આ છે મંગળવારના 5 અચુક ઉપાય, જેમાંથી તમે 1 જ કરશો તો તમારી મનની ઇચ્છા થઇ જશે પૂરી અને ધનનો થઇ જશે ઢગલો

જ્યોતિષશાસ્ત્રના જણાવ્યાં મુજબ મંગળવારે કેટલાક વિશેષ ઉપાય કરવાથી આપણી બધી ઇચ્છાઓ પૂરી થઈ શકે છે. આ પગલાં ખૂબ જ સરળ છે જે કોઈપણ કરી શકે છે. નોંધનિય છે કે મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસ શુભ અને મંગળકારી ગણાય છે. આ દિવસે હનુમાનજી ભક્તોની પ્રાર્થના સાંભળે છે.

image source

આ દિવસે વિશેષ ઉપાય કરવાથી તમારા તમામ કષ્ટ દૂર થાય છે. તમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો હનુમાનજીના આ ઉપાયો કરવાથી તમારું નસીબ ચમકી જશે. આ સાથે તમામ કષ્ટમાંથી પણ ઝડપથી રાહત મળશે. તો ચાલો જાણીએ મંગળવારના દિવસે ક્યાં ઉપાયો કરવા જોઈએ જેથી ભગવાન હનુમાનજીની કૃપા બની રહે.

ધન પ્રાપ્તી માટે કરો આ ઉપાય

image source

મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી બધા દુ:ખનો નાશ થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં મંગળવારે સવારે વડના ઝાડનું એક પાન લઈને તેને ગંગાના પાણીમાં ધોઈ લો. આ પાંદડા પર સીંદુર વડે શ્રી લખીને હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને તમારા પર્સમાં રાખો. આનાથી તમારી પ્રગતિ વધશે. મંગળવારે સાંજના સમયે હનુમાન મંદિરે જવું. મંદિરમાં સરસોના તેલનો દીવો કરવો અને સાથે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. રામભક્ત હનુમાનજીને ખુશ કરવાનો આ કારગર ઉપાય છે.

નોકરી મેળવવા કરો આ ઉપાય

image source

આ ઉપરાંત મંગળવારે હનુમાનજીને મીઠુ પાન અવશ્ય ચઢાવો. તેમા તંબાકુ બિલકુલ ન હોવું જોઈએ. આવુ કરવાથી નોકરી મળવાના ચાન્ચ વધી જાય છે.મંગળવારે હનુમાન યંત્રની સ્થાપના શુભ ગણાય છે. સ્થાપના બાદ તેની રોજ પૂજા કરો. તમારી મુશ્કેલીઓ જલ્દી દૂર થશે. સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી કોઈ પીપળાના ઝાડની નીચે સરસિયાના તેલનો દીવો કરો. આ પછી પૂર્વ દિશામાં મોઢું કરીને બેસો અને તુલસીની માળાથી રામનામની 11 માળાનો જાપ કરો.

દેવામાં ડૂબી ગયા હો તો કરો આ ઉપાય

image source

ધન પ્રાપ્તી માટે મંગળવારે કેવડાનું અત્તર અને ગુલાબનાફુલોની માળા ચઢાવો. જો તમે કોઈ મોટા દેવામાં ડૂબી ગયા હોય અને તેમાથી બહાર આવવું હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદીરમાં બેસીને રામરક્ષા સ્તોત્રનું પઠન કરો. સાથે કોઈ પણ કામ વિના વિઘ્નએ પુરુ થશે. મંગળવારે કાળા અડદ કે કોલસાને એક કપડાંમાં બાંધીને પોટલી બનાવો. તેમાં એક રૂપિયાનો સિક્કો રાખો. આ પોટલીને ઉપરથી બંધ કરીને નદીમાં પ્રવાહિત કરી દો. હવે હનુમાનજીની સામે રામ નામનો જાપ કરો. તેનાથી શનિ દોષનો પ્રભાવ ઘટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ