ઘઉં ની કડક મસાલા પુરી – આજે રુચીબેન લાવ્યા છે નાસ્તા માટે બેસ્ટ એવી પૂરી…

ઘઉં ની કડક મસાલા પુરી

ગુજરાતી ના ઘરે ચા પીવા બેસો ને તમને આ ઘઉં ની કડક પુરી ના પીરસાય તો જ નવાઈ !!!!! કોઈ પણ ઋતુ હોય કે કોઈ પણ પ્રસંગ હોય આ પુરી વિના બધું જ અધૂરું.

આટલી લોકપ્રિય પુરી ની રીત પણ ઘણી બધી છે. પોતાના સ્વાદ અને સગવડ પ્રમાણે આ પુરી ની રીત બદલાતી હોય છે. આજે અહીં બતાવીશ મારી રીત..અજમો અને જીરા નો સ્વાદ પુરી ના સ્વાદ માં વધારો કરશે.

સામગ્રી ::

• 1 kg ઘઉં નો લોટ

• 2 ચમચી જીરું

• 1 ચમચી અજમો

• મીઠું

• 1 નાની ચમચી સંચળ

• 3 ચમચી લાલ મરચું

• 1.5 ચમચી હળદર

• 1 નાની ચમચી હિંગ

• 1 વાડકો તેલ (મોયન માટે)

• તળવા માટે તેલ

રીત :


સૌ પ્રથમ જીરું અને અજમો એક નાની કડાય માં લઇ થોડું શેકી લો. ધીમા તાપે એમાંથી સુંગંધ આવે ત્યાં સુધી શેકો. સહેજ ઠંડુ પડે એટલે મિક્સર માં ભૂકો કરી લો. આપ ચાહો તો અધકચરા પણ વાટી શકો.


લોટ ને ચાળી ને મોટી થાળી માં લો. ત્યારબાદ એમાં અજમો અને જીરું નો ભૂકો, મીઠું , સંચળ , હળદર , લાલ મરચું અને હિંગ ઉમેરો.


હાથ થી સરસ મિક્સ કરતા કરતા મોયન પણ ઉમેરી. આપ જો તલ ઉમેરવા ઇચ્છતા હોવ તો અહીં ઉમેરવા.. આપ અહીં ચાહો તો ચીલી ફ્લેક્સ પણ વાપરી શકો. હાથ થી સરસ મિક્સ કરો.


ધીરે ધીરે હુંફાળું પાણી ઉમેરતા જાઓ અને એકદમ કઠણ લોટ બાંધો. સરસ રીતે કુણવો.


બાંધેલા કઠણ લોટ માંથી નાના નાના લુવા તૈયાર કરો.


પાટલા પર નાની નાની પુરી વણો. હાથ થી કે ફોર્ક ની મદદ થી કાણાં કરી લો . જેથી પુરી બહુ ફુલે નહીં અને કડક સરસ બને.

કડાય માં તેલ ગરમ કરો. તેલ એકદમ ગરમ થાય ત્યારબાદ ફૂલ થી મધ્યમ આંચ પર ગુલાબી થાય ત્યાં સુધી તળો.


તળયા બાદ ટીસ્યુ કે પેપર પર પુરી રાખવી જેથી વધારા નું તેલ નીકળી જાય. એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી દો.

ચા સાથે કે સાંજ ના નાસ્તા માં enjoy કરો આ કડક ફરસી મસાલા પુરી ..


નોંધ ::

• મોયન માટે વાપરેલ તેલ અંદાજે 250ml છે. વધારે કે ઓછું આપ આપના સ્વાદ મુજબ ઉમેરી શકો છો .

• આપ ચાહો તો લોટ માં 1 મોટી ચમચી તલ પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.