તૈમુરે મામાના લગ્નમાં કર્યો ડાન્સ, જોઇ લો વિડીયોમાં તમે પણ

ભાઈ અરમાન જૈનના લગ્નમાં બહેન કરિના કપૂર અને કરિશ્મા કપૂરે જોરદાર ડાન્સ કર્યો, સાથે સાથે તૈમૂર અલી ખાન પણ સંગીતના તાલે ઝૂલતો નજર આવ્યો. જુઓ આ વીડિયો.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan Fanpage ✨ (@kareena.arabfc) on

અરમાન જૈનના લગ્નમાં બંને બહેનો કરિના કપૂર અને કરિશ્મા કપૂરે પણ તેમના ડાન્સથી લગ્નમાં જોરદાર ધૂમ મચાવી હતી. તૈમૂર અલી ખાન પણ મામાના લગ્નમાં સંગીતના તાલે તાલ મિલાવતો નજર આવ્યો હતો.

* અરમાન જૈને મંગેતર અનિસા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા.

* કરિના અને કરિશ્મા ભાઈના લગ્નમાં ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં.

* તૈમૂર અલી ખાન પણ મામાના લગ્નમાં નાચતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan Fanpage ✨ (@kareena.arabfc) on

એક અભિનેતા અને કરિશ્મા કપૂર અને કરીના કપૂરના ભાઈ અરમાન જૈને ગતરોજ તેની મંગેતર અનીસા મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. અરમાન જૈનના લગ્ન સાથે જોડાયેલા ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં ની સાથે જ છવાઈ ગયા હતાં. જો ભાઈ લગ્ન હોય અને બહેનોનો જલવો ન હોય એવું તો બની જ ન શકે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan Fanpage ✨ (@kareena.arabfc) on

અરમાન જૈનના લગ્નમાં કરિના કપૂર અને કરિશ્મા કપૂરે પણ તેમના ડાન્સથી જોરદાર ધૂમ મચાવી હતી. વિશેષ વાત એ છે કે અરમાન જૈનની બારાતમાં તેનો ભત્રીજો એટલે કે તૈમૂર અલી ખાન પણ સંગીતના તાલે ઝૂલતો નજરે જોવા મળ્યો હતો. લગ્નની આખી બારાત દરમિયાન તૈમુર અલી ખાને તેના ખાસ હટકે અંદાજથી ઘણાં લોકોના દિલ જીતી લીધાં.

image source

અરમાન જૈનની બારાતમાં તૈમૂર અલી ખાન તેના પિતા સૈફ અલી ખાનના ખભા પર બેસેલો દેખાયો હતો અને તે સાથે જ તે મામાના લગ્નમાં ત્યાંથી જ નાચતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં તૈમૂર અલી ખાનની સ્ટાઇલ એકદમ ક્યૂટ લાગી રહી છે.

image source

સૈફ અલી ખાન અને કરીના (કરીના કપૂર) ના નાના રાજકુમારનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ મોટી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ સિવાય કરીના કપૂર અને કરિશ્મા કપૂરનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના ભાઈ અરમાન જૈન સાથે કારમાં જ નાચતી જોવા મળી રહી છે.

image source

તમને એ પણ ખાસ જણાવી દઈએ કે અરમાન જૈન ઋષિ કપૂર અને રણધીર કપૂરની બહેન રીમા જૈન અને તેના પતિ મનોજ જૈનનો પુત્ર છે.

image source

તમને એ પણ જણાવી દઈએ કે, આ લગ્ન કપૂર પરિવારના હોવા છતાં ઋષિ કપૂરનો પરિવાર આ લગ્નમાં હાજર રહી શક્યો ન હતો, કારણ કે તેમની તબિયત ખરાબ હતી અને તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે હવે ઋષિ કપૂરની તબિયત પહેલા કરતા ઘણી સારી છે, તેમજ તેમણે ખુદ ટ્વીટ કરીને પોતાના ચાહકોને આ માહિતી આપી હતી.

image source

અરમાન જૈને વર્ષ 2014 માં ફિલ્મ ‘લેકર હમ દીવાના દિલ’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જોકે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર વધારે પ્રગતિ કરી શકી નહોતી.

તેમજ, અરમાન જૈન અને અનિસા મલ્હોત્રાના લગ્નને લગતા ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર થતા જ વાયરલ થઈ રહ્યાં છે, જેમાં પરિવારના સભ્યો ઉપરાંત બોલીવુડના જાણીતા કલાકારો પણ જબરદસ્ત લૂક જોવાં મળ્યાં હતાં.

image source

જ્યારે અરમાન જૈન તેના લગ્નમાં સફેદ શેરવાનીમાં જોવા મળ્યો હતો, ત્યારે અનિસા મલ્હોત્રા આ ખાસ પ્રસંગે લાલ લહેંગામાં હેવી જવેલરી સાથે સજ્જ જોવા મળી હતી. આમ બંને કપલ નો લગ્નમાં ખાસ રોયલ લુક જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan Fanpage ✨ (@kareena.arabfc) on

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ