કોફી પીવાના નહીં પણ તેને ત્વચા પર લગાવવાના ફાયદા જાણો, કોફીના ઉપયોગથી થોડી જ વારમાં તમારી ત્વચા ચમકવા લાગશે

આ યુવતિએ કોફીનો એવો અદ્ભુત ઉપયોગ કર્યો કે માત્ર થોડીક જ મિનિટમાં તેણી અત્યંત સુંદર લાગવા લાગી.

શું તમારી ત્વચા જાંખી અને થાકેલી લાગે છે ? ક્યારેક ક્યારેક તમારા ચહેરા પર થઈ આવતા ખીલ તમારી સુંદર, નિર્મળ, સુંવાળી ત્વચાના સ્વપ્નને રોળી નાખે છે ? તો પછી સમય થઈ ગયો છે કે તમે તમારી ત્વચાને લગતી બધી જ સમસ્યાઓને ટાટા-બાય બાય કરી દો – કોફીના ઉપયોગથી. હા, બિલકુલ ! તમારું પ્રિય પીણું એટલે કે તમને સવારના પહોરમાં સ્ફૂર્તિમાં લાવતી કોફી તમારી ત્વચા માટે પણ ગુણકારી છે તે જાણીને તમને નવાઈ લાગશે. કોફી એન્ટિઓક્સિડન્ટ્સની બાબતમાં ખુબ જ સમૃદ્ધ છે, અને તે જ કારણ છે કે તે એકલી જ મોટા ભાગના સૌંદર્ય પ્રસાધનોને ટક્કર મારે તેમ છે. માત્ર આ માસ્ક તેમજ સ્ક્રબનો નિયમિત ઉપયોગ કરો અને તમે જાતે જ તેનું અદ્ભુત પરિણામ જોઈ શકશો.

અહીં અમે તમારી સાથે જે રેસિપિ શેયર કરવા જઈ રહ્યા છીએ તે ખુબ જ સરળ છે, પણ તેનું પરિણામ ફેશિયલ કરતાં પણ ઉત્તમ આવે છે. કોફીનું સ્ક્રબ તમારી ત્વચા પરના બધા જ પ્રકારના ડેડ સેલ્સ દૂર કરી નાખશે, અને તેનું માસ્ક તમારી ત્વચાને પહેલાં કરતાં ક્યાંય સુંવળી અને સ્મૂધ બનાવશે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત વિષેઃ

સામગ્રીઃ

½ ટેબલ સ્પૂન કોફી પાવડર

½ ટેબલ સ્પૂન કોપરેલ તેલ

4 ટેબલ સ્પૂન દૂધ (બને તો ઓર્ગેનિક)

½ ટેબલ સ્પૂન કોકોઆ પાવડર

સ્ક્રબ માટે

½ ટેબલસ્પૂન કોફી પાવડર

½ ટેબલસ્પૂન મધ

કેવી રીતે તૈયાર કરવું

1. દળેલી કોફીમાં મધ નાખી બરાબર મિક્સ કરી લો.

2. તમારું સ્ક્રબ તૈયાર છે. તેને એક બાજુ મુકી દો.

3. હવે બાકીની દળેલી કોફી કોપરેલ તેલમાં મિક્સ કરી લો.

4. હવે ઉપરના મિશ્રણમાં કોકોઆ પાવડર અને દૂધ મિક્સ કરી લો.

5. તમારો માસ્ક તૈયાર છે.

તેનો ઉપયોગ

1. સ્વચ્છ સુંવાળુ કપડું હુંફાળા પાણીમાં પલાળો. તેને નિચોવી તેને તમારા ચહેરા પર મુકો. ધ્યાન રાખો – તે વધારે પડતું ગરમ ન હોવું જોઈએ. હવે તેને તમારા ચહેરા પરથી હટાવી લો.

2. હવે તૈયાર કરેલો માસ્ક તમારા ચહેરા તેમજ ડોક પર લગાવો. તેને 20 મિનિટ માટે તેમ જ રાખી મુકો.

3. હવે તમારા હાથમાં સ્ક્રબ લો, તેને થોડું ભીનું કરો, હવે તમારા ચહેરા પર સ્ક્રબીંગ કરો.

4. આમ એક બે મિનિટ કરો.

5. હવે ચહેરો પાણી વડે ધોઈ લો.

બસ ! થઈ ગયું. ગરમ પાણીમાં ડુબાડેલું કપડું તમારા છીદ્રોને ખોલશે અને પછી માસ્ક તેનો જાદું ફેલાવશે. માસ્ક ધોતી વખતે સ્ક્રબનો ઉપયોગ ખુબ જ સારી રીતે કામ કરે છે. તેનાથી ત્વચા પરની મૃત ચામડી દૂર થઈ જશે અને તમને એક સુંદર ચમકતી ત્વચા મળી જશે.

તે કેવી રીતે કામ કરે છે

SONY DSC

1. કોફી

કોફી તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને ત્વચાને સુંવાળી તેમજ સ્મુધ બનાવે છે. તેમાં રહેલું કેફિન ચરબીના કોષોને શુષ્ક બનાવે છે, અને તેની પ્રક્રિયામાં સેલ્યુલાઇટનો ઘટાડો કરે છે. કોફીમાં દાહરોધી ગુણો હોય છે, જે આંખની આજુબાજુના કાળા કુંડાળા ઘટાડવામાં મદદ કરે છે તેમજ આંખની આસપાસનો એરિયા ફુલતો રોકે છે. તેમાં રહેલા ઉચ્ચ એન્ટિઓક્સિડન્ટ્સના કારણે તે ત્વચાને કસે છે અને સૂર્યના તડકાથી ત્વચાને ક્ષતિગ્રસ્ત થતાં રોકે છે.

2. કોપરેલ તેલ

કોપરેલ તેલ એ ઉચ્ચ મોઇશ્ચરાઇઝર ધરાવતું એક માત્ર ત્તત્વ છે. તે તમારા છીદ્રોને ઉંડાણથી સ્વચ્છ કરે છે અને તે સ્વભાવે જીવાણુરોધી હોય છે. તે કારણે તે ખીલ તેમજ ફોડકી થતાં રોકે છે અને સાથે સાથે તે ત્વચાની વધતી ઉંમરના લક્ષણો જેમ કે કરચલીઓ અને થોથરને પણ રોકે છે.

3. દૂધ

દૂધ આપણે બધા જ જાણીએ છીએ તેમ ત્વચાના કોમ્પેક્સનને સુધારવાનું એક ઉત્તમ તત્ત્વ છે. તે એક ઉત્તમ ક્લિન્ઝર છે અને છીદ્રોને સંકોચાવા માટે પણ ખુબ જ અસરકારક છે. તેમાં એક ખુબ જ હળવું બ્લિચિંગ તત્ત્વ પણ સમાયેલું છે જે ત્વચાને રેડિયન્ટ અને ચકામા રહીત રાખે છે. તે ત્વચાને મોશ્ચરાઇઝ્ડ રાખે છે અને કોમળ બનાવે છે.

4. કોકોઆ પાવડર

ડર્મેટોલોજીસ્ટના કહેવા પ્રમાણે કોકોઆમાં ભરપુર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચાને રીપેયર કરે છે અને નુકસાન કારક રજકણોથી ત્વચાને રક્ષણ પુરુ પાડે છે. તેમાં ઓમેગા-6 ફેટિ એસિડ હોય છે જે કોષોને સુધારવામાં મદદ કરે છે. તે એક કુદરતી સનસ્ક્રીનનું કામ પણ કરે છે અને ત્વચાને સૂર્યથી થતાં નુકસાનથી બચાવે છે.

5. મધ

મધ ત્વચા માટે ખુબ જ અદ્ભુત છે. તે સ્વભાવે જીવાણુરોધી હોય છે અને તે ખીલને રોકવા તેમજ તેની સારવાર માટે ઉત્તમ છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એટિઓક્સિડન્ટ્સ હોય છે માટે તે ત્વચાની વધતી ઉંમરને અટકાવે છે. તે પોતાના ઉચ્ચ મોઇશ્ચરાઇઝીંગ ગુણોના કારણે ત્વચાને ચમકીલી બનાવે છે. તે છીદ્રોને ખુલ્લા કરે છે અને સ્ક્રબીંગ દ્વારા ગંદકીને વ્યવસ્થિત રીતે દૂર કરવામાં મદદ કરે છે.

અહીં અમે તમને સુંદર ત્વચા માટે કેટલીક ટીપ્સ આપી રહ્યા છીએઃ

1. તમારો મેકઅપ હંમેશા દૂર કરી લો

સુતા પહેલાં ચહેરા પરથી મેકઅપ દૂર કરી જ લેવો જોઈએ. રાત્રી દરમિયાન તમારી ત્વચાને પણ ઓક્સિજનની જરૂર પડે છે. જો તમે મેકઅપ કાઢ્યા વગર જ સુઈ જશો તો ત્વચા પરના છીદ્રો રુંધાઈ જશે, જે તમને બ્લેકહેડ્સ, ખીલ અને ડાઘા તરફ દોરી જશે.

ટીપઃ તમારે તે માટે કોઈ પણ પ્રકારના મેકઅપ રીમુવરની જરૂર નહીં પડે. તમારે માત્ર એટલુ જ કરવાનું છે કે કોટનનો એક ટુકડો લઈ તેને ઓલિવ ઓઈલ અથવા કેકોનટ ઓઈલમાં ડુબાડી, તેને ત્વચા પર થોડીવાર દબાવી રાખી લૂછી લેવું. તેનાથી મેકઅપ તદ્દ્ન દૂર થઈ જશે.

2. ત્વચાને સૂર્યથી રક્ષણ આપો

સૂર્ય તમારી ત્વચાને ખુબજ નુકસાન પહોંચાડે છે. તેનાથી કરચલીઓ, વધતી ઉંમરના લક્ષણો વિગેરે વધારે જલદી દેખાવા લાગે છે. તમારે તમારી ત્વચાને સૂર્યથી રક્ષણ આપવા માટે ઓછામાં ઓછું SPF 15 વાળુ સનસ્ક્રીન તો વાપરવું જ જોઈએ જેથી કરીને તે UVA અને UVB કીરણોને તમારી ત્વચામાં ઘૂસતા રોકી શકે. એ જરા પણ ન ભૂલશો કે જો તમે ઘરમાં હશો તો પણ આ કીરણો તમને હાની પહોંચાડી શકે છે. માટે તે સમયે પણ તમારે સનસ્ક્રીન લગાવવું જોઈએ.

3. યોગ્ય ખોરાક લો

અહીં તમે કોઈ પણ જાતનું સમાધાન કરી શકો તેમ નથી. જો તમે તમારી ત્વચાને ભંગાર જેવી દેખાવા ન માગતા હોવ તો પછી ભંગાર જેવો ખોરાક પણ ન આરોગો. બને ત્યાં સુધી શુગર લેવાનું બંધ કરી દો. કુદરતી ખોરાક તરફ વળો. જે પણ ખોરાક ખાઓ તેમાં એક સાથે અસંખ્ય સામગ્રીઓનો ઉપયોગ ન થયો હોય તેનું ધ્યાન રાખો. જો તેવો ખોરાક હોય તો તે ન ખાવો જ યોગ્ય રહેશે.

4. નિયમિત વ્યાયામ કરો

તમારા શરીરને હલાવો. પરસેવો તમારા શરીરમાંનો કચરો દૂર કરે છે. દોડવું, ચાલવું, યોગા વિગેરે જેવા વ્યાયામ તમારા શરીરમાંના લોહીના ભ્રમણને વધારે છે અને તમારા શરીરને શુદ્ધ કરવાની પ્રક્રિયાને વેગ આપે છે. જ્યારે ક્યારેય તમે વ્યાયામ કરશો તો જોશો કે તમારી ત્વચામાં એક અજબ લાલીમાં આવશે.

5. પુરતા પ્રમાણમાં પાણી પીવો

આપણામાંના એવા ઘણા બધા હશે જે આખા દિવસની માત્ર એક બોટલ પાણી પણ પીતા નથી હોતા. જે ખરેખર નુકસાનકારક છે. જો તમારા શરીરમાં પુરતા પ્રમાણમાં પાણી નહીં હોય, તો તમારી ત્વચા ઝાંખી પડવા લાગશે અને શુષ્ક બની જશે. તેમ ન થવા દો – પુરતા પ્રમાણમાં પાણી પીવો.

6. પુરતી ઉંઘ લો

કન્યાઓ, તમને આ માટે કંઈ કહેવાની જરૂર છે જ નહીં. તમે તો જાણો જ છો કે ઉંઘ તમને કેટલી પસંદ છે ! જો તમે પુરતી ઉંઘ નહીં લો તો કાળા કુંડાળા, આંખ આજુબાજુની ત્વચા ભારે થઈ જવી તે બધી જ સમસ્યા તમારા પર ટૂટી પડશે. માટે એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે તમે પુરતી ઉંઘ લો છો.

7. ધૂમ્રપાન બંધ કરો

મને ખબર છે આ આદતને છોડવી તે ખુબ જ અઘરુ કામ છે. તમે તેને છોડવા માટે કેટલીએ વાર પ્રયત્ન પણ કર્યા હશે, પણ દુઃખદ રીતે તેમાં નિષ્ફળ રહ્યા હશો. પણ છતાં છોડવાનો પ્રયાસ કરો – તે તમારા સ્વાસ્થ્ય, ત્વચા અને અન્ય ઘણી બધી બાબતો માટે હિતકારી છે. એવી કોઈ જ સારી બાબત નથી જે ધૂમ્રપાનથી થતી હોય, અને આપણે બધા જાણીએ છીએ કે કોઈ અપમાનજનક-અત્યાચારભર્યા સંબંધમાં રહેવું તે તમારી જાતને અત્યંત નુકસાન પહોંચાડે છે પછી તે વ્યક્તિ હોય કે પછી સીગારેટ કેમ ન હોય. તો બતાવી દો કે તમે કરી શકો છો – તેને હંમેશ માટે છોડી દો.

તમારી સુંદર-ચમકતી સ્વસ્થ ત્વચા માટે અમે તમને આ લેખમાં પુરતી માહિતી આપી છે. અને માત્ર થોડી જ કોફીથી તમે સુંદર ત્વચાના ધની થઈ જશો. જો તમે પણ કોફીના અન્ય સૌંદર્ય ઉપયોગો વિષે જાણતા હોવ તો કમેન્ટ્સ કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ