તૈમુરના જન્મની સાથે જ આ વાતને કારણે દુઃખી થઈને રડવા લાગી હતી કરીના કપૂર, અને મહેમાનોને કંઇ દીધું હતુ કંઇક એવું કે…

તૈમુરના જન્મ સાથે જ આ વાતને કારણે દુઃખી થઈને રડવા લાગી હતી કરીના કપૂર, હોસ્પિટલમાંથી મહેમાનને જતા રહેવા માટે કહી દીધું હતું.

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર અલી ખાન હવે 4 વર્ષનો થઈ ચૂક્યો છે. 20 ડિસેમ્બર વર્ષ 2016માં તૈમુર અલી ખાનનો જન્મ થયો હતો. જન્મતાની સાથે જ તૈમુર અલી ખાન સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. આજે પણ લોકો પટોડી ખાનદાનના આ વારસદારની એક ઝલક મેળવવા માટે ઉતાવળા થઈ જાય છે. પણ તમને જણાવી દઈએ કે જન્મ્યા પછી તરતથી જ તૈમુર વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. તૈમુરનો જન્મ થયો એના થોડાક જ સમય પછી એમના નામને લઈને એક મોટો હંગામો થઈ ગયો હતો.

image source

વાત જાણે એમ હતી કે તૈમુર ઉર્ફે તૈમુર લંગડા એક નિરંકુશ શાસક હતો. ચંગેજ ખાંની જેમ તૈમુરે પણ જંગથી તબાહી મચાવી દીધી હતી. એમને ભારત પર હુમલો કર્યો અને અહીંયા ખૂબ જ લૂંટફાટ ચલાવી હતી. એને ઘણા કારીગરોને બંદી બનાવી દીધા હતા અને એમની પાસે જ પોતાને ત્યાં જામાં મસ્જિદ બનાવડાવી હતી. ભારતના લોકો એ જ કારણે તૈમુરને એક દુષ્ટ રાજાના રૂપમાં જોવે છે.

image source

સૈફ અલી ખાન અને કરીના કપૂરે જ્યારે પોતાના લાડકા દીકરાનું નામ તૈમુર રાખ્યું તો એ વાતના કારણે ઘણા લોકો ખૂબ જ નારાજ થઈ ગયા હતા. પોતાના શો વિથ વુમન દરમિયાન કરીના કપૂરે જણાવ્યું કે એ વિવાદથી એ ખૂબ જ ડરી ગઈ હતી. કરીના કપૂરે કહ્યું કે હું મારા બાળકનું નામ શું રાખવા માંગુ છું એ નિર્ણય સંપૂર્ણ રીતે મારો જ છે અને એનાથી બીજા લોકોને કોઈ મતલબ ન હોવો જોઈએ.

image source

કરીના કપૂરે જણાવ્યું કે જ્યારે હોસ્પિટલમાં એમને એક જાણીતા વ્યક્તિ મળવા પહોંચ્યા તો એમને કરીના કપૂરને શુભકામનાઓ આપ્યા પછી કહ્યું કે તું તારા બાળકનું નામ તૈમુર કેમ રાખવા માંગે છે? એ સમયે કરીના કપૂરની દિલીવરીને ફક્ત 8 કલાક જ થયા હતા. એ વાતથી દુઃખી થઈને કરીના કપૂર રડવા લાગી હતી અને એમને એ વ્યક્તિને ત્યાંથી જતા રહેવાનું કહી દીધું હતું.

image source

કરીના કપૂરે કહ્યું કે એમને પોતાના દીકરાનું નામ તૈમુર કોઈ રાજાના નામ પરથી નથી રાખ્યું પણ એ નામનો એક સારો અર્થ છે એટલ રાખ્યું છે. એમને કહ્યું કે અહીંયા ઘણા લોકોનું નામ તૈમુર છે. કરીના કપૂરે કહ્યું કે અમને બંનેને આ નામ ગમતું હતું અને એટલે જ અમે આ નામ રાખ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ