આ ખેડૂત પુત્રએ જોરદાર મેળવી સિદ્ધિ, જાણો કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇને તલાટીમાંથી બન્યા IPS ઓફિસર

ખેડૂતનો આ દીકરો માત્ર છ વર્ષમાં બન્યો તલાટીથી આઈપીએસ અધિકારી

image source

લોકોના ઘણા સ્વપ્ન હોય છે. કોઈક કંઈ પણ કર્યા વગર જ મોટા ભા થવાના સ્વપ્ન જુએ છે તો કોઈ અપાર મહેનત કરીને પોતાના સ્વપ્નને હકીકતમાં ફેરવે છે. કેટલાકનું એન્જિનિયર બનવાનું સ્વપ્ન હોય તો કેટલાકનું ડોક્ટર બનવાનું તો કોઈનું મોટા બિઝનેસમેન બનવાનું સ્વપ્ન હોય છે.

આજે કરોડો યુવાનો સરકારી નોકરી માટે કંઈ કેટલીએ પરિક્ષાઓ આપતા હોય છે.

image source

પણ તેમાંના કોઈકને જ તેમાં સફળતા મળે છે કેટલાક સરકારી ક્લાર્કની નોકરી મેળવીને ભયો ભયો થઈ જાય છે તો કેટલાકને ગવર્નમેન્ટમાં ઉચ્ચ હોદ્દો મેળવવો હોય છે અને તેના માટે તેઓ સતત પ્રયાસ કરતા રહે છે.

તેમને કોઈ પણ જાતની નિષ્ફળતા ટસના મસ નથી થવા દેતી અને છેવટે તેઓ પોતાનું લક્ષ પ્રાપ્ત કરીને જ રહે છે.

ગુજરાતના અમરેલી જિલ્લા ખાતે પોસ્ટિંગ મેળવનાર આઈપીએસ અધિકારી પ્રેમ સુખ ડેલીની આઈપીએસ સુધીની રોમાંચક સફરગાથા જાણી તમને પણ તેવી જ રીતે તમારા ધ્યેય માટે લાગી પડવાની પ્રેરણા મળશે.

image source

પ્રેમ ડેલુનો જન્મ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના એક ખેડૂત પરિવારમાં થયો હતો. ચાર ભાઈ-બહેનમાં પ્રેમ સૌથી નાના છે. તેને નાનપણથી જ સરકારી નોકરીનું વળગણ હતું અને તેમણે ખુબ જ નાની ઉંમરમાં સરકારી નોકરી મેળવવાનું જાણે પ્રણ લઈ લીધું હતું. તે અભ્યાસમાં પણ તેજસ્વી હતા.

તેમણે ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી. ત્યાર બાદ 2010માં તલાટીની પરિક્ષા આપીને નોકરી મેળવી. પણ પ્રેમ એ સમાન્ય લોકોમાંના નહોતા કે જેઓ એક સરકારી નોકરી મેળવીને સંતોષ માની લે. તેમનું લક્ષ તો નાનપણથી જ સરકારમાં ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરવાનું. એટલે તે કંઈ તલાટી બનીને બેસી રહે તેમાંના નહોતા.

image source

તેમણે પોતાના લક્ષ સુધી પહોંચવા માટે રોજ પાંચ-પાચં કલાક અભ્યાસ કરીને એક પછી એક સરકારી પરિક્ષાઓ પાસ કરવા લાગી.

પોતાની સફળતા બાબતે વાત કરતાં પ્રેમ જણાવે છે, ‘મારા માતાપિતા વધારે ભણેલા નહોતાં. તેમ છતાં તેઓ અભ્યાસનું મહત્ત્વ જાણતા હતા અને માટે જ અમારા કુટુંબમાં શિક્ષણને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવતી હતી. મારો મોટો ભાઈ પણ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અને તેમણે જ મને વિવિધ સરકારી પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવાની પ્રેરણા આપી હતી.’

image source

2010માં તેઓ પરિક્ષા આપીને તલાટી બની ગયા. અને તે જ વર્ષે તેમણે ગ્રામ સેવકની પણ પરિક્ષા પાસ કરીને અને સાથે સાથે તેમણે આસિસ્ટન્ટ જેલરની પરીક્ષા પણ આપી અને તેમાં તો તેમણે રાજ્યમાં પ્રથમ આવીને રેકોર્ડ સર્જ્યો.

પરીક્ષા આપવાની તો જાણે પ્રેમને લત જ લાગી ગઈ હતી. 2011માં તેમણે પ્રાઇમરી અને સેકન્ડરી ટીચર માટેની પરીક્ષા પણ આપી અને તેને પાસ પણ કરી લીધી.

પરિક્ષાનો આ સિલસિલો અહીં જ ન રોકાયો પણ 2013માં તેમણે ફરી હાયર સેકન્ડરી ટીચર અને રાજસ્થાન પેલીસના સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી અને તે પણ ક્લિયર કરી લીધી.

image source

પ્રેમ પોતાની પરિક્ષાઓ આપવાની યાત્રાઓ વિષે ઉત્સાહથી જણાવે છે, હાયર સેકન્ડરી ટીચરની એક્ઝામ આપ્યા બાદ તેમણે બી.એડ પાસ કર્યું અને એક કોલેજમાં લેક્ચરર તરીકે જોડાઈ ગયા. પણ તેમની સફર તો ચાલુ જ હતી.

હવે તેમણે રાજ્ય સરકારની પરિક્ષા આપી પણ તેમાં તેઓ પ્રથમ રેન્ક ન મેળવી શક્યા. અને તેમને રેવન્યુ સર્વિસ મળી. જો કે તેમનું એવું માનવું છે કે જે થાય છે તે સારા માટે જ થાય છે.

અને હજુ પણ તેમને પોતાની ઉચ્ચ સરકારી પોસ્ટથી સંતોષ ન હોય તેમ તેમણે 2015માં યુ.પી.એસ.સીની પરીક્ષા આપી. તેમણે આ પરિક્ષા હિન્દી માધ્યમથી આપી અને 2016ની બેચમાં 170મો રેન્ક મેળવ્યો. પ્રેમનું એવું કહેવું છે કે આટલી બધી સરકારી પરિક્ષાઓ આપતાં આપતાં તેમને ભારતીય સમાજને સમજવાનો અવસર મળ્યો.

image source

આ બાબતે તેઓ વધારે વાત કરતા જણાવે છે કે, તેઓ જ્યારે આસિસ્ટન્ટ જેલર અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર હતા ત્યારે તેઓ પોલીસકર્મીઓની તકલીફોથી સારી રીતે વાકેફ થઈ ગયા હતા.

જ્યારે રેવેન્યુ ડિપાર્ટમેન્ટના તેમના અનુભવોએ તેમને જમીન અને સંપત્તિઓ સાથે જોડાયેલા વિવાદોવાળા કેસ સમજવામાં મદદ કરી. અને જો શિક્ષણના તેમના અનુભવોની વાત કરીએ તો તેમાંથી તેમને ગુના તેમજ સમાજને સારી રીતે સમજવામાં મદદ મળી.

image source

ઉપર જણાવ્યું તેમ તેઓ હાલ અમરેલીમાં આઈપીએસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે ગુજરાત પોલીસનું બે વાર પ્રતિનિધિત્વ કર્યું છે. ગત ઓક્ટોબરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરેડમાં તે કમાન્ડન્ટ હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સમગ્ર દેશની યુનાઇટેડ પોલીસ ફોર્સને કમાન્ડ આપ્યા હતા.

આ ઉપરાંત જ્યારે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ દ્વારા ગુજરાત પેલીસને પ્રેસિડન્ટ કલર્સથી સમ્માનિત કરવામાં આવી ત્યારે પણ ગુજરાત પેલીસ એકેડેમીમાં પ્રેમ ડેલુએ જ ગુજરાત પોલીસનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

image source

આ મહિનાની 15 ડિસેમ્બરે સિનિયર આઈપીએસ અધિકારીઓ અને પોતાના માતાપિતાની હાજરીમાં પ્રેમ ડેલુએ પરેડમાં ભાગ લીધા બાદ ગ્રાઉન્ડ પર જ સગાઈ કરી હતી.

આ પ્રસંગે પોતાના મહત્ત્વના યોગદાન બાબતે પ્રેમ જણાવે છે, “હું મારી જાતને નસીબદાર માનું છું કે આટલી મહત્ત્વની ઇવેન્ટમાં અને આટલા ઓછા સમયમાં મને ગુજરાત પોલીસનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો.”

ઘણી બધી પરિક્ષાઓ પાસ કર્યા બાદ તેમજ ઘણા બધા વિભાગોમાં કામ કરવાનો અનુભવ હોવાથી પ્રેમ ડેલુને એક આધુનિક વિચારશરણી તેમજ સંવેદનશીલતા ધરાવતા પોલીસ અધિકારી માનવામાં આવે છે.

image source

તેઓ પોતાના આ પદથી અત્યંત ખુશ છે. જો કે હજુ પણ તેમનું લક્ષ આઈએએસ અધિકારી બનવાનું છે. જો કે તે માટે તેમની પોલીસની નોકરીમાં ખૂબ સમય આપવો પડતો હોવાથી તેઓ અભ્યાસ પર ધ્યાન નથી આપી શકતાં.

જો કે તેમણે તલાટીથી આઈપીએસ અધિકારી સુધીની સફર ખેડી જ છે તો હવે આઈએએસ બનવાનું તેમનું સ્વપ્ન પણ સાકાર થઈને જ રહેશે.

image source

સમાજને આવા પ્રેરણાત્મક જીવન ધરાવતા યુવાનોની ખૂબ જરૂર છે. આવા જ યુવાન ભારતને યોગ્ય દિશા તરફ લઈ જઈ શકે છે અને આજની પેઢીને ધગસ અને મહેનતનું મહત્ત્વ સમજાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ