તમારા ચહેરાના શેઇપના આધારે પસંદ કરો ચાંદલો, ખીલી ઉઠશે ચહેરો.

તમારા ચહેરાના શેઇપના આધારે પસંદ કરો ચાંદલો, ખીલી ઉઠશે ચહેરો ! ચહેરાને આકર્ષક દેખાવા માટે પસંદ કરો આ પ્રકારના ચાંદલા

image source

તહેવારો શરૂ થઈ ગયા છે અને ભારતીય મહિલાઓ હવે જીન્સમાં ઓછી અને ટ્રેડીશનલમાં વધારે જોવા મળશે. અને ટ્રેડીશનલ વસ્ત્રો પહેર્યા બાદ પણ જો એક ભારતીય સ્ત્રીના કપાળમાં ચાંદલો ન જોવા મળે તો તેનો સંપુર્ણ દેખાવ અપુર્ણ લાગે છે. જો કે પહેલાંના સમયમાં એટલે કે પાંચ સાત વર્ષ પહેલા સ્ત્રીએ ચાંદલો લગાવ્યો હોય કે ન લગાવ્યો હોય તેના એક સ્ટેટસ વિષે તરત જ કહી શકાતું હતું.

image source

કે જો તેણીએ ચાંદલો લગાવ્યો હોય તો તેમી પરિણીત છે પણ જો ન લગાવ્યો હોય તો તેણી અપરિણિત છે. પણ હવે તેવું કશું જ નથી રહ્યું અપરિણિત મહિલાઓ પણ ચાંદલો લગાવે છે અને પરણેલી મહિલાઓ પણ તમને ચાંદલા વગર જોવા મળી જશે. આમ તો ચાંદલા વાળો દરેક ચહેરો સુંદર અને રુપાળો જ લાગે છે તેમ છતાં જો તમે તમારા ચહેરાના આકારના આધારે જો ચાંદલાની પસંદગી કરશો તો તમારો ચહેરો ઓર વધારે આકર્ષક લાગશે તો ચાલો જાણીએ કેવા આકારના ચહેરા સાથે કેવી બીંદી યોગ્ય લાગે છે.

લંબગોળ આકાર ચહેરો

image source

લંબગોળ આકારનો ચહેરો અત્યંત સુંદર હોય છે. તે ચહેરામાં કપાળ, ગાલ તેમજ હડપચી બધું જ સમાન પ્રમાણમાં હોય છે. આ ચહેરો થોડો લાંબો પણ લાગે છે. આ એક આઈડીયલ ફેસકટ છે. આ પ્રકારના આકાર ધરાવતી મહિલાઓને ગમે તે પ્રકારના ગમે તે ડીઝાઈનવાળા ગમે તે સાઈઝના ચાંદલા સુંદર લાગે છે. પણ જો તમે તમારો ચહેરો લાંબો બતાવવા માગતા હોવ તો તમારે તમારો ચાંદલો ગોળ નહીં પણ લાંબો રાખવો જોઈએ જેમ કે લંબગોળાકાર અથવા તો લાંબા ટીપાં જેવો આકાર ધરાવતો ચાંદલો કુબ જ સુંદર લાગે છે. પણ સાથે સાથેતે તમારા ચહેરાને ઓર વધારે લાંબો દેખાડે છે માટે તે વિષે પણ ધ્યાન રાખવું.

હૃદય જેવા આકારનો ચહેરો

image source

હૃદય એટલે કે હાર્ટ શેઈપ ચહેરો ઉપરની તરફથી પહોળો અને નીચેની તરફળી અણિયાળો હોય છે. આવા ચહેરામાં ગાલનો ભાગ વધારે ઉપસેલો હોય છે અને સ્ત્રીનું કપાળ પણ પહોળુ હોય છે. આ પ્રકારના આકાર ધરાવતી મહિલાઓએ મોટા આકારનો ચાંદલો ન લગાવીને જીણો અથવા મધ્યમ કદનો ચાંદલો લગાવવો જોઈએ. મોટું કપાળ હોવાથી તેને નાનુ બતાવવા માટે તેના પર નાનો ચાંદલો લગાવવાથી કપાળ નાનુ લાગે છે. અને ચહેરો પણ સુંદર લાગે છે. આ પ્રકારનો ચહેરો ધરાવતી મહિલાઓએ ચમકીલી નાનકડી બીંદીઓ લગાવવી જોઈએ.

ત્રીકોણાકાર ચહેરો

image source

આ પ્રકારનો ચહેરો ધરાવતી મહિલાની હડપચી અણિયાળી હોય છે અને જડબા પણ મોટા હોય છે અને કપાળ નાનું હોય છે. આ પ્રકારના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ચાંદલો સારો લાગે છે. તમે ગમે તે બીંદી ટ્રાઈ કરીને તમને શોભે તે બીંદી લગાવી શકો છો. જો તમે ત્રીકોણાકાર ચહેરો ધરાવતા હોવ તો તમે ચમકીલા ચાંદલાથી માંડીને મેટ ફીનીશવાળો ચાંદલો પણ લગાવી શકો છો. લાંબો ચાંદલો પણ લગાવી શકો છો અને જીણો ચાંદલો પણ લગાવી શકો છો. તો વળી અર્ધચંદ્રાકાર ચાંદલો પણ લગાવી શકો છો અને સ્ટાર શેપ ચાંદલો પણ લગાવી શકો છો. ટુંકમાં તમે તમારા ચહેરા ચહેરા પર તમને ગમે તે પ્રયોગ કરી શકો છો.

ડાયમન્ડ આકાર ચહેરો

image source

આ પ્રકારના ડાયમન્ડ આકારના ચહેરામાં મોટે ભાગે કપાળ નાનું હોય છે, તેની ગાલની ઢેલડીઓ અને તેના જડબા તીક્ષ્ણ હોય છે. આ પ્રકારના ચહેરા પર તમે ગમે તે આકારની બીંદી લગાવી શકો છો. જો કે આ પ્રકારના ચહેરા પર વધારે પડતી શાર્પ ડીઝાઈન ધરાવતા ચાંદલા ન લગાવવા જોઈએ. કારણ કે ચહેરો પણ ખૂણાવાળો હોવાથી આ પ્રરકારની બીંદીઓ તમને યોગ્ય લૂક નહીં આપે.

ગોળાકાર ચહેરો

image source

જે મહિલાઓનો ચહેરો ચંદ્ર જેવો ગોળ હોય છે. તેમણે કપાળમાં લાંબો ચાંદલો નહીં પણ ગોળાકાર ચાંદલો લગાવો જોઈએ. તેનાથી તમારા ગોળ ચહેરાને સંપુર્ણતા મળે છે અને તમારા ચહેરાના ફીચર્સ પણ હાઈલાઈટ થાય છે. ગોળ ચહેરો ધરાવતી મહિલાએ મોટો અને ગોળ ચાંદલો ન લગાવવો જોઈએ. તે તમારા દેખાવને ઝાંખો પાડે છે. અને તમારા ચહેરાને થાળી જેવો સપાટ બનાવી દે છે. પણ તમે તમારા ચહેરાને વધારે લંબગોળ બતાવવા માટે લાંબી બીંદીનો ઉપયોગ કરી શકો છો. તે પછી લંબગોળ લાંબી બીંદી હોઈ શકે અથવા તો ટ્રોપ એટલે કે ટીપાં આકારની લાંબી બીંદી પણ હોઈ શકે.

સમચોરસ ચહેરો

image source

ચોરસ ચહેરાવાળી સ્ત્રીઓના કપાળમાં મોટે ભાગે ગોળ ચાંદલો જ સારો લાગે છે. અન્ય આકારના ચાંદલા બની શકે કે તમારા દેખાવને બગાડી દે. આ પ્રકારનો ચહેરો બધી જ બાજુએથી સરખો હોય છે. તેનું કપાળ, ગાલ તેમડ હડપચી બધા જ સપ્રમાણ હોય છે. ગોળ નાના ચાંદલાની સાથે તમે તમારા ચહેરામાં ફીચર્સ એડ કરવા માટે V આકારનો ચાંદલો પણ લગાવી શકો છો.

ચાંદલાને લગતી કેટલીક અન્ય ટીપ્સ

image source

– તમે તમારા ચહેરા પર ચાંદલાનો ઉઠાવ લાવવા માગતા હોવ તો તમારે તમારા ચાંદલાનું મેચીંગ તમે જે લીપસ્ટીક લગાવી હોય તેના રંગ સાથે કરવું જોઈએ. તેમ કરવાથી તમારા ચેહરાની રોનક ખીલી ઉઠશે.

image source

– જો તમારો ચરહેરો ગોળ હોય તો તમારે તમારી બીંદીનો રંગ તમારા ચહેરાના મેકઅપને કોમ્પ્લીમેન્ટ આપે તેવો પસંદ કરવો જોઈએ.

image source

– ચાંદલો પસંદ કરતી વખતે તમે તમારા ચહેરાનો આકાર તો ધ્યાનમાં રાખો જ પણ સાથે સાથે તમારા ચહેરા પરની હેરલાઈન એટલે કે વાળની જે રેખા છે તેને પણ ધ્યાનમાં રાખો.

image source

– આ ઉપરાંત તમારી આંખોને કોમ્પ્લીમેન્ટ આપતી બીંદીઓ પણ પસંદ કરી શકો છો. તેના માટે તમારે તમારા ચહેરા સાથે વિવિધ શેઇપ, રંગ વિગેરેના ચાંદલા લગાવી પ્રયોગ કરવો જોઈએ.

image source

– જો કે તમારા કપાળની સાથે સાથે તમારે તમારા આઈબ્રેના શેઇપને પણ ચાંદલો પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ