તમારા રસોડામાં રહેલ બટાકાથી બનશે તમારો ચહેરો ચમકદાર અને થશે દરેક ડાઘ ધબ્બા દુર…

ચહેરા પરના કાળા ધબ્બા, ડાઘા અને ખીલના ડાઘા માટે બટેટાનો અકસીર ઉપાય

ચહેરા પરના ખીલ તેની પાછળ તેના ડાઘ છોડી જાય છે અને તેને દૂર કરવા ઘણા અઘરા હોય છે. પણ જો તમે તેના માટે બટાટાનો ઉપયોગ કરશો તો તેના સિવાય બીજો કોઈ ઉત્તમ ઉપાય તમને નહીં મળે. બટાટું તમારી ત્વચાને એક સરખો ટોન આપે છે અને તમારી ત્વચાને ઉજળી બનાવે છે અને તમારા ચહેરા પરના ડાઘ-ધબ્બાને દૂર કરી તમારી ત્વચાને એકસરખી બનાવે છે.

આજની આપણી આ પોસ્ટમાં અમે તમને પોટેટો માસ્ક બનાવતા શીખવીશું અને સાથે સાથે તેના ફાયદાઓ વિષે પણ જણાવીશું.

બટાટામાં વિટામીન એ, સી, બી સમાયેલા હોય છે જે ચામડીને અકાળે વૃદ્ધ થતા અટકાવે છે અને તેના પરની કરચલીઓને પણ દૂર રાખે છે. ઉલટાનું જો તમે બટાટાનો આ પ્રયોગ નિયમિત કરશો તો તમારી ત્વચા તેની ઉંમર કરતા યુવાન લાગશે.

કાચ્ચું બટાટું ત્વચા પરના કાળા ધબ્બા, ખીલ પછી રહી ગયેલા ડાઘ, કાળી થઈ ગયેલી ત્વચા વિગેરે પર અસરકારક રીતે કામ કરે છે.

બટાટામાં એન્ઝાઈમ્સ સમાયેલા હોવાથી તે ત્વચાને ઉજળી બનાવે છે તેમ જ કોઈ પણ રીતે ત્વચાનો રંગ ઉડી ગયો હોય અથવા તે કાળી થઈ ગઈ હોય અથવા તો ત્વચાનો ટોન બદલાઈ ગયો હોય તો તે તેને દૂર કરે છે. તે તમારી ત્વચાની ચમકને બરકરાર રાખે છે અને તમારી ત્વચાને સમસ્યાઓથી જોજનો દૂર રાખે છે.

બટાટામાં કુદરતી એન્ટી એજિંગ તત્તવ સમાયેલું હોય છે માટે જ તેને ત્વચાને લગતી સમસ્યાઓના નિવારણ માટે ઉત્તમ માનવામાં આવે છે.

તો ચાલો બનાવીએ પોટેટો ફેસ માસ્ક

1 મોટી ચમચી છીણેલુ અથવા તો ક્રશ કરેલું બટાટુ

2 મોટી ચમચી દહીં

1 મોટી ચમચી ચોખાનો લોટ.

ઉપર જણાવેલી ત્રણ વસ્તુની જરૂર તમને આ પેક બનાવવામાં પડશે. પેક બનાવવાની રીત જણાવતા પહેલાં અમે તમને આ ત્રણે સામગ્રીઓની ખાસિયતો જણાવી દઈએ.

બટાટા વિષે તો અમે તમને જણાવી જ દીધું છે.

દહીં – દહીં તમારી ત્વચામાં રહેલા તેલને બેલેન્સ કરવાની ખાસિયત હોય છે. તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાનું તેલ ધીમે ધીમે ઓછું થશે એટલે કે બેલેન્સ થશે. તેમાં રહેલા સારા જીવાણુઓ ખીલ થવા માટે કારણરૂપ સૂક્ષ્મજીવો સામે રક્ષણ આપશે.

ચોખાના લોટનો લેપ લગાવવાથી તમારી ત્વચાની મૃત ચામડી દૂર થઈ જાય છે અને તમારી યુવાન ત્વચાને બહાર લાવે છે તેમજ તેના ટોન પણ સુધારે છે.

પોટેટો પેક બનાવવાની રીત-

ઉપર જણાવેલી બધી જ સામગ્રી એટલે કે 1 મોટી ચમચી છીણેલા અથવા ક્રશ કરેલા બટાટા, એક- ડોઢ મોટી ચમચી દહીં અને એક મોટી ચમચી ચોખાનો લોટ લઈ તેને બરાબર મિક્ષ કરી લેવું.

હવે તૈયાર થયેલા ફેસપેકને તમારા ચહેરા તેમજ ડોક પર લગાવો. આંખથી દૂર રાખો. એ વાતનું ખાશ ધ્યાન રાખો કે તમારા મોઢાની આસપાસ આ પેકનો જાડો થર લગાવો કારણ કે ચહેરા પર સૌથી વધારે તે ભાગમાં ત્વચાનો રંગ વધારે ડાર્ક હોય છે.

પેક લગાવી લીધા બાદ તેને અરધો કલાક તેમ જ રાખવો. સુકાઈ ગયા બાદ તેના પર ગુલાબ જળનો છંટકાવ કરો અને ધીમે ધીમે હળવા હાથે તમારા ચહેરા પર મસાજ કરો જેથી કરીને જુની ત્વચા દૂર થઈ જાય અને નવી ત્વચા બહાર આવે.

આમ ચાર-પાંચ મિનિટ કરો અને પછી ફેસપેક ધોઈ લો. હવે તેને નેપ્કીનથી હળવા હાથે દબાવીને લૂછી લો. ત્યાર બાદ ચહેરા પર સારી ગુણવત્તાવાળું મોશ્ચરાઇઝર લગાવી લો. જો તમારી ત્વચા સૂષ્ક હોય તો તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.

આ પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો. પણ તેને નિયમિત કરવાથી તમને અણધાર્યું પરિણામ મળશે. જો કે તમારે કોઈ પણ આવા પેક વાપરતા પહેલાં તમારા હાથ પરના નાનકડા ભાગ પર તેનો પ્રયોગ કરી લેવો જોઈએ. જેથી કોઈ એલર્જી હોય તો ચહેરાને નુકસાન ન થાય.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ