનું કેવાયસી પૂર્ણ કરાવી લેવું.

કેવાયસી પૂર્ણ કરાવવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી, 2020 જાહેર કરવામાં આવેલ છે. જો આ સમયમર્યાદામાં કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહિ આવે તો ખાતાધારક પોતાના ખાતામાંથી કોઈ વ્યવહાર કરી શકશે નહિ. આપને જણાવી કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બધીજ બેન્ક ખાતાઓ માટે કેવાયસી ફોર્મને આવશ્યક બનાવી દીધું છે.

image source

એસબીઆઇ દ્વારા કેવાયસીની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે છેલ્લી તારીખ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૦ નક્કી કરેલ છે.

એસબીઆઇના તમામ માનવંતા ખાતાધારકોને વિનંતી છે કે આપની એસબીઆઇ શાખામાં જઈને વહેલી તકે કેવાયસી પ્રક્રિયાના જરૂરી દસ્તાવેજ લઈ જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવી.

image source

તેમજ જો આપ આ કેવાયસી પ્રક્રિયા આપેલ મુદતમાં પૂર્ણ નહિ કરવામાં આવે તો આપ આપના ખાતામાંથી કોઈ વ્યવહાર કરી શકશો નહિ. ઉપરાંત આપનું ખાતું સ્થગિત(ફ્રીઝ) પણ કરી દેવામાં આવી શકે છે.

કેવાયસી એટલે “નો યોર કસ્ટમર(know your custmer)” એટલે કે પોતાના ગ્રાહકને જાણો. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સંચાલિત આ ઓળખની પ્રક્રિયાને કેવાયસી કહેવામાં આવે છે. કેવાયસીની મદદથી બેન્ક અને અન્ય નાણાકીય સંસ્થાઓ આ માટે ફોર્મ ભરે છે અને તેની સાથે ઓળખના કેટલાક પુરાવા લે છે.

image source

ઘરે બેઠા કરાવી શકો છો કેવાયસી

જો આપ આપની બેન્ક શાખામાં જવા નથી ઇચ્છતા કે પછી સમયના અભાવે જઈ શકતા નથી તો આપના માટે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ઘરે બેઠા કેવાયસીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે.

image source

આરબીઆઇ દ્વારા હાલમાં જ કેવાયસી નિયમોમાં કરેલ બદલાવ મુજબ આધાર બેસ્ટ વિડીયો કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ(V-CIP)ને મંજૂરી આપવામાં આવી છે. હવે થી બેન્ક, એનબીએફસી અને બીજા લોન આપનાર સંસ્થાઓ વિડીયો આઇડેન્ટિફિકેશન પ્રોસેસનો ઉપયોગ કેવાયસી માટે કરી શકશે.

કેવીરીતે કરશો વિડીયો કેવાયસી?

આ નવી સિસ્ટમ હેઠળ દૂર આવેલા વિસ્તારોમાં હાજર નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ પાન કાર્ડ કે આધાર કાર્ડ અને કેટલાક પ્રશ્નો દ્વારા ગ્રાહકની ઓળખ કરી શકશે. વિડીયો કોલનો વિકલ્પ સંબંધિત સંસ્થાના ડોમેન પર જ મળી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ