આ રીતે કરો આઇ મેક અપ, અને તમારી આંખોને દેખાડો મોટી અને એકદમ સુંદર

આંખોને સુંદર અને મારકણી બનાવવા આ મેકઅપ ટીપ્સ અપનાવો

image source

સ્ત્રીઓના ચહેરા પર સૌથી વધારે જો કોઈ અંગની અસર હોય તો તે છે તેમની આંખો.

ઘણી સ્ત્રીઓની આંખો કૂદરતી રીતે જ સુંદર હોય છે, પણ જેમ ભગવાને બધાને બધું જ નથી આપ્યું હોતુ તેમ બધાની આંખો સુંદર હોય તેવું નથી. કોઈની આંખો સુંદર હોય તો કોઈકનું નાક સુંદર હોય તો કોઈકના હોઠ સુંદર હોય.

image source

જો તમને એવું લાગતું હોય કે તમારી આંખો બીજી સ્ત્રીઓ જેટલી સુંદર નથી અથવા તો તમે તમારી ફેવરીટ હીરોઈન કે પછી ટીવી એક્ટ્રેસ જેવી સુંદર આંખો ઇચ્છતા હોવ તો તેના માટે અમે તમારા માટે કેટલીક મેકઅપ ટીપ્સ લઈને આવ્યા છે.

આઈબ્રોઝને આ રીતે બનાવો સુંદર

image source

આંખેની સુંદરતા વધારવામાં તમારી આઇબ્રોઝનો આકાર અને તેનો ગ્રોથ ઘણો મહત્ત્વનો છે. તમારી આછી પાતળી આઇબ્રોને ભરાવદાર બનાવવા માટે તમારે આઇ શેડો દ્વારા તમારી આઇબ્રોને ભરાવદાર બનાવવી અને તેને એક ચોક્કસ શેપ આપવો.

તેના માટે તમારે ટુંકુ પીછાવાળુ બ્રશ લેવું તેને આઇબ્રો પર ઉપરની તરફ ફેરવતાં ફેરવતાં તેના છેડા સુધી જવું.

આઇબ્રોના કૂદરતી આકારને જ ફોલો કરવો.

image source

જે સ્ત્રીઓની આઈબ્રો સ્ટ્રોંગ હોય તેમણે પોતાની આઇબ્રોને આઇશેડોથી ભરાવદાર બનાવ્યા બાદ તેને બેસાડવા માટે ક્લીયર બ્રો જેલનો ઉપયોગ કરવો.

આઇશેડો પ્રાઇમરથી આ રીતે આઈમેકઅપની શરૂઆત કરો.

image source

તમને તમારા આંખ પરની કરચલીઓ કદાંચ જરા પણ પસંદ નહીં હોય તેના માટે તમારે આઇશેડો પ્રાઇમરનો ઉપયોગ કરવાનો છે અથવા તો બેઝનો ઉપયોગ કરવાનો છે અને તેનાથી તમારી આંખોના પોપચાને તમારે બને તેટલા સ્મૂધ બનાવવાના છે. આવું કરવાથી તમારી આઇશેડો તેની જગ્યાએ જ રહેશે.

આઇશેડો માટે યોગ્ય કલરની પસંદગી કરો

image source

ઘણીવાર સ્ત્રીઓ મેકઅપ કરતી વખતે યોગ્ય આઇશેડો કલરની પસંદગી કરવામાં થાપ ખાઈ જાય છે અને તેમની આંખો આકર્ષક લાગવાની જગ્યાએ વિચિત્ર લાગે છે. તેના માટે તમારે તમારી આંખનો જે રંગ છે તેના કરતાં તદ્દન ઓપોઝિટ કલરની પસંદગી કરવાની છે.

જેમ કે તમારી આંખો બ્રાઉન હોય તો તેના માટે પર્પલ અને ટાઉપે કલર બેસ્ટ છે જો તમારી આંખો બ્લૂ હોય તો તેના માટે તમે કોપર શેડ પસંદ કરી શકો છો. સાથે સાથે તમારે તમારા સ્કીનટોનને પણ ધ્યાનમાં રાખવાનો છે.

image source

તમારી સ્કીન જેટલી ડાર્ક હશે તેટલો વાર્મ કલર તમારે પસંદ કરવો.

આઇશેડો વાપરતી વખતે આ રીતે ડેપ્થ ઉભી કરો

 

image source

તમારી આંખોને મોટી અને આકર્ષક દેખાડવા માટે તમારે તમારા આઇશેડો દ્વારા તેમાં ડેપ્થ ક્રીએટ કરવી. તેના માટે તમારે સૌ પ્રથમ તો પ્રાઇમર લગાવ્યા બાદ એક લાઇટર કલર્ડ શેડોનો ઉપયોગ કરવો જેને તમારે તમારા સંપૂર્ણ આંખના પોપચા પર લગાવવી.

ત્યાર બાદ તેનાથી એક શેડ ડાર્ક શેડો લેવી અને તેને તમારે તમારા આંખના પોપચા ઉપરની ક્રીઝ પર લગાવવો. તેનાથી એક ડાઇમેન્શન એલિમેન્ટ ઉભું થશે. ક્રિઝકલર સાથે તેની પહેલાં જે શેડો લગાવવામાં આવ્યો તેની સાથે કલર બ્લેન્ડ કરવાનું ન ભૂલતા.

મસ્કારા લગાવવાનું ખાસ યાદ રાખો

image source

મસ્કારા લગાવતા પહેલાં તમારે તમારી આઇ લેશિશને કર્લ કરી લેવી. તેના માટે તમારે તમારા કર્લરને થોડી સેકન્ડ માટે પકડી રાખવું અને ત્યાર બાદ જ પાપણમાંથી તેને છુટ્ટું કરવું. હવે, તેના પર મસ્કારાના 2-3 કોટ લગાવો. બન્ને બાજુની પાપણો પર મસ્કારા લગાવો.

આંખના યોગ્ય ભાગ પર હાઇલાટ કરો

image source

તમારી આઇબ્રોની તરત જ નીચે અને તમારી આંખની નીચે લાઇટ, સ્પાર્કલી આઇશેડો લગાવો

આઇલાઇનર કરવાનું ક્યારેય ન ચૂકવુ

image source

ઘણીવાર તમારી આંખોને કાજલ અને આઇલાઇનર જ સુંદર બનાવી દેતી હોય છે. તમારે આઇમેકઅપ કર્યા બાદ ક્યારેય આઇલાઇનર કરવાનું ન ચૂકવું જોઈએ, જો તમારી આંખનો શેડ લાઇટ હોય તો તમે બ્રાઉન આઇલાઇનર વાપરી શકો છો.

અને જો તમારી આંખો બ્રાઉન રંગની હોય તો તમે બ્લેક લાઇનર વાપરી શકો છો. એટલી વાતનું ખાસ ધ્યાન રાખો કે ઉપરની આઇલાઇનર અને નીચેની લાઇનર બહારના ખૂણે એકબીજાને મળી જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ