તમારા બાળકોને પણ તમે તમારાથી આગળ અને વધુ ઉંચાઈ પર જોવા માંગો છો? પહેલા આ વાંચી લો…

હું જયારે બાળકોને ટયુશન કરાવતી ત્યારે મારા ઘરે કોઈ પણ બાળક રડતું આવતું નહી બધા બાળકો હસતા હસતા આવે કારણ મારા ઘરે ફ્રી વાતાવરણ મેં ક્યારેય બાળકો ને માર્યા કે ગુસ્સે થઇ હોય તેવું મને યાદ નથી જેટલા પણ બાળકો આવતા બધા જ ખુબ ખુશ રેહતા હોંશે હોંશે ભણતા એનું કારણ એ પણ હતું કે હું એ બાળકોને કઈ પણ કરે તો પણ રોક્તી નહી ને એમને જે ધીંગા મસ્તી કરવી હોય તે કરવા દવ મને એ નિર્દોષ બાળકોને જોઈ આંનદ થતો અને એમનું ખીલ ખિલાટ હાસ્ય મને ગમતું ઘણી વાર મને બાળકો કેહતા મેડમ આજે ભણવું નથી તો શું કરી શું???


તો બધા કહે મસ્તી કરીશું વાતો કરીશું અને હું એક દિવસ એમની માટે મસ્તી અને વાતોનો કાઢતી અને જેવા 2 કલાક પુરા થાય એટલે હું એમ કહું વહાલા બાળકો ઘરે જાવ અને કાલે આટલું મોઢે કરી લાવજો અને એ અચૂક કરી લાવે મને એવું લાગે છે કે બાળકોને બીક કે દાબ માં રાખવાને બદલે એમને મુક્ત રીતે રાખવા જોઈએ તોજ તમેં તેમને તમારી રીતે વાળી શકો નાના ભુલકા નિર્દોષ હોય છે એને શું બિવડાવાનું??એને પ્રેમ થી રાખવાનું એને હુંફ ની જરૂર હોય છે.

Indian girls walk to a school at Burha Mayong village about 45 kilometers (28 miles) east of Gauhati, India, Thursday, April 9, 2015. According to the UNESCO Education for All Global Monitoring Report 2015, only half of all countries have achieved the most watched goal of universal primary enrollment. The report launched Thursday says, India has reduced its out of school children by over 90% Since 2000. (AP Photo/ Anupam Nath)

એ જયારે સ્કૂલમાં આવે ત્યારે મમ્મી પપ્પા થી એકલું પડી ગયેલું હોય એટલે અ સલામતી અનુભવે ત્યારે એક શિશક જ છે જે તેને પ્રેમ અને હુંફ આપી શકે અને તોજ બાળકને સ્કૂલમાં જવું ગમે છે.મેં એક ટીચર તરીકે જયારે પણ અનુભવ કર્યો છે ત્યારે એકવાત ચોક્કસ જોઈ છે કે તમે બાળક નો આદર કરો તેને પ્રેમ આપો સાચું માર્ગ દર્શન આપો તો બાળક પણ તમને એટલુંજ આદર સન્માન આપે છે અને એ છાપ એ મોટો થાય ત્યાં શુધી રહે છે.


અત્યારે આધુનિક જમાના માં આપણે બાળકોને જાણે આપણી ઈચ્છા પૂર્તિ કરવાનું સાધન બનાવી દીધું છે એ આપણે જે નથી કરી શક્યાં એ બધુજ આપણે આપણા બાળક પાસે કરાવવા માંગીએ છે આપણે એને કોઈ મોકો જ નથી આપતા કે તારે શું કરવું છે.??? બસ તારે એન્જિનિયર બનવાનું તારે ડોક્ટર બનવાનું સારા ટકા લાવવાના જેથી મારુ સોસાયટીમાં એક નામ થાય મારી ઈજ્જત માં વધારો થાય પણ આપણે એની મનોદશા ને જાણવાનો પ્રયત્ન કર્તાજ નથી અને એમાજ ઘણા બાળકો ધાર્યું પરિણામ નથી લાવતા અને પછી માં બાપની ઈચ્છા પુરી ન કરી શકવાને કારણે ઘણી વાર ડિપ્રેશન માં આવી જાય છે.નાસી પાસ થઇ જાય છે.


હું આજે પણ દરેક માતા પિતાને કહું છું તમે તમારા બાળકને જે બનવું હોય તે બનવા દો એને જેમાં રસ હોય તે ભણવા દો એને તમારી સલાહ ની જ્યાં જરૂર છે ત્યાં તમે એને મદદ કરો તમે ફક્ત તમારા બાળકના માતા પિતા બની નેજ વિચારો સમાજને કે સોસાયટી ને એક બાજુ મૂકી દો અને કહો બેટા તારા દરેક નિર્ણય માં હું તારી સાથે છું!!!અને પછી એ બાળક ખુલ્લા દિલે જીવે છે કોઈપણ બોજ વગર મારા માતા પિતા મારી શાથે છે અને એક વાત કરું જયારે તમે તમારા બાળક ને સમજો છો ત્યારે તમારું બાળક તમને સમજે છે જયારે તમારી ઉમર થાય ત્યારે એ તમારી કદર કરશે માટે આજે એને ખીલ ખિલાટ હાસ્ય કરવા દો તમારું બાળક એટલું ખુશ હોવું જોઈએ કે તેને જોઈ તમારો બધો થાક ઉતરી જાય અને આ બધું ત્યારેજ શક્ય છે


જયારે તમે બાળક ને કોઈ પણ અપેક્ષા વગર મોટું કરો બાકી આજના વખત માં તો દરેક બાળકો ભણતરના બોજ નીચે એવા દબાયા છે કે એ ખડ ખડાટ હસવાનું ભૂલી ગયા છે. મને યાદ છે કે મારો દીકરો 10 માં હતો અને કાર્ટૂન જોતો અને એમાં કોઈ એવો સીન આવે તો જોઈ ખડ ખડાટ હસતો અને એના હસવાથી મારુ ઘર ગુંજી ઉઠતું અને મને મારા હુસબંડ કેતા કે જોને આ 10 માં મા આવ્યો તોય કાર્ટૂન જોવે છે અને મજા લેછે અને હું કહેતી તમે પણ એની મજામાં મજા લો બાળક થોડુંક રિલેક્સ થાય એમાં વાંધો શું છે !!! અને એને એની જવાબદારી નું ભાન છે કારણ મારો દીકરો મને કતો મમ્મી તું ટેન્શન ના લે હું બધું બરાબર કરીશ અને અને સાચેજ મેં મારા દીકરાને રેલક્ષજ રાખ્યો છે 10 માં અને 12 મા અને એનું પરિણામ ખુબજ સારું આવ્યું છે એ 10 માં 85 ટાકા લાવ્યો અને 12 માં તો 90 લાવ્યો કોઈપણ બોજરેશન વગર માટે તમે પણ રીલેક્ષ રહો અને તમારા બાળક ને પણ રાખો…


યાદ રાખો તમારું બાળક કોરી સ્લેટ જેવું છે તમે જેવું ભણાવશો તેવું જ એ ભણશે સ્કૂલમાં ટીચર અને ઘરે માતા પિતા તમે જેવું ભણાવશો તેવું એનું જીવન બનશે તો એવું બનાવો કે એનું જીવન ખુશીયો થી ભરાઈ જાય એને એના જીવનમાં આગળ વધવામાં કોઈ તકલીફ ના પડે અને એ દરેક મુસીબત નો સામનો કરવામાં સક્ષમ બને આજ જીવનનું સાચું ઘડતર છે.


લેખક : નયના નરેશ પટેલ.

દરરોજ આવી અનેક માહિતી અને જાણવા અને સમજવા જેવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ