વધેલા વજનને ઝડપથી ઉતારવા આજથી જ એડ કરો છાશમાં આમાંથી એક વસ્તુ

છાસમાં મેળવો આ ચીજો, ઝડપથી ઘટશે વજન

image source

લસ્સી એક એવું પીણું છે જેને મોટાભાગનાં લોકો પીવાનું પસંદ કરે છે. ગરમીમાં તો તેની ખૂબ ડિમાન્ડ થવા લાગે છે. કારણ કે આમા એવા પોષક તત્વ હોઈ છે જે શરીર માટે અતિ આવશ્યક હોઈ છે. સાથે જ આ લૂ થી પણ બચાવે છે.

ક્યાંક મીઠી તો ક્યાંક નમકીન (ખારી/સોલ્ટ) લસ્સી પીવામાં આવે છે. દહીં, પાણી સાથે જીરૂં, સંચળ, કાળું મરચું, લીલી કોથમરી, લીલા મરચા, હીંગ અને ફુદીના જેવા મસાલાથી તૈયાર કોઈ અૌષધિય દવાથી ઓછી નથી હોતી.

image source

એવું માનવામાં આવે છે કે દહીં પેટ સંબંધિત દરેક દર્દનો ઈલાજ કરી શકે છે. કબજિયાત કે પેટ ફૂલાવાથી ચિંતિત લોકો માટે લસ્સી કોઈ અમૃતથી ઓછી નથી માનવામાં આવતી.

પરંતુ જો તેમાં અમુક બીજી વસ્તુઓ ઉમેરી દેવામાં આવે તો એ વજન પણ ઓછું કરી શકે છે. આવો જાણીએ વજન ઓછું કરવા માટે લસ્સીમાં શું-શું મિક્સ કરીને પીવું જોઈએ.

image source

-એક કપ દહીંમાં ૧-૨ કેળા મેળવીને સ્મૂધી બનાવી લો. આ રોજ સવારે પીવાથી ઝડપથી વજન ઓછું થાય છે. જે લોકોને છાતીમાં બળતરા, અપચો અને પેટમાં દુ:ખાવાની તકલીફ થાય છે, તે પણ આ નુસ્ખો અપનાવી શકે છે.

-લસ્સી કે છાશમાં માખણ, કાળુ મરચું અને સિંધાલુ મીઠું મેળવી રોજ પીવાથી એસિડીટીની સમસ્યા દૂર થઈ જાય છે.

image source

-છાશથી પેટનું ભારેપણું, ભૂખ ન લાગવી, અપચો અને પેટમાં બળતરાની ફરિયાદ દૂર થઈ શકે છે.

-છાશ યૂરિન ઈન્ફેક્શન ઓછું કરી શકે છે. તેના સિવાય તરસ લાગવી અને ચામડી સંબંધિત બિમારીઓમાં પણ છાશ પીવી સારી થઈ શકે છે.

image source

-છાશથી કમળાની બિમારી ઓછી કરવામાં આવી શકે છે. એક કપ છાશ દિવસમાં ૨-૩ વાર પીવાથી કમળાની અસર જલ્દી ઘટી જાય છે.

-જે લોકોને કબજિયાતની ફરિયાદ રહે છે તેમને અજમાવાળી છાશ પીવી જોઈએ. એક ગ્લાસ છાશમાં ૧ નાની ચમચી અજમાનો પાઉડર ઉમેરીને પીઓ.

image source

-જે લોકોને અપચાની તકલીફ હોઈ છે. એવા લોકો એ ફુદીના વાળી છાશનું સેવન કરવું જોઈએ.

– છાસમાં જીરુંપાઉડર,અજમો પાઉડર ,સંચળ, કાળા મરી પાઉડર સરખા ભાગે નાખીને પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને મોટાપાની સમસ્યા ધીરે ધીરે ઓછી થતી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ