દરેક મહિલાના સ્માર્ટફોનમાં આ 5 એપ હશે તો ક્યારેય કોઈ સમસ્યા નહિ આવે.

આજકાલ મોટાભાગના કામ મોબાઈલ પર ડાઉનલોડ કરેલી એપ દ્વારા ફટાફટ કરવામાં આવે છે. કોઈ સ્વાદિષ્ટ રેસીપી જોવાની હોય કે મેકઅપ શીખવાનો હોય કે સ્વાસ્થ્ય સંબંધી માહિતી મેળવવાની હોય, ઓનલાઇન શોપિંગ કરવાનું હોય, વજન ઉતારવા ટીપ્સ જોઈતી હોય કે સુંદરતાની માવજત કરવા અંગેની જાણકારી મેળવવી હોય , વ્યવસાય સંબંધી માહિતી જોઈતી હોય અથવા તો કંઈક નવું જાણવું ,સમજવું અને શીખવું હોય તો મોબાઈલ સૌથી ઉત્તમ માર્ગદર્શક સાબિત થાય છે.

image source

પણ હા, આ ભાગદોડ ભરી જીંદગીમાં એવી દરેક જુદી જુદી એપ્સ શોધવાનું અને ડાઉનલોડ કરવાનો સમય સ્માર્ટ ફોન વાપરતી સ્માર્ટ મહિલાઓ પાસે ક્યાં હોય છે? અને એટલે જ અમે આવી સ્માર્ટ મહિલાઓ માટે સ્માર્ટ એપ્લિકેશન લઈને આવ્યા છે જેને ડાઉનલોડ કરવાથી મહિલાઓનો સમય બચી શકે છે અને સલામતી વધી શકે છે.

image source

સમય પસાર કરવા માટે સોશિયલ નેટવર્કિંગની ઘણી ટાઈમપાસ એપ્સ તો લગભગ દરેક ફોનમાં મળે છે .પરંતુ કેટલીક એપ્સ એવી પણ છે જે અન્ય ઘણી વાતો માં ઉપયોગી સાબિત થાય છે ,એવી મહત્વની એપ્સ વિશે આપણે જાણકારી મેળવીએ.

માય સેફ્ટી પીન:

image source

મહિલાઓને સલામતી પૂરી પાડતી માય સેફટી પીન એપ દરેક મહિલાના મોબાઈલમાં હોવી જરૂરી છે. આ એપ જીપીએસ ટ્રેકિંગ, ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર, સેફટી રૂટ અંગેની ‌ માહિતી પૂરી પાડે છે. માય સેફટી પીન એપ અસલામત એરિયાની જાણકારી આપે છે ,જેથી તમે પોતે તો સલામત રહી શકો પરંતુ પોતાના પરિવાર અને મિત્રને પણ પોતાને ટ્રેક કરવા માટેની માહિતી મોકલી પણ શકો. આ ઉપરાંત મહિલાઓની સલામતી માટે રક્ષા તથા હિંમત પ્લસ જેવી એપ પણ ઉપલબ્ધ છે.

અરબન ક્લેપ

image source

અર્બન કલેપ અતિ જાણીતું નામ છે. હાઉસવાઈફ માટે અતિ ઉપયોગી અને મહત્વની અરબન ક્લેપ એપ પ્લમ્બર થી માંડીને કાર્પેન્ટર ,ઇલેક્ટ્રિશિયનની સુવિધા પૂરી પાડે છે. અરબન ક્લેપને કારણે ગૃહિણીએ ઘરના નાના મોટા કામ માટે ઘરના અન્ય સભ્ય ઉપર આધારિત રહેવું પડતું નથી. આ એપ દ્વારા ઘરની મહત્વની કામગીરી માટેના પ્રોફેશનલ ઉપલબ્ધ થઇ શકે છે. ઉપરાંત કયા કામ માટે કેટલું મહેનતાણું ચૂકવવું જોઈએ એની માહિતી પણ અરબન ક્લેપમાં ઉપલબ્ધ છે.

મેડી સેફ મેડ્સ એન્ડ પીલ રિમાઇન્ડર :

image source

ઘણી વાર એવું બનતું હોય છે કે રોજ-બ-રોજની ભાગદોડની અંદર વ્યસ્ત રહેવાને કારણે જરૂરી દવાઓ સમયસર લેવાનું ભૂલી જવાય છે . ઘણીવાર દવાઓની શરતચૂક ગંભીર બીમારીઓને આમંત્રણ આપી બેસે છે. મેડી સેફ એવી એપ છે જે શરીરના બ્લડપ્રેસર ,ગ્લુકોઝ લેવલ તથા અન્ય ગતિવિધિ પર ધ્યાન આપીને સમયસર દવા, વિટામિન્સ ટેબલેટ અને અન્ય સપ્લિમેન્ટ માટેના નોટિફિકેશન મોકલી દવા લેવાનું યાદ આપે છે.

પિરિયડ ટ્રેકર

image source

આ નામ પરથી જ જાણી શકાય છે કે મહિલાઓને આવતા માસિક કેલેન્ડર અંગેનો અહેવાલ આ એપ પરથી જાણી શકાય છે. મહિલાઓના પિરિયડ કેલેન્ડરને ટ્રેક કરતી આ એપ માસિક અંગેનો રેકોર્ડ રાખે છે. માસિકની ભૂલાઈ ગયેલી તારીખ પિરિયડ ટ્રેકર એપ યાદ આપે છે. પ્રેગનેન્સી અંગેનો અહેવાલ પણ આ એપ મેન્ટેઈન કરે છે.

એટ ફીટ

image source

જો તમારે પોતાની ફિટનેસ ઉપર ધ્યાન આપવું છે અને કોઈપણ કારણોસર એ શક્ય નથી બનતું તો આ ફિટનેસ એપ તમારા માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. ફિટનેસ એપમાં ન્યુટ્રીશન સંબંધી, ફિટનેસ સંબંધી, કસરત સંબંધી વિડીયો, ગાઇડલાઇન તથા એ અંગેની શૈક્ષણિક માહિતી પણ મળી રહે છે. જેમાંથી શીખીને કસરત કરવાથી, ડાયેટ ચાર્ટ ફોલો કરવાથી શારીરિક સ્વાસ્થ્ય ની જાળવણી કરી શકાય છે. વજન વધારવા અને ઉતારવામાં પણ ફિટનેસ એપ ઉપયોગી બને છે.

181 હેલ્પલાઇન એપ

image source

મહિલાઓની સુરક્ષા અને તત્કાળ મદદ માટે 181 અભયમ એપ લોન્ચ કરવામાં આવી છે.ગુજરાતમાં કોઈપણ સ્થળે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને આ એપ દ્વારા ગણતરીની મિનિટોમાં સહાય પૂરી પાડવા માટે શરૂકરવામાં આવેલી એપ પણ મોબાઈલમાં રાખવી હિતાવહ છે.

image source

રસોઈની રાણી જેવી એપ પણ ફટાફટ મનપસંદ રસોઈ બનાવવા અને વિવિધ વાનગીનો રસથાળ શીખી પરિવારજનોનું દિલ જીતી લેવા ઉપયોગી એપ છે.

બસ તો, ફટાફટ ફોન ઉઠાવો અને અતિ ઉપયોગી આ એપ ડાઉનલોડ કરી સલામતી અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ