શું તમારા બાળકોને ઘરનું ખાવાનું પસંદ નથી? તેઓ વારંવાર બહારનું ખાવાનું માંગે છે? તો આ માહિતી તમારી માટે જ છે…

બાળકોનું સ્વાસ્થ્ય મોટાઓના હાથમાં, શું તમારા બાળકોને હેલ્ધી ખોરાક લેવા સમજાવી સમજાવીને તમે થાકી ગયા છો ? શું બાળકો અને તરુણો વધુ પડતાં જંકફુડ તરફ વળી રહ્યા હોય તેવું તમને લાગે છે ? તમારા બાળકોને હેલ્ધીફૂડ તરફ આકર્ષવા શું કરવું જોઈએ ? તેમને હેલ્ધી ખોરાક તરફ વાળવા માટેના નિયમો શોધવાનો અહીં પ્રયત્ન કર્યો છે.


1) હંમેશા બને ત્યાં સુધી આખુ કુટુંબ સાથે જમવાનો પ્રયત્ન કરો.

2) બને તેટલું વધારે હેલ્ધી અને જુદાં જુદાં પ્રકારનું ભોજન બનાવવાનો અને પીરસવાનો આગ્રહ રાખો.

3) બાળકોની સાથે મોટાઓએ પણ હેલ્ધી ફુડ ખાઈ તેમના રોલ મોડેલ બનવાનો પ્રયત્ન કરવો.


4) ખવડાવા માટે બાળકો સાથે ઝઘડવાનું બંધ કરો

5) ખાવાનું બનાવવાની રીતોમાં બાળકોને પણ જોડો.


1) ફેમીલી મિલ્સઃ- જ્યારે આખું કુટુંબ સાથે જમવા બેસે છે ત્યારે બાળકો અને વડીલોને એકબીજાની નજીક આવવાનો મોકો મળે છે. સાયન્ટીફીક સ્ટડીમાં જોવા મળ્યું છે કે જે બાળકો મા-બાપ સાથે હળીમળીને જમે છે તેઓ, વધુ શાકભાજી, ફળફળાદી તેમજ અનાજ ખાવાનું પસંદ કરે છે.

– ભોજન સાથે તળેલા નાસ્તા તથા જંકફૂડ ખાતા નથી ઘરમાં વધુ પડતા ફરસાણ બનાવવાનું બંધ કરો, બાળકોને મેંદાની વસ્તુઓથી દૂર રાખો
વારંવાર ઘરમાં તળેલા નાશ્તા બનાવવાનું બંધ કરો જેમ કે ભજીયા અથવા ચવાણા ખવડાવા કરતા બાળકોને ઢોકળા, ઇડલી વિગેરે ખવડાવવાનો આગ્રહ રાખો.

ઘરમાં કબાટોમાં ચીપ્સ, અને બીસ્કીટનો સંગ્રહ રાખો જ નહીં. તમે જમવાના સમયે બાળકના સ્વાદનું થોડું ધ્યાન રાખશો તો તે અવારનવાર નાસ્તા કરવાનું બંધ કરશે. જેમ કે જો શાકભાજીના ખાતા હોય તો સ્ટફ્ટ પરાઠા આપી શકો અથવા બધા શાક ભેગા કરીને પણ બનાવી શકો. બાળકને ગળ્યું ભાવતુ હોય તો ખીર, અથવા વેડમી જેવી વસ્તુઓ બનાવી શકાય.


– વધુ પડતાં ગળ્યા પીણા જેમ કે શરબત અથવા કોલ્ડડ્રીંક્સથી બાળકોને દૂર રાખવા. તેના કરતાં તેમને ઠંડુ દૂથ અથવા પાણી પીવા માટે સમજાવો. રોલમોડલ બનો બાળકને હેલ્ધી ખાવાનું સમજાવતા પહેલા તમે હેલ્ધી ખાતા શીખો. તમારા બાળકો તમે જે ખાશો તે જ ખાતા શીખશે. તમે પોતે જ જો સમયસર જમતા હશો, ફળફળાદી, શાકભાજી બરાબર ખાતા હશો તો બાળકો પણ તેમજ ખાતા શીખશે. આ ઉપરાંત તમે પણ વધુ પડતી માત્રામાં તેમની સાથે ખાવાનું રાખો નહીં. જેમ કે જમ્યા પછી કંઈક આડુ અવળુ ખાવું.

નાસ્તો કરવા કરતા બાળકને સમજાવો કે આ ચીજ છે તો સ્વાદીષ્ટ પણ આટલું જમ્યા બાદ હવે નાશ્તો કરાય નહીં. તમે જો કાયમ તમારા શરીરની કે ફીગરની ચીંતા કરતા હોવ તો પણ ખોટા ડાયટ અથવા ભૂખમરો કરીને તમારા બાળકને તેવું કરવા પ્રેરશો નહીં.


જમતાં જમતાં ઝઘડો ના કરો – ખોરાકના માધ્યમને લઈને ઝઘડા કરવા નહીં. બાળકોને ખાવા માટે ફોર્સ કરવા કરતાં તેમના ટેસ્ટને સમજીને તેમને ભાવે તેવું અથવા તેને તે ખોરાકની શરીર માટે ઉપયોગીતા સમજાવીને ખાવા માટે સમજાવો. બાળકને તેની ભૂખ સમજવા દો. વગર ભુખે તેને ખાવા માટે ફોર્સ કરો નહીં. બાળકને તમે પીરસેલું ખાવાનું પુરુ કરવાનો આગ્રહ કરો નહીં. તેના કારણે તે વગર ભુખે ખાતા શીખશે. ખાવાનું તમારા પ્રેમનું પ્રતીક નથી તમારો પ્રેમ તમે તમારો કિંમતી સમય આપીને અથવા તેને હુંફ આપીને બતાવી શકો છો.

રસોડામાં બાળકને ઇનવોલ્વ કરોઃ- મોટાભાગના ઘરના ડિનરમાં આજે શું બનશે તે નક્કી કરવામાં મજા આવે છે. તેમની સાથે બેલેન્સ મીલ પ્લાન કરવાનું રાખો. તરુણ બાળકોને ઘરની વસ્તુઓ લાવવા માટે ઇન્વોલ્વ કરો. દુકાનમાંથી વસ્તુઓ ખરીદતી વખતે વસ્તુઓ પરનાં લેબલ પર ખોરાક વિશેના ન્યુટ્રિશન્ટ ફેક્ટ્સ વાંચવા તેમને સમજાવો. સ્કુલના નાસ્તામાં પણ બાળકને સમજાવી હેલ્ધી ખાવાનું મુકો. નાની નાની ટેવો તેમને મોટા થઈને હેલ્ધી ખોરાક ખાતા શીખવશે.


ઘણીવાર બાળકોના ભણતરના કારણે તેમને સાથે જમવાનો સમય મળતો નથી, પરંતુ તેઓ પણ અંદરથી તો પોતાના પેરેન્ટ્સ સાથે વાતો કરવા અને જમવા તત્પર હોય છે. બને તેટલો વખત સાથે જમવા માટે બંનેનો સમય અનુકુળ કરવાનો પ્રયત્ન કરો. તેમને તમારી સાથે જમવા માટે તૈયાર કરવા.
– બાળકોના મિત્રોને તેમની સાથે જમવા આમંત્રણ આપો. જ્યારે જમવાનું મેનુ નક્કી કરતા હોવ ત્યારે બાળકોને તેમાં ઇનોલ્વ કરો. તેમને ભાવતું અને તેની ઇચ્છા મુજબનું ભોજન તૈયાર કરો. જમતી વખતે તેમને વધુ પડતી સલાહ આપવાનું કે આર્ગ્યુમેન્ટ કરવાનું ટાળો.


– જ્યારે પણ સમય કાઢીને આપણે બાળકો સાથે જમીએ તે સમય ફેમીલી મીલનો કહી શકાય એટલે કે બાળકોને રમીને આવતા મોડું થવાનું હોય તો અડધો કલાક એડજસ્ટ કરીને પણ સાથે જમવાનો આગ્રહ રાખો. ઘરમાં બને તેટલું હેલ્ધી ખાવાનું રાખો બાળકો હોય કે ટીનએજર મોટે ભાગે ઘરમાં પડેલો ખોરાક જ ખાતા હોય છે.

ઘરમાં બને તેટલા વધુ ફળફળાદિ લાવીને રાખો. બાળકોને ભૂખ લાગે ત્યારે ફળ ખાવાનો આગ્રહ રાખો. દરેક ભોજનમાં તેમને ભાવતાં શાક બનાવી ખવડાવવાનો આગ્રહ રાખો.