તૈમુરની દેખભાળ કરતી આયાને કરીના-સૈફ આપે છે અધધધ..પગાર, જાણીને તમને પણ લાગશે નવાઇ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દીકરો તૈમુર અલી ખાનની ફેન ફોલોઇંગ તેના માતા પિતા કરતા પણ વધારે છે.

image source

જન્મ પછીથી જ તૈમુર પૈપરાજીનો ફેવરેટ રહ્યો છે. તૈમુર જ્યાં જાય છે ત્યાંથી જ તેમના ફોટા વાઇરલ થઈ જાય છે.

તૈમુરનું તેની આયા સાથે જોવા મળવુ એ બધા માટે એક ચર્ચાનો વિષય બની ગયો હતો. તાજેતરમાં આવેલી ખબરો મુજબ કરીના તૈમુરની આયાને દર મહિને ૧.૫ લાખ જેટલી સેલેરી ચૂકવે છે.

ચાલો હવે જાણીએ કરીનાએ વાત પર શુ રીએક્ટ કર્યું?

image source

પિંકવિલામાં આપેલ ઇન્ટરવ્યુમાં કરીનાએ તૈમુરની આયાની સેલેરી પર રીએક્ટ કરતા કહ્યું છે કે શુ સાચેજ? પરંતુ જેવું હું કહું છું એમ હું વિશે કોઈ વાત નથી કરતી.

આ પહેલીવાર નથી કે કરીના કપૂર ખાનને આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય. આ પહેલા જ્યારે તે અરબાઝ ખાનના શો પિંચમાં ગઈ હતી. ત્યારે એક ફેને કરીનાને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નનો જવાબ આપતા કરીનાએ કહ્યું હતું કે આપના બાળકને ખુશ અને સુરક્ષિત રાખવાનું કોઈ મોલ હોતું નથી.

image source

સૈફ અને કરીના જ્યારે વિદેશ ફરવા જાય છે ત્યારે તૈમુર અને તૈમુરની સાથે આયા પણ તેમની સાથે જ જાય છે. કરીનાના બાળકને સાંભળવા માટે આ આયાની વ્યવસ્થા જુહુ સ્થિત એક એજન્સીએ કરી આપી છે.

તેમજ તુષાર કપૂર અને સોહા અલી ખાનના બાળકો માટે પણ જે આયાઓની રાખવામાં આવી છે તેની વ્યવસ્થા પણ આ જ એજન્સીએ પ્રોવાઈડ કરે છે. આ એજન્સી આયાના બેકગ્રાઉન્ડ, મેડિકલ અને ફાઇનાન્સિયલ વેરિફિકેશન કરાવે છે. જેથી કરીને સ્ટાર્સને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડે નહીં.

image source

તૈમુર પ્લે સ્કૂલમાં જાય છે. કિડ જિમ કમ સ્કૂલની ૩ મહિનાની ફી ૧૫ હજાર રૂપિયા છે એટલે કે એક મહિનાનો ચાર્જ ૫ હજાર રૂપિયા છે. ખાસ વાત એ છે કે બાળકોની આ સ્કૂલમાં ફક્ત એક જ દિવસ કલાસમાં જવાનું હોય છે. અહીંયા બાળકોને રમવા માટે અને શીખવા માટે ઘણા બધા સાધનો છે.

સૈફ અલી ખાને કોફી વિથ કરણમાં જણાવ્યું કે તેના અને કરીનાના દીકરા તૈમુરનો એક ફોટો ૧૫૦૦ રૂપિયામાં વેચાય છે. સૈફનું માનવું છે કે ફોટોની આટલી રેટ કોઈપણ સુપરસ્ટારની પણ નહીં હોય. તૈમુરની ફોટોઝ આટલી મોંઘી વેચાવાનું મુખ્ય કારણ છે તેની ક્યુટનેસ.

image source

કરીના કપૂર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો કરિનાની ફિલ્મ ગુડ ન્યુઝ થોડાક દિવસ પહેલા જ થિયેટરમાં રિલીઝ થઈ છે. ગુડ ન્યુઝ ફિલ્મમાં કરિનાની સાથે અક્ષય કુમાર, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોઈ શકાય છે.

હવે કરીના કપૂર ખાનની સાથે ઈરફાન ખાન અંગ્રેજી મીડીયમ ફિલ્મમાં જોવા મળશે. આ સાથે જ કરીના કપૂર ખાન આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચડડાનું શૂટિંગ હાલમાં કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ