તમારા બુટમાંથી આવતી દુર્ગંધ ને કહો બાય બાય, આ પાંચ રીત છે અસરકારક..

જૂતામાં આવતી દૂર્ગંધને જરા પણ ખર્ચો કર્યા વિના આ સરળ ટિપ્સ અપનાવીને કહી દો, બાય બાય…

મોટેભાગે આપણે આપણા શરીરમાંથી આવતી પરસેવાની ગંધ અથવા કપડામાંથી આવતી ગંધ દૂર કરવા માટેના કોઈને કોઈ ઉપાય શોધી કાઢીએ છીએ, પરંતુ જ્યારે પગરખાંની દર્ગંધની વાત આવે છે, ત્યારે ભાગ્યે જ આપણે ઘણી વાર કોઈ સરળ રસ્તો શોધી કાઢવાનો પ્રયાસ કરીએ છીએ અથવા તો એવું જ માની લઈએ છીએ કે તે ગંધ દૂર કરવા માટે કોઈ ઉપાય જ નથી હોતો.

image source

બીજી તરફ બનતું એવું પણ હોય છે કે આપણાં વપરાશના પ્રમાણમાં આપણે જૂતાની કાળજી નથી રાખતાં પછી પરિણામે જ્યારે તે વધુને વધુ ગંદા થઈ જાય છે ત્યારે તેને લાંબો વખત સુધી આપણે તેને વાપરી શકતાં જ નથી. પરિણામે તેને ફેંકી દેવાનો વારો આવે છે અથવા તો આપણાં શૂ રેકમાં પડી રહે છે, કારણ કે તેની યોગ્ય સફાઈના અભાવે તે પહેરવા લાયક નથી રહેતા.

image source

જૂતા સસ્તા હોય કે મોંઘા બ્રાન્ડેડ કંપનીના કેમ ન હોય પરંતુ તેની કાળજી રાખવી ખૂબ જ અગત્યની છે. વળી, તે કયા પ્રકારના છે, તે પણ જોવું રહ્યું. જેમ કે જૂતા સ્પોર્ટ શૂઝ છે કે પાર્ટી વેર. ઓફિસ વેર છે કે પછી મોનસૂન વેધર પ્રુફ છે, તે પ્રમાણે તેની સફાઈ કઈરીતે કરવી એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. તેથી જ આજે અમે તમને કોઈ પણ ખર્ચ કર્યા વિના તમારા પગરખાંની ગંધથી કેવી રીતે છુટકારો મેળવાય એની કેટલીક ટીપ્સ જણાવીશું, જેને તમે સરળતાથી અપનાવી શકો છો અને તમારાં મોંઘાં જૂતાઓને નવું રૂપ આપી શકો છો.

જૂતામાં આવતી ગંધનું કારણ ઓળખો

image source

પગરખાંમાંથી આવતી ગંધ દૂર કરતા પહેલા તમારા પગરખાં તપાસો. તેમાં દૂર્ગંધ આવવાનું કારણ શું છે તે જાણો. જો તમારા જૂતાના ઇનસોલ્સ એટલે કે અંદરના તળિયાં નરમ થઈ ગયેલા હોય અથવા તૂટેલા હોય છે, તો તેને સૌથી પહેલાં ખુલ્લી હવામાં કે તડકામાં સૂકવી લો. અને ત્યાર બાદ નવા ઇનસોલ્સ ખરીદો જે ખાસ કરીને બેક્ટેરિયાના વિકાસને રોકવા માટે બનાવવામાં આવ્યા હોય એવા ખરીદશો. જેથી તેમાં ફરીથી જીવાત ન ઉત્પન્ન ન થાય અને જૂતા સ્વચ્છ રહે છે.

તમારા જૂતાને હીટરની નજીક અથવા સૂર્યમાં સુકાવો

image source

જો તમારા જૂતામાં વાસ આવતી જણાય તો તેને દૂર કરવા માટે સૌથી પહેલાં તો જૂતાની દોરીઓ કાઢી નાખો અને તેના અંદરના સોલ બહાર કાઢી લો (શૂઝના અંદરનું કાપડ કાપડ) જેથી શુઝ ઝડપથી સુકાઈ શકે. આનું એક જ કારણ છે કે પરસેવાથી ભીના થયા હોય કે વરસાદને લીધે ભીજાયેલા જૂતાને ઝડપથી કોરા કરી દેવા જોઈએ. યાદ રહે પગરખાંને સુકા રાખવાથી ગંધ પેદા કરતા જીવાણુઓને વધતા અટકાવે છે.

દેવદારનાં લાકડાંનાં ઇનસોલ્સ ખરીદવા જોઈએ…

image source

આપને જાણીને નવાઈ લાગશે કે દેવદારના લાકડામાંથી બનાવેલા ઇનસોલ્સ એન્ટિફંગલ હોય છે અને તે જૂતામાં રહેલી ગંધને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય દેવદારની સુગંધ એકદમ તાજગી સભર હોય છે અને તે વાતાવરણને હળવાશ ભર્યું પણ રાખતું હોય છે, તેથી તે જૂતામાંથી આવતી દુર્ગંધ દૂર કરવામાં અને બેક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદગાર છે.

સોફ્ટ ફેબ્રિક અથવા કન્ડિશનર શીટનો ઉપયોગ કરો

image source

તમારા હાથમાં શુઝ સાફ કરતી વખતે એક કે બે ફેબ્રિક સોફ્ટનર અથવા કન્ડિશનર શીટ્સ (જેનો ઉપયોગ તમે ડ્રાયરમાં કરો છો) દબાવો અને રાખો અને પગરખાંનો ઉપયોગ કર્યા પછી, તેમને તેમાં રાખો. આ રીતે પગરખાંને સાચવશો તો તેમાંથી સારી સુગંધ આશે અને તેનો એક ફાયદો એ પણ રહેશે કે પગરખાંની અંદરનો ભેજ તે શોષી લેશે.

ખાટાં ફળોની છાલ રાખો

image source

તાજા નારંગી, લીંબુ અથવા મોસાંબી જેવાં ખાટાં ફળોની છાલને પગરખાંની અંદર મૂકો. તાજાં લીંબુની છાલ રાખવાથી, તેમાં હાજર કુદરતી તેલીય તત્વને લીધે તેમાંથી સારી સુગંધ આવે છે. તમારા પગરખાંમાં તાજા સાઇટ્રસની છાલ રાત આખી રાખો અને તેનો પહેરવામાં ઉપયોગ કરતા પહેલા તેને કાઢી લો. તમે અનુભવશો કે આમ કરવાથી તમારા જૂતાને પહેલા કરતાં વધુ સારી સુગંધ આવતી લાગશે. જો તમે ઇચ્છો, તો તમે લવંડર તેલના બે ટીપાં પગરખામાં મૂકી શકો છો. આ પગરખાંમાંથી એક સરસ સુગંધ આપશે.

ટેલ્કમ પાઉડર છાંટો

image source

તમારા જૂતા સુકાઈ જાય ત્યાર બાદ જો તેને જૂતાના કબાટમાં રાખી મૂકવા ઇચ્છો છો અથવા તો થોડા દિવસ સુધી તેને વાપરવા નથી માંગતા તો તમારા જૂતામાં તમે મોં ઉપર ચોપડવાનો સુગંધિત ટેલ્કમ પાઉડર છાંટી દેવો જોઈએ. આમ કરવાથી તેમાં જીવાત નહીં પડે, સુગંધ પણ આવશે અને જ્યારે પહેરવાનો વારો આવશે ત્યારે એકદમ ફ્રેશ રહેશે. પહેરતી વખતે જૂતા અંદરથી ચીકણાં નહીં લાગે.

image source

આ બધી જ સરળ ટિપ્સ અનુસરશો તો પણ તમારો એક પણ પૈસો તેના પાછળ ખરચ નહીં થાય અને તમારા વારંવાર નવા જૂતા લેવાનો ખરચ પણ બચી જશે. જો તમારા જૂતામાંથી દૂર્ગંધને બદલે ફ્રેશ સ્મેલ આવશે તો તમારી પર્સનાલીટીમાં પણ ફરક પડશે. કોઈ ઓફિસિયલ મિટિંગમાં કે પાર્ટીમાં જતી વખતે સૌથી પહેલાં એ જરૂર તપાસી લેવું જોઈએ કે તમારા જૂતામાં દૂર્ગંધ તો નથી આવતી ને?

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ