મહેનત કરવા છતા નોકરીમાં નથી મળી રહી સફળતા તો અપનાવો વાસ્તુ ટિપ્સ…

કાર્યાલયમાં આપનાં સબંધો સારા બનેલા રહે,તેના માટે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રોજ ક્વાર્ટઝ અને અવેંચુરિન સાથે-સાથે રાખો અને તેને સમય સમય પર સાફ કરતા રહો.

નમસ્કાર મિત્રો,જીવનમાં દરેક વ્યકિત પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થવા માગે છે અને થવા પણ જોઈએ. અવારનવાર જોવામાં આવ્યુ છે કે જ્યારે જ્યારે જીવનમાં કાંઈક અસહજતા આવી છે ,તો તેની પાછળ વાસ્તુ વાઈબ્સનું અસંતુલન દેખાય છે.આવશ્યકતા છે તો બસ સજાગ થવાની. આ જ પ્રકારે જ્યારે પણ વ્યકિતને કાર્યક્ષેત્રમાં અસંતુલન થાય તો તેને કાર્યોમાં તકલીફો આવવાની શરૂઆત થઈ જશે.તેને સ્વયં તે કાર્ય કરવામાં અસહજતા થશે અને તે પોતાનો પૂરો શ્રમ ત્યાં નહિ લગાવી શકે,જેનાથી તેની સફળતા પણ પ્રભાવિત થશે.

૧.પોતાના કાર્યક્ષેત્ર કે ઘરમાં ક્યારેય પણ એવી કોઈ છબી કે પોસ્ટર ન લગાવો,જેમાં કોઈપણ પ્રકારની હિંસા દેખાતી કે ઝલકતી હોય.ડુબતા જહાઝની કોઈ પેંન્ટીંગ ન લગાવો.ખીલેલા ફૂલોનાં ફોટા,પોસ્ટર કે ચિત્રો લગાવો.તાજા ફૂલ પણ ફૂલદાનીમાં લગાવી શકો છો અને તેને સમય સમય પર બદલતા રહો.

૨.ઘરનાં દક્ષિણ દિશા ક્ષેત્રમાં બરફવાળા પ્રાકૃતિક દ્રશ્ય ન લગાવો.તેનાથી વ્યકિતનાં બનેલા કામમાં અટકળો બની રહેશે.જો પણ ફોટો અથવા પોસ્ટર લગાવો,તે ખુશનુમાં હોય.

૩.કાર્યક્ષેત્રમાં જ્યાં તમે બેસો છો,ત્યાં ધ્યાન આપો કે તમારું ટેબલ ખુરશી એ વી જગ્યા પર હોય,જ્યાં પાછળ દિવાલ હોય તો સારુ છે.કાર્યાલયનાં ટોઈલેટનાં દરવાજા હમેંશા બંધ રાખવા જોઈએ ,જેનાથી ત્યાં નકારાત્મક ઉર્જા ન આવે.અહી એક ખૂણામાં સમુદ્રી મિઠું રાખવું.

૪. કાર્યાલયમાં તમારા સબંધ સારા બની રહે,તેના માટે દક્ષિણ પશ્ચિમ દિશામાં રોજ ક્વાર્ટઝ અને ગ્રીન અવેંચુરિન સાથે-સાથે રાખો અને તેને સમય-સમય પર સાફ કરતા રહો.

૫. પૂજાઘર ઉત્તર-પૂર્વ દિશા ક્ષેત્ર તરફ હોય અને અહીં પ્રેરણાદાયક વિચાર લાગેલા હોય.સંભવ હોય તો કંઈક સંગીત ખૂબ ધીમા અવાજમાં વાગતું રહે.આ કોઈ ધાર્મિક ધુન પણ હોઈ શકે છે.અહી તમે વિંડ ચાઈમ પણ લગાવી શકો છો,જેનાથી ત્યાંની ઉર્જા સકારાત્મક બની રહે.

૬. જો તમે નોકરીનાં છો અને ચાહો છો કે જ્યાં કાર્ય કરી રહ્યા છો,ત્યાં લાંબા સમય સુધી કાર્ય ચાલતું રહે તો,દક્ષિણ પશ્ચિમમાં ફિનિક્સ પણ લગાવી શકો છો,જેનાથી સબંધોમાં સામંજસ્ય બની રહે.

૭. તમે જે જગ્યા પર બેસો છો,તે ટેબલ પર કર્નેલિએયન જમણી તરફ રાખેલ હોય.અહી લાઈટ ખૂબ વધારે તેજ ન હોય અને અહીનાં દરવાજા અંદરની તતફ ખુલ્લે.તમારું પોતાનું ટેબલ પણ ખૂબ સાફ સુથરુ હોય.

૮. કાર્યક્ષેત્રમાં જો બગીચો છે તો જુઆો કે ત્યાં ઉપર ચડવાવાળી વેલ ન લાગેલી હોય.પ્રવેશદ્વાર પર સકારાત્મક ઉર્જા માટે રંગોળી પણ બનાવી શકો છો.