એક પછી એક અચુક જોજો PM મોદીની આ તસવીરો, જે 2020માં હતી ટ્રેન્ડિંગમાં, જે જોયા પછી તમે પણ બોલી ઉઠશો વાહ!

ઘણા હતા તે અવસરો, ઘણી બધી હતી તે ઘોષણાઓ જયારે પ્રધાનમંત્રીએ દેશને લીધો સાથે.

આ જઈ રહેલ વર્ષ કોરોના વાયરસ સંક્રમણની મહામારી (COVID-19) અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને હલાવી દેવા માટે હંમેશા ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે. હવે આ વર્ષ ૨૦૨૦ સમાપ્ત થવાને હજી કેટલાક દિવસો બાકી રહી ગયા છે અને લોકો નવા વર્ષમાં વેક્સિન આવવાની સાથે કેટલીક વસ્તુઓ લઈને આવવાની આશા ભરી નજરોથી જોઈ રહ્યા છે.

image source

વર્ષ ૨૦૨૦ હવે સમાપ્ત થવા તરફ છે. આ જતા વર્ષમાં કોવિડ-19 મહામારી અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને હલાવી દેવા માટે હંમેશા ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે. હવે આ વર્ષ સમાપ્ત થવાને હજી કેટલાક દિવસો બાકી રહી ગયા છે અને લોકો નવા વર્ષમાં વેક્સિન આવવાની સાથે કેટલીક વસ્તુઓ લઈને આવવાની આશા ભરી નજરોથી જોઈ રહ્યા છે.

image source

ચાલો જાણીએ તે તે ક્યારે ક્યારે કોનાથી અવસર આવ્યા જયારે પીએમ મોદીએ દેશને સામે આવીને લોકોને સંબોધિત કર્યા અને તેમનું સંબોધન કેટલા સમયનું રહ્યું.

image source

તા. ૧૯ માર્ચ, ૨૦૨૦.:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સંબોધન તે સમયે થયું જયારે દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી પૂરી રીતે ફેલાઈ ગઈ હતી. પીએમ મોદીએ તા. ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ ૨૮ મિનીટ ૫૪ સેકન્ડ સુધી લોકોને સંબોધિત કરતા લોકો પાસેથી તા. ૨૨ માર્ચ, ૨૦૨૦ના રોજ જનતા કર્ફ્યુંનું પાલન કરવા ને ભવિષ્યમાં લોકડાઉન માટે તૈયાર રહેવાના સંકેત આપ્યા હતા.

image source

એક દિવસના જનતા કર્ફ્યુંમાં સામાન્ય નાગરિકો સવારના ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી ઘરની અંદર જ રહેવાનું પીએમ મોદી તરફથી કહેવામાં આવ્યું હતું. આની સાથે જ, લોકોને સામાજિક અંતર જાળવવાની પણ અપીલ કરવામાં આવી હતી.

તા. ૨૪ માર્ચ, ૨૦૨૦.:

image source

પીએમ મોદીએ કોવિડ-19ને ફેલાવાથી રોકવા માટે તા. ૨૪ માર્ચ, ૨૦૨૦ના રોજ જ પહેલીવાર ત્રણ અઠવાડિયા (૨૧ દિવસ) માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા આ અપ્રત્યાશિત નિર્ણયની જાહેરાત કરી હતી.

image source

તેમનું આ સંબોધન ૨૯ મિનીટનું હતું. તેમણે આ દરમિયાન એવું પણ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આખા દેશમાં સ્વાસ્થ્ય સેવાઓને મજબુત કરવા માટે ૧૫ હજાર કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે.

૩ એપ્રિલ, ૨૦૨૦.:

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા. ૩ એપ્રિલ, ૨૦૨૦એ ટ્વીટર પર સવારના ૯ વાગે વિડીયો દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરતા બધા લોકોને તા. ૫ એપ્રિલ, ૨૦૨૦ના રોજ પોતાના ઘરોમાં રાતના ૯:૧૦વાગે સુધી દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી.

image source

જેથી કોરોનાની વિરુદ્ધ લડાઈ લડી રહેલ ફ્રંટ લાઈન વોરિયરને પ્રત્યે એકતા દર્શાવી શકાય. તેમનો આ વિડીયો સંબોધન ૧૧ મિનીટ ૩૪ સેકન્ડનું હતું.

તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૦.:

image source

લોકડાઉન ૧.૦ના છેલ્લા દિવસે તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૦ના રોજ પીએમ મોદીએ ૨૧ મિનીટ ૨૯ સેકન્ડ સુધી રાષ્ટ્રને સવારના ૧૦ વાગે સંબોધિત કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ ૨૧ દિવસના લોકડાઉનને બીજા વધારાના ૧૯ દિવસ માટે વધારતા તા. ૩ મે, ૨૦૨૦ સુધી લોકડાઉન ૨.૦ની જાહેરાત કરવામાં આવી જેથી કોરોના મહામારીને ફેલાતા અટકાવી શકાય.

તા. ૧૨ મે, ૨૦૨૦.:

image source

પ્રધાન મંત્રી મોદીએ એકવાર ફરીથી તા. ૧૨ મે, ૨૦૨૦ના રોજ ૩૪ મિનીટ ૫ સેકન્ડસુધી રાષ્ટ્રને સંબોધિત કરતા આ જાહેરાત કરી કે, લોકડાઉન તા. ૧૭ મેં, ૨૦૨૦ પછી પણ લાગુ રહેશે, પરંતુ લોકડાઉન- ૪ અલગ હશે. તેમણે કહ્યું- રાજ્યો તરફથી સુચનાના આધારે લોકડાઉન-૪ને આપ બધાની સામે તા. ૧૮ મે, ૨૦૨૦ પહેલા જાહેર કરવામાં આવશે.

image source

આપણે કોરોના સાથે લડીશું અને આપણે આગળ વધીશું. પીએમ મોદીએ કોવિડ-19ના લીધે ઉત્પન્ન થયેલ આર્થિક સંકટનો સામનો કરવા માટે ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. તેમણે લોકોને ‘લોકલ માટે વોકલ’ થવાની અપીલ કરી.

તા. ૩૦ જુન, ૨૦૨૦.:

image source

પીએમ મોદીએ તા. ૩૦ જુન, ૨૦૨૦ના રોજ ૧૬ મિનીટના પોતાના સંબોધનમાં ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને દુનિયાના અન્ય દેશો સાથે તુલના કરી અને કહ્યું કે, કોરોના મહામારી સાથે લડાઈમાં અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી વધારે સારી છે.

image source

તેમણે સામાજિક અંતર અને માસ્ક પહેરવાના મહત્વ વિષે જણાવ્યું અને કોરોના વિરુદ્ધ લડાઈમાં કોઇપણ રીતે ઢીલાશ ના કરવાને લઈને સાવધાન પણ કર્યા. પીએમ મોદીએ કહ્યું, સમય પર નિર્ણય અને ઉપાયે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

image source

જો કે, આપણે જે સાવધાની તરીકે પગલાં ભર્યા છે તેને આગળ પણ લાગુ કરવાની જરૂરિયાત છે. આની સાથે જ, પીએમ મોદીએ ૮૦ કરોડ કરતા વધારે લોકોને મફત રાશન માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગળ વધારવાની પણ જાહેરાત કરી. કેમ કે, આ યોજના તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૦ ના જ સમાપ્ત થઈ રહી હતી.

તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૦.:

image source

પ્રધાનમંત્રી મોદીએ તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ રાષ્ટ્રના લોકોને સંબોધિત કરતા આ આશ્વસ્ત કર્યા કે, કેન્દ્ર કોવિડ-19 વેક્સિનને સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. જયારે પણ આ લોન્ચ થશે તો દરેક ભારતીય સુધી પહોચશે.

image source

તેમણે સાંજના ૬ વાગે પોતાના ભાષણમાં લોકોને કડકાઈની સાથે માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહ્યું. તેમણે લોકોને ચેતવતા કહ્યું કે, તેઓ સાવધાન રહે કેમ કે, કોરોના હજી સમાપ્ત થયો નથી ભલે લોકડાઉન સમાપ્ત થઈ ગયું હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ