તજ – દરેક રસોડામાં મળી આવતી આ વસ્તુ ડાયાબિટીસમાં રાહત અપાવે છે…

ગરમ મસાલામાં મેળવીને જમવાનો સ્વાદ વધારવા અને ઓષધીનાં રૂપમાં પ્રયોગ કરવામાં આવતાં તજ માં ભેળસેળની ફરિયાદો. ગરમ મસાલામાં મેળવી જમવાનો સ્વાદ વધારવા અને ઓષધીનાં રૂપમાં પ્રયોગ કરવામાં આવતા તજમાં ભેળસેળની ફરિયાદો સામે આવી રહી છે.વિશેષજ્ઞ માને છે કે તજની ઓ ળખ કરવી થોડી મુશ્કેલ હોય છે કારણ કે નકલી તજ પણ ઉપરનાં ભાગથી તેનાથી હળતુ મળતુ હોય છે.જાણીએ તેના વિશે

આમ ઓળખો સાચા તજને : આ હલ્કા ભૂરા રંગની છાલ જેવું હોય છે.પાતળી તર કે જે હળવેથી વાળવા પર આસાનીથી તૂટી જાય છે.મોંમાં રાખવા પર આ થોડીવારમાં મીઠું લાગવા લાગે છે.અસલી છાલમાં ૫૦-૬૫ ટકા સુધી તેલનું પ્રમાણ હોય છે એટલે હાથ પર ઘસવાથી આ હળવી ચીકાશ છોડી દે છે.

ઔષધીય પ્રયોગ :

-૧થી૩ ગ્રામ તજનું ચૂર્ણ જમ્યા પહેલા લેવાથી ડાયાબિટીસનાં દર્દીઓ ને લાભ થાય છે.આ શુગરફ્રી હોવાની સાથે શરીરમાં રક્તનો સંચારને સારો કરે છે.

– આ શરીરમાં વસાને ઓછું કરે છે એ ટલે તેનો પ્રયોગ જાડાપણું ઓછુ કરવા માટે પણ કરવામાં આવે છે.તેના માટે ૧-૩ ગ્રામ ચૂર્ણ દિવસમાં બે વાર લો.

તજના બીજા ઉપયોગી ઔષધીય પ્રયોગ :

તોતડા પણું : રોજ સવારે અને સાંજે તજનું લાકડું મોઢામાં રાખી ચૂસવાથી તોતડાપણું દૂર થાય છે.

વીર્યવર્ધક : તજનો પાઉડર બનાવી લો અને સવાર સાંજ દૂધ સાથે 3 ગ્રામ પાઉડર લો, સમયજતા જરૂર ફાયદો થશે.

ગેસની સમસ્યા કરે દૂર :જો તમને ગેસની સમસ્યા સતત સતાવી રહી છે તો તજના લાકડાનું સેવન કરો. તેનાથી પાચનશક્તિ વધે છે અને ગેસ ની તકલીફ દૂર થાય છે. તેના માટે તજનો પાઉડર બનાવી ને ગરમ પાણી સાથે લેવાનું રાખવું.

અપચો : દિવસમાં બે વાર મગના દાણા જેટલો તજનો પાઉડર પાણી સાથે લેવાથી અપચાની તકલીફ પણ દૂર થાય છે. અને કબજિયાત પણ દૂર થાય છે.

૯. ભૂખ ઉઘાડે : તજ અને અજમો એક સરખા પ્રમાણમાં જ લઈને તેનો પાઉડર બનાવી જમ્યા પહેલા રોજ 3 ગ્રામ ચૂર્ણ લેવું. આ પ્રયોગથી ભૂખ ઊઘડે છે.