લગ્નના ઘણા સમય પછી રિતેશે જેનેલિયાને કીધું કંઇક એવુ કે…જાણીને તમને પણ લાગશે નવાઇ

લગ્નની વર્ષગાંઠના બીજા જ દિવસે, રિતેશે જેનીલિયાને કહ્યું કે, હું બીજા કોઈને પ્રેમ કરું છું.. જુઓ આ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd) on

રિતેશ દેશમુખે લગ્નની વર્ષગાંઠના બીજા જ દિવસે, પત્ની જેનીલિયા ડિસુઝાના હોશ ઉડાવી દીધા, કહ્યું કે – હું કોઈ બીજાને પ્રેમ કરું છું..

* રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસુઝાનો વીડિયો વાયરલ થયો હતો.

* અભિનેતા રિતેશ દેસમુખે કહ્યું કે, કોઈ બીજાને પ્રેમ કરું છું.

* સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.

બાય ધ વે, રિતેશ દેશમુખ અને જેનીલિયાએ ફિલ્મ ‘મુઝે તેરી કસમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મના સેટ પર જ બંનેને એકબીજાથી પ્રેમ થઈ ગયો. બંનેએ 10 વર્ષ ડેટિંગ બાદ લગ્ન કર્યા. રિતેશ દેશમુખ વિશે વાત કરીએ તો તેમના પિતા વિલાસ રાવ દેશમુખ કોંગ્રેસના એક મોટા નેતા હતા.

image source

રિતેશ દેસમુખે મસ્તી, ક્યા કૂલ હૈ હમ, માલામાલ વિકલી, અપના સપના મની મની, એક વિલન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. રિતેશ અને જેનીલિયા બે બાળકોના માતા-પિતા છે. ચાહકો બંનેને ફરી એકવાર સાથે સ્ક્રીન પર જોવા માટે ખૂબ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

image source

બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા ડિસુઝાએ 3 ફેબ્રુઆરીએ તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી ખૂબ ધામધૂમથી કરી. તમને એ પણ જણાવી દઈએ કે, રિતેશ અને જેનીલિયા વર્ષ 2012 માં લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. બંનેનાં લગ્નને આજ આઠ વર્ષ થઈ ગયા છે.

image source

આ પ્રસંગે બંનેએ સોશિયલ મીડિયા પર ઘણાં રમૂજી વીડિયો પણ શેર કર્યા હતા. જોકે, હાલમાં રિતીશ દેશમુખનો અને જેનીલિયાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વધુને વધુ ઝડપી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં, જ્યારે જેનિલિયા ડિસુઝા એમ કહે છે કે, બેબી આઈ લવ યુ.. ત્યારે રિતેશ દેશમુખ જેનીલિયાને એમ જણાવી રહ્યા છે કે તે કોઈ બીજાને પ્રેમ કરે છે. રિતેશની આ વાત સાંભળીને જેનીલિયા એકદમથી ચોંકી જાય છે.

image source

પછી થોડીવાર રહી ને રિતેશ દેશમુખ કહે છે કે, બેબી હું તો તારી સ્માઇલને પ્રેમ કરું છું. આમ કહ્યા બાદ, રિતેશ દેશમુખ બીજી તરફ મોં ફેરવી ને કહી રહ્યો છે કે, હું મૃત્યુને અડકીને ફટ દઈને પાછો ફર્યો છું.

image source

સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થતા આ વીડિયોને રિતેશ દેશમુખે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી બધા સાથે શેર કર્યો છે. જેનીલિયા ડિસુઝા રિતેશ દેશમુખને વીડિયોમાં કહે છે કે તે તેને ખૂબ જ ચાહે છે, ત્યારે રિતેશ દેશમુખ કહે છે, “પણ હું બીજા કોઈને પ્રેમ કરું છું”. આના પર અભિનેત્રી જેનિલિયા ડિસુઝા આશ્ચર્ય સાથે પૂછે છે કે ‘કોની સાથે’. તેના જવાબમાં રિતેશ દેશમુખ કહે છે કે , “બેબી તારાં સ્મિતને.”

image source

રિતેશ દેશમુખ અને જેનીલિયા ડિસુઝાનો આ ફની વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે રિતેશ દેશમુખે તેમના ચાહકોને એક કડક ચેતવણી પણ આપી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “ચેતવણી, આ સ્ટંટને ઘર પર અજમાવશો નહીં.” તેની વર્ષગાંઠ નિમિત્તે રિતેશ દેશમુખે ચાહકો સાથે બીજો એક રમૂજી વીડિયો પણ શેર કર્યો હતો. જે ઇન્ટરનેટ પર પણ ખૂબ વાયરલ થયો હતો.

image source

તેમણે બીજો એક વિડીયો પણ શેર કર્યો જેમાં તે પતિઓના દુખનું વર્ણન કરી રહ્યા છે. જેનીલિયા વીડિયોમાં રીતેશને કહી રહી છે કે જુઓ, આપણા લગ્નની તસ્વીરો, આ પછી રિતેશના ચહેરા પર દર્દ ઉતરી આવે છે અને બેકગ્રાઉન્ડમાં જગજીતસિંહના અવાજમાં ગીત પણ વાગવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd) on

‘ જીન ઝખ્મો કો વક્ત ભર ચલા હે, તુમ ક્યું ઉન્હેં છેડ જા રહે હો, તુમ ઇતના ક્યુ મુસ્કુરા રહે હો..’ પતિની વેદના વિશે વાત કરીએ તો બધા જાણે જ છે કે, રિતેશ દેશમુખે માત્ર એક શરારત કે મજાક જ કરી છે, હકીકતમાં બંને પોતાની અંગત જિંદગીમાં ખુબ ખુશ છે. તેમજ હાલમાં તેઓ બંને પણ ટિક ટોક પર છવાયેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ