કરિશ્મા કપૂરે લાઈફમાં પહેલીવાર તાજ મહલની મુલાકાત લીધી, તેણે લીધેલા ફોટોસ જોઈને અવાક થઇ જશો

કરિશ્મા કપૂરે બાળકો સમૈઈરા અને કિયાન સાથે તાજમહલની મુલાકાતના ખૂબસૂરત વીડિયોઝ અને ફોટોઝ કર્યા સોશિયલ મીડિયામાં શેર…

image source

કહેવાય છે કે ભારતનું તાજમહેલ દુનિયાની સાત અજાયબીમાંનું એક છે. તેની ખૂબસૂરતી વિશે અનેક શાયરો, કવિઓ અને લેખકોએ ખૂબ લખ્યું છે. દેશ – વિદેશથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તાજમહેલ એક એવી જગ્યા છે, જે અનેક ફિલ્મોમાં પણ તેનો ઉલ્લેખ કરાયેલો છે અને કેટલીય ફિલ્મોમાં તેની અંદર શૂટિંગ પણ થયેલું છે.

image source

પરંતુ આજે આપણે એક એવી ખૂબસૂરત અભિનેત્રી વિશે વાત કરીશું જેણે હાલમાં જ તે સ્થળની મુલાકાત લીધી હતી અને પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં સુંદર ફોટોઝ અને વીડિયોઝ શેર કર્યા હતા. આ અભિનેત્રી છે કરિશ્મા કપૂર. તે પોતાના બંને બાળકો સાથે આ પ્રેમના પ્રતિકને નિહાળવા પહોંચી હતી. એણે આ સ્થળના એટલાં સુંદર શબ્દોમાં વખાણ કર્યાં છે કે તે જોઈને તમને પણ આગ્રા પહોંચીને રૂબરૂ તાજમહેલ જોઈ આવવાનું મન થઈ જશે.

કરિશ્માએ તાજમહેલનો કરિશ્મા નિહાળ્યો…

image source

કરિશ્મા કપૂરે આ રવિવારે આગ્રાના તાજમહેલની તેમની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી. તેના આ ફોટો શેરિંગમાં તેણે એથેનિક વસ્ત્રો પહેરેલ છે. જેમાં કરિશ્મા ઇન્ડિયન લૂક સાથે વેસ્ટર્ન અને મોર્ડન એમ ફ્યુઝન કોન્સેપ્ટમાં આઇકોનિક સ્મારકની વિવિધ બેકડ્રોપ્સ સાથેની તસવીરો માટે પોઝ કરતી જોવા મળી હતી.

image source

નિલિ આંખો અને અત્યંત રૂપાળી ત્વચા, સોનેરી ભૂખરા વાળ અને ગુલાબી હોટોવાળી કરિશ્મા કપૂર ભલે હાલમાં ફિલ્મી કે ટીવીના પડદે નહિવત નજર આવતી હોય પરંતુ તેના ફેન્સ આજે પણ તમને સોશિયલ મીડિયામાં તેને ફોલો કરતા જોવા મળશે. કરિશ્મા કપૂરની અનેક તસ્વીરોને જોઈને એ પણ નવાઈ લાગશે કે તે બે મોટાં બાળકોની માતા છે. તેણે તેનું ફિગર, હેલ્થ અને બ્યુટી ખૂબ જ સારી રીતે જાળવી રાખ્યું છે. ૪૦ + એજ બાદ પણ કરિશ્મા કપૂર એકદમ ફોટો જેનિક લાગે છે.

image source

હાલમાં જ તેણે પ્રેમ અને સુંદરતાના પ્રતીક સમા સ્મારક તાજમહેલમાં ખૂબ બેહદ આકર્ષક અંદાજમાં ફોટોઝ પડાવ્યા હતા. એણે એક સામાન્ય વિઝિટર્સની જેમ જ તાજમહેલની આગળ આવેલ અરસનાં બાકડા ઉપર બેસીને એક ફોટો પડાવેલ છે. આ ફોટોના બેકગ્રાઉન્ડમાં અનેક બીજા પ્રવાસીઓના ટોળાં પણ દેખાઈ રહ્યાં છે. સહેજ પણ સેલિબ્રિટી સ્ટૅટસની પરવાહ કર્યા વિના એક પ્રવાસીની જેમ કરિશ્મા એકદમ કેઝ્યુઅલ લૂકમાં ફોટો પડાવેલ છે.

સુંદર શબ્દોમાં કરી તાજમહેલની મુલાકાતનું વર્ણન…

image source

કરિશ્માએ તેના આ પ્રવાસ અંગેની અભિવ્યક્તિ ખૂબ જ સુંદર રીતે સોશિયલ મીડિયામાં કરી છે. તેણે સુંદર ફોટોઝ અને વીડિયોઝ શેર કરીને તેની સાથે કેપ્શન મૂક્યું છે કે ‘ફિલિંગ બ્યુટી અરાઉન્ડ મી’

તેણે પોતાનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હું મારી આજુબાજુની સુંદરતાની અનુભૂતિ કરી રહી છું, તાજમહેલની સામે પોતાનું વધુ એક ચિત્ર શેર કરતાં કરિશ્માએ કહ્યું કે તેણી તેના મોહક સૌંદર્યથી મંત્રમુગ્ધ થઈ ગઈ છે.

એક સમયની અનેક સુપર હિટ ફિલ્મો જેમ કે રાજા હિન્દુસ્તાની, દિલ તો પાગલ હૈ અને હિરો નંબર ૧ની અભિનેત્રીએ તેની લાગણીને શબ્દો આપીને કેપ્શનમાં ઉમેર્યું છે કે, “આખરે મને અહીંની મુલાકાત લેવાની તક મળી અને મેં અહીં આવીને ખૂબ આનંદ કર્યો.”

કરિશ્માની સાથે તેના બાળકોએ પણ તાજની મુલાકાત કરી

image source

કરિશ્માએ શેર કર્યું કે તેની સાથે તેની પુત્રી સમૈઈરા અને પુત્ર કિયાન પણ તાજમહેલની મુલાકાતે આવ્યા હતા. કરિશ્મા ઘણીવાર તેની રોજિંદા પ્રવૃત્તિઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે, આ સિવાય ઘણીવખત તેની બહેન કરીના કપૂર અને તેમના પરિવાર સાથે ગેટ ટૂ ગેધર્સની તસ્વીરો પણ શેર કરે છે.

કરિશ્મા ઇન્ટરવ્યૂમાં કરે છે નિખાલસ વાતો…

image source

કરિશ્માએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મીડિયા એટેન્શનના જોખમો વિશે વાત કરી હતી. જે ખાસ કરીને અભિનેતાઓના બાળકો પ્રત્યેની સંવેદનશીલતા વિશે વાતનું ધ્યાન દોર્યું હતું. તેણે કહ્યું, “આપણે એ સમજવાની જરૂર છે કે ફિલ્મ ઉદ્યોગ તેના એક ખાસ માપદંડોસાથે આવે છે. તેણે આ વાત તેના ભાણેજ તૈમૂરના અનુસંધાનમાં કરી હતી. તેણે કહ્યું કે “તૈમૂર ખૂબ જ ક્યુટ અને સુંદર બાળક છે અને દરેક વ્યક્તિ તેને એટલો પ્રેમ કરે છે કે, પાપારાઝી અને ફોટોગ્રાફરો હંમેશાં તેના ચિત્રો લેવાનું પસંદ કરે છે. હું માનું છું કે જ્યારે તેનો ફોટોગ્રાફ પાડવામાં આવી રહ્યો હોય છે, ત્યારે તેને દૈનિક ધોરણે ઘણા લોકોનો આશીર્વાદ મળી રહ્યો છે. કરિના અને સૈફ પણ મારા દ્રષ્ટિકોણને એજ રીતે જુએ છે.”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ