વાંચી લો ‘મલંગ’ મૂવીનો રિવ્યૂ, અને પછી નક્કી કરો મૂવી જોવા જવુ કે નહિં..

થિયેટરમાં મલંગ જોવા જતાં પહેલાં જાણીલો ફિલ્મ ખરેખર રૂપિયા ખર્ચાવા લાયક છે ?

image source

હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ મલંગમાં મુખ્ય કલાકાર તરીકે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, દિશા પાટની, કુણાલ ખેમુ અને અલી અવરામે અભિનય આપ્યો છે. ફિલ્મનું દીગ્દર્શન મોહિત સૂરી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મને જો રેટ આપવો હોય તો તમે તેને 2 થી 2.5 સ્ટાર્સ આપી શકો.

image source

મોહિત સૂરિ પોતાની રોમેંટિક ફિલ્મો માટે જાણીતા છે તે આ અગાઉ ઇશ્ક અને આશિકી ફિલ્મ દર્શકોને આપી ચૂક્યા છે. તેઓ ફરી એકવાર ફિલ્મ મલંગ દ્વારા લવ સ્ટોરી લઈને આવ્યા છે. મલંગ ફિલ્મ વિષે પ્રચારમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ એક થ્રિલર ફિલ્મ છે, પણ વાસ્તવમાં આ ફિલ્મમાં થ્રિલર ઓછું અને રોમાંસ વધારે દર્શાવવામાં આવ્યું છે.

image source

ફિલ્મને વિશાળ સ્ટારકાસ્ટ દ્વારા લોકોને આકર્ષવાનો પ્રયાસ કરવામા આવ્યો છે, ફિલ્મમાં ગીતો પણ છે, રોમાંસ છે અને એક્શન છે અને સાથે સાથે બે ગંભીર સામાજીક સંદેશ પણ પાઠવવામાં આવ્યા છે. જો તમે આ વિકેન્ડ પર આ ફિલ્મ જોવા જવા માગતા હોવ તો પહેલાં જાણી લો કે ફિલ્મ કેવી છે.

ફિલ્મની વાર્તા

image source

મૂળે આ ફિલ્મની વાર્તા એક બદલા એટલે કે રિવેન્જની છે. આ વાર્તાનું લોકેશન ગોવા છે જ્યાં સારા એટલે કે ફિલ્મની મુખ્ય હીરોઈન (દિશા પટની) વિદેશથી આવે છે, જીવનનો અનોખો અનુભવ મેળવવા. અહીં તેણીની મુલાકાત ફિલ્મના હીરો અદ્વેત (આદિત્ય રોય કપૂર) સાથે થાય છે. બન્ને એક સાથે થોડો સમય પસાર કરે છે અને ધીમે ધીમે એકબીજાની નજીક આવી જાય છે.

image source

આ બન્નેને નજીક લાવવામાં અલિ અવરામનો મહત્ત્વનો ફાળો હોય છે જેને ફિલ્મમાં એક ડ્રગ એડિક્ટ બતાવવામાં આવી છે. સારા અને અદ્વેત એકબીજાની નજીક આવે છે અને તે દરમિયાન સારા પ્રેગ્નન્ટ થઈ જાય છે, પણ અદ્વેત જવાબદારીઓથી છટકીને સારાને એકલી છોડીને જતો રહે છે.

image source

આ દરમિયાન વાર્તામાં બે પોલીસવાળાનો પ્રવેશ થાય છે, અગસ્તે (અનિલ કપૂર) અને માઈકલ (કુણાલ ખેમૂ). અગસ્તેને પણ એક ડ્રગ એડિક્ટ બતાવવામાં આવ્યો છે અને તેનો પોતાના કામ પ્રત્યે કંઈક અલગ જ ફંડા હોય છે. તે ગુનાને નહીં પણ ગુનેગારને જ ખતમ કરવા માગતો હોય છે. તો બીજી બાજુ માઇકલ એક સ્પેશલ સેલ અધિકારી હોય છે જે સ્વભાવે ઘણો શાંત અને ગંભીર હોય છે.

image source

હવે આ બધા જ પાત્રોનો એક સાથે શું સંબંધ છે તે જાણવા માટે તો તમારે ફિલ્મ જોવી પડશે. સારાએ ત્યાર બાદ શું બાળકને જન્મ આપ્યો ? અદ્વેત પાછો આવ્યો ? ડ્રગ એડિક્ટ અલી અવરામનું શું થયું ? જો તમને સ્ટોરીનો આટલો પાર્ટ રસપ્રદ લાગ્યો હોય તો તમે ટીકીટ ખરીદી શકો છો. જો કે તમને એ જણાવી દઈએ કે ફિલ્મના બધા પાત્રો ઝડપથી પોતાના રંગ બદલતા રહે છે.

ફિલ્મનું ડીરેક્શન

image source

ડીરેક્શન મોહિત સૂરીનું હોવાથી તેને રોમાન્સને આગવું મહત્ત્વ આપ્યું હોય તે તો સ્વાભાવિક જ છે. પણ આ ફિલ્મમાં દર્શકને પોતાની તરફ આકર્ષી શકે તેવું ફેક્ટર મિસિંગ છે. વાર્તા હજુ પણ રસપ્રદ બની શકી હોત અને ડીરેક્શન પણ સુધરી શક્યું હોત. પણ અહીં એડીટીંગની ભારોભાર કમી છે કારણ કે ફિલ્મને થોડી વધારે જ ખેંચવામાં આવી છે. ફિલ્મનો સેકન્ડ હાફ તો ઝડપી છે પણ ફર્સ્ટ હાફને જરૂર વગર ખેંચવામાં આવ્યો છે.

અભિનય

image source

અભિનયની વાત કરીએ તો જ્યાં સ્ક્રીન પર અનિલ કપૂર હોય તો બીજાનો તો કોઈ ચાન્સ જ ન રહે. અહીં મુખ્ય પાત્રો કરતાં બન્ને પોલીસવાળા એટલે કે અનીલ કપૂર અને કુણાલ ખેમૂની એક્ટિંગ શાનદાર છે. તે બન્નેને તમે આ ફિલ્મમાં એક અલગ પ્રકારનું ચરિત્ર નિભાવતા જોશો જેમાં તેમણે પોતાની એક આગવી છાપ છોડી છે. આ ઉપરાંત અલી અવરામે પણ પોતાના અભિનયને ઘણો નિખાર્યો છે. તો વળી દીશા પટની અને આદિત્ય રોય કપૂર વચ્ચેની કેમેસ્ટ્રી પણ જોવા જેવી છે.

સંગીત

image source

મોહિત સૂરીની ફિલ્મોમાં તે સંગીતને ખૂબ મહત્ત્વ આપે છે. આ ફિલ્મ લોકોને પસંદ આવશે કે નહીં તે તો સમય જ બતાવશે પણ તેનું મ્યુઝિક ચોક્કસ લોકોને પસંદ આવ્યું છે. આ ફિલ્મના આલ્બમમાં 5 ગીતો છે અને પાંચે ગીતોને લોકો પસંદ કરી રહ્યા છે. તેમાં પણ અરિજીત સિંહ દ્વારા ગાવામાં આવેલા ગીત ‘ચલ ઘર ચલેં’ ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, આ ઉપરાંત ફિલ્મના ટાઈટલ સોંગને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

રીવ્યૂ

image source

ફિલ્મમાં એક્ટિંગ પણ ખાસ પ્રભાવશાળી જોવામાં નથી આવી. જો કે ફિલ્મમાં એક્શન સારી રીતે પીરસવામાં આવ્યું છે અને મ્યુઝિક તો ફિલ્મ રિલિઝ થયા પહેલાં જ હીટ થઈ ગયું છે.

સામાન્ય રીતે મોહિત સૂરી લવ સ્ટોરી માટે જાણીતા છે અને તે તેઓ ઘણી સારી રીતે દર્શાવી શકે છે. પણ આ વખતે એક જાદૂ જે ફિલ્મમાં હોવો જોઈએ તે ન જોવા મળ્યો. ફિલ્મમાંની લવસ્ટોરીને ઓર વધારે રસપ્રદ બનાવી શકાઈ હોત.

image source

આ ફિલ્મની એક સારી વાત એ છે કે ફિલ્મ દ્વારા બે મહત્ત્વના સંદેશ આપવામાં આવ્યા છે અને તે છે ડ્રગ્સ અને મર્દાનગીના સાચા અર્થ વિષે. આ બન્ને વિષયને ફિલ્મમાં અસરકારક રીતે દર્શાવવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ