તમારા રસોડમાં હોઈ શકે છે રાહુદોષ, આ સંકેતોથી આમ ઓળખો…

રસોડુ ઘરનો એ ભાગ હોઈ જ્યાં આખા પરિવારની રસોઈ બને છે. ઘરના દરેક સ્થાનથી વધુ આ સ્થાનને સાફસફાઈથી રાખવાનુ હોઈ છે. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે જો ઘરનું આ સ્થાન રાહુના પ્રભાવમાં આવી જાય છે તો ઘરની ખુશીઓને ખરાબ નજર લાગી જાય છે.

અમુક સંકેતોથી ખ્યાલ આવે છે કે રસોડમાં રાહુનો પ્રભાવ છે આવો જાણીએ ક્યા છે તે સંકેત…

વાસ્તુ શાસ્ત્રને અનુસાર રાહુ તૂટેલા દરવાજા, ઉખેડલા પ્લાસ્ટર, દિવાલોમાં પડેલી તિરાડો, તૂટેલી-ફૂટેલી ચીજો અને અંધારિયા ખૂણમાં રહે છે. જ્યાં રાહુ હોઈ છે ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. રસોડુ વધુ લાંબુ ના હોવુ જોઈએ અને રસોડામાંથી ધુમાડો નિકળવાની પૂરી વ્યવસ્થા હોવી જોઈએ. રસોડાની દિવાલોનો રંગ ઝાંખો થવા લાગે તો તરત કલર કરાવી લેવો જોઈએ.

રસોડાથી રાહુ ભગાડવાના ઉપાય

રસોડમાં પ્રકાશની સારી વ્યવસ્થા કરો જેથી કોઈપણ ખૂણો અંધારિયો ના રહે. દિવાલોમાં તિરાડ પડવા પર તેનાં સમારકામમાં વિલંબ ના કરો. રસોડાને હમેંશા સાફ રાખો. રાત્રે સુતા પહેલા રસોડાની સાફસફાઈ કરી લો. એંઠા વાસણ વોશ બેસીનમાં રાત્રે ના છોડો. સવાર-સાંજ રસોઈ બનાવતા પહેલા રસોડમાં ધૂપદીવા બતાવો.

બુધ્ધિ વિવેક નાશક રાહુની ભયંકર દશામાં આજમાવો રામબાણ ઉપાય

આગળ અમે રાહુની અનિષ્ટ સ્થિતિ બાબતે ચર્ચા શરૂ કરી હતી. છાયા ગ્રહ રાહુ ક્યારે અને કઈ દિશામાં પોતાનો અશુભ પ્રભાવ દર્શાવે છે, તેના પર પણ ઘણું બધુ કહેવામાં આવ્યુ. તેના સાથે જ હવે એ જાણવાનો સમય આવી ચૂક્યો છે કે રાહુ ક્યારે શુભ ફળ પ્રદાતા બને છે તેમજ શુભ સ્થિતિમાં રાહુ કયા પરિણામ આપી શકે છે.

તો સૌપ્રથમ આપણે એ જાણી લઈએ કે રાહુ અથવા કેતુ બન્ને દરેક સ્થિતિમાં સ્વતંત્ર ફળ દેવામાં સક્ષમ નથી પરંતુ આ જે રાશિ અથવા ગ્રહ સાથે યુતિ સબંધમાં હોઈ છે તે અનુસાર ફળ પ્રદાન કરે છે. એટલે જો રાહુ અથવા કેતુ બુધ સાથે બેસશે અથવા કન્યા કે મિથુન રાશિઓ પર એકલા બેસશે તો તેમાં આ રાશિઓ અને યુતો સબંધ ગ્રહોના પ્રભાવ પણ શામેલ થઈ જશે.

હવે આવો માત્ર શુભ પ્રભાવ આપનાર રાહુની ચર્ચા કરીએ. રાહુ ત્રીજા, છઠ્ઠા અને અગિયારમાં ભાવમાં રહેલો હોઈ તો શુભ ફળ પ્રદાતા થઈ જાય છે.

ત્રીજા ભાવમાં સ્થિતિ રાહુ પરાક્રમમાં આશાતીત વધારો કરી દે છે. આવો રાહુ નાના ભાઈને પણ ખૂબ મજબૂતી આપે છે. જો આ ભાવમાં બેઠેલા રાહુને મિત્ર કે શુભ ગ્રહોની દ્રષ્ટિ પ્રાપ્‍ત થાય અથવા તે સ્વયં ઉચ્ચ કે ઉચ્ચભિલાષી હોઈ તો અતિશય માત્રામાં શુભ ફળોની પ્રાપ્‍તિ થાય છે.

છઠ્ઠા ભાવમાં મજબૂત સ્થિતિમાં બેઠેલો રાહુ શત્રુ અને રોગ નાશક બની જાય છે. જો છઠ્ઠા સ્થાન પર શુક્ર અથવા ગુરુ વગેરે શુભ ગ્રહોની દ્રષ્ટિ હોઈ કે આ સ્થાન પર શુક્ર અને રાહુની યુતિ હોઈ તો એવી દશામાં વિશિષ્ઠ શુભ ફળ પ્રાપ્‍ત થાય છે. આવી દશા વાળા જાતકના શત્રુ કાં તો હોતા નથી અને જો હોઈ છે તો હારીને સમર્પણ કરી દે છે. આ જ નહિ આવા જાતક શારિરીક રુપથી ખૂબ હષ્ટપુષ્ટ હોઈ છે તેમજ બિમારી વગેરે સમસ્યાઓ તેનાથી કોસો દૂર રહે છે.

એકાદશ સ્થાન પર મજબૂત થઈને બેઠેલો રાહુ પણ શુભતામો ઘોતક છે. આ સ્થિતિમાં સબંધિત જાતકને વેપાર-ઉધોગ, સટ્ટા-લોટરી, શેર બજાર વગેરેમાં એકાએક ભારે પ્રમાણમાં લાભ પ્રાપ્‍ત થાય છે. આવા જાતક શત્રુ નાશક તો હોઈ જ છે સાથે જ જીવનોવ્યપારમાં પણ સફળ રહે છે.

આવો હવે જાણીએ કે જો રાહુ કુંડલીમાં અશુભ સ્થિતિમાં બેઠો હોઈ તો શું ઉપાય કરવામાં આવે જેથી ભાવિ કે ચાલી રહેલી સમસ્યાઓનું નિવારણ થઈ શકે..

૧.ૐ રાં રાહવે નમ: રોજ એક માળા કરો.

૨.નવ કેરેટનો ગોમેદ (ગોમતીચક્ર) પંચધાતુ અથવા લોઢાની વિંટીમાં મઢાવી લો. શનિવારે રાહુના બીજ મંત્ર દ્બારા વિંટી અભિમંત્રિત કરીને જમણા હાથની મધ્યમા આંગળીમાં ધારણ કરી લો.

રાહુ બીજ મંત્ર :- ૐ ભ્રાં ભ્રીં ભ્રોં: રાહવે નમ: (૧૦૮ વાર)

૩. દુર્ગા ચાલીસાના પાઠ કરવા.

૪. પક્ષીઓને રોજ બાજરો ખવડાવો.

૫.સપ્ત ધાન્યનું દાન સમય-સમય પર કરતા રહેવુ.

૬.એક નાળિયેર અગિયાર આખી બદામ કાળા વસ્ત્રમાં બાંધીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો.

૭.શિવલિંગ પર જળાભિષેક કરવો.

૮.પોતાના ઘરના નૈઋત્ય ખૂણામાં પીળા રંગના ફૂલ જરૂર લગાવવા.

૯.તામસિક આહાર અને દારૂનું સેવન બિલકુલ ના કરવુ.

૧૦. ૐ એં હ્રીં ક્લીં ચામુણ્ડાયે વિચ્ચૈ. ૐ ગ્લૌ હું ક્લીં જૂં સ: જ્વાલય જ્વાલય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ, એં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે જ્વલ હં સં લં ક્ષં ફટ સ્વાહા॥

આ મંત્રને વિશુદ્ધ ઉચ્ચારણ સાથે મોટા અવાજમાં આખી રાહુની દશા દરમિયાન કરો.

ધ્યાન રહે કે રાહુની વક્ર દ્રષ્ટિ કે અશુભ સ્થિતિ માણસને સંકટાપન્ન કરી દે છે. વિવેક બુધ્ધિનો હ્રાસ થઇ જાય છે તેમજ આવી દશામાં જાતક નિરુપાય રહી જાય છે. એટલે તે પોતે પ્રયત્ન હીન થઈને ઉલ્ટા કઢંગી નિર્ણય લેવા લાગે છે. અહીં પર પીડિત જાતકને બંધુ બાંધવોને જોઈએ કે યથાશક્તિ તેને અવલંબન પ્રદાહ કરે અને રાહુની અશુભ દશાના અારંભ પૂર્વ જ તેનાથી બચવા અને નિવારણના ઉપાય શરુ કરાવી દે.

રાહુ કેતુના અશુભ પ્રભાવને દૂર કરો

રોજ રાત્રે સુતા પહેલા તમે હુંફાળા પાણીમાં મીઠુ ઉમેરીને હાથ-પગ ધોઈને સુવો. આવુ કરવાથી રાહુ શાંત થાય છે અને અનાવશ્યક કષ્ટોથી મુક્તિ મળે છે. સાથે જ મીઠુ શરીરના દુખાવાને દૂર કરે છે અને તણાવ મુક્ત રાખે છે. તેનાથી તમે રાત્રે શાંતિની ઉંઘ લઈ શકશો અને સવારે ફાલ્તૂ મુશ્કેલીઓથી દૂર રહી શકશો.

ઘરમાં રાખો રોક સોલ્ટ લેંપ

રોક સોલ્ટ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક છે. આમાં આયરન-સોડિયમ સાથે જ શરીર માટે ઘણા જરૂરઇ પોષક તત્વો રહેલા હોઇ છે. આ રોક સોલ્ટથી બનેલો લેંપ ઘરના વાતાવરણને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘરમાં રોક સોલ્ટ લેંપ રાખવા પર રાહુ દોષમાં લાભ મળે છે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ