રોજ ખાઓ આ મુરબ્બા, અને દૂર કરી દો આ અનેક બીમારીઓને

વિવિધ પ્રકારના મુરબ્બા કેવી કેવી બીમારીઓથી બચાવે છે ?

મુરબ્બા નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. મોટેભાગે આબાલવૃદ્ધ સૌકોઈ મુરબ્બાને પસંદ કરે છે. આમ પણ આપણે ત્યાં ચાસણીમાં વિવિધ પ્રકારના ખોરાક સાચવવાની સિસ્ટમ છે. મુરબ્બો પણ એ જ સિસ્ટમ નો એક ભાગ છે .આમળાનો મુરબ્બો વિશેષ રીતે પ્રિય છે પરંતુ આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓમાંથી મુરબ્બો બનાવી શકાય છે. મુરબ્બા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામીન કેલ્શિયમ આયરન ફાઇબર અને મિનરલ હોય છે. મુરબ્બો ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.જે ખાદ્ય પદાર્થ નો મુરબ્બો બનાવવામાં આવે છે તે ખાદ્ય પદાર્થના ગુણધર્મો મુરબ્બાની અંદર સચવાયેલા મળી આવે છે.

આપણે જોઈએ કે કઈ કઈ પ્રકારના મુરબ્બા બને છે અને તેના ફાયદા શું છે?

આમળાનો મુરબ્બો

image source

આમળાના મુરબ્બા માં વિટામિન સી , એમિનો એસિડ, કોપર તેમજ અન્ય મિનરલ્સ પણ મોજુદ હોય છે. આમળાનો મુરબ્બો નિયમિત પણે ખાવાથી પાચન તંત્ર તેમજ રોગપ્રતિકારક શક્તિ પણ સુધરે છે. આમળાંમાં રહેલું વિટામીન-સી શરીર માટે અતિ ઉપયોગી તત્વ કેલ્શિયમ અને આયર્ન ના absorption ને વધારે છે. આમળાનો મુરબ્બો કફ અને પિત્ત સંબંધિત સમસ્યાઓમાં રાહત રૂપ છે.આમળાંમાં રહેલું વિટામીન-સી આયન તેમજ એન્ટિઓક્સિડન્ટ તત્વો વધતી જતી વય ની અસરથી ચામડીને મુક્ત રાખે છે. આમળાનો મુરબ્બો એસીડીટી નો રામબાણ ઈલાજ છે. આમળાનો મુરબ્બો ખાવાથી યાદશક્તિ પણ મજબુત બને છે.

ગાજરનો મુરબ્બો

image source

વિપુલ માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ ધરાવતો ગાજરનો મુરબ્બો લોહીની ઉણપને દૂર કરે છે. પેટમાં થતી બળતરા દૂર કરવામાં તેમજ આંખોની રોશની વધારવા માં ગાજરનો મુરબ્બો બેહદ ઉપયોગી છે. નિયમિત પણે ગાજરનો મુરબ્બો ખાવાથી હાઈ બ્લડપ્રેશર તેમજ કેન્સર જેવા રોગ સામે રક્ષણ મળે છે. ગાજરમાં રહેલું બીટા-કેરોટિન તેમજ વિટામીન એ જેવા પોષક તત્વો કેન્સરના સેલને વધતા અટકાવે છે. બીટા કેરોટીન સુરજના અલ્ટ્રાવાયોલેટ કિરણોની સામે પણ ત્વચાનું રક્ષણ કરે છે.

કાચી કેરી નો મુરબ્બો

image source

કાચી કેરી માં રહેલું ફીનોલિક નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. કાચી કેરી નો મુરબ્બો ભૂખવર્ધક માનવામાં આવે છે. બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શન, કબજિયાત તેમજ આતરડા ને લગતી અન્ય બીમારીમાં કાચી કેરીનો મુરબ્બો રાહત આપે છે.

image source

તેમાં રહેલા વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન ઈ તથા સેલેનિયમ હૃદયરોગના જોખમને ઘટાડે છે, આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. કાચી કેરી માં ભરપૂર માત્રામાં આયરન ઉપલબ્ધ છે જેને કારણે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પણ સંતુલિત રહે છે.ગર્ભવતી મહિલાઓ માટે તથા પાંડુ રોગથી પીડાતા વ્યક્તિઓ માટે પણ કાચી કેરીનો મુરબ્બો ફાયદાકારક છે. કાચી કેરીનો મુરબ્બો એનર્જી બુસ્ટર નું કામ કરે છે. વજન વધારવા માગતા લોકો માટે પણ તે ફાયદાકારક છે .

સફરજનનો મુરબ્બો

image source

આપણે સૌ જાણીએ છીએ કે શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે સફરજન બહુ જ ફાયદાકારક છે પરંતુ સફરજનનો મુરબ્બો એના કરતાં પણ વધુ ફાયદાકારક છે. હૃદયરોગ ઉપરાંત માનસિક તાણ ,ડિપ્રેશન, સ્ટ્રેસ, માથાનો દુખાવો, ચીડીયાપણ ,અનિંદ્રા ,યાદશક્તિની સમસ્યા જેવી તકલીફોમાં સફરજનનો મુરબ્બો અકસીર ઇલાજ માનવામાં આવે છે. સફરજનનો મુરબ્બો એન્ટી એજિંગ માનવામાં આવે છે, કાલે સફેદ થતાં વાળને પણ સફરજનના મુરબ્બા ના નિયમિત ઉપયોગથી રોકી શકાય છે. ગર્ભવતી મહિલા તથા સ્તનપાન કરાવતી મહિલાઓ માટે સફરજનનો મુરબ્બો બેહદ ઉપયોગી છે.

હરડે નો મુરબ્બો

image source

નિયમિતપણે હરડેના મુરબ્બા નું સેવન કરવામાં આવે તો શરીરમાં થયેલી ઈજા મા ઝડપથી આરામ મળે છે. હરડે નો મુરબ્બો સોજો દૂર કરવામાં ઉપયોગી છે. પેટમાં થતા કરમિયાં, પાચનતંત્ર સંબંધી સમસ્યા, જઠરના રોગ, ટ્યુમર, યુરીન ઇન્ફેકશન તેમજ મૂત્રાશયમાં થતી પથરી માં હરડનો મુરબ્બો લાભદાયક માનવામાં આવે છે. ગોળ સાથે હરડ નો મુરબ્બો ખાવામાં આવે તો શરીરમાં થયેલી ગાંઠ પર પણ પ્રભાવક નીવડે છે .

બીલીનો મુરબ્બો

image source

ખાવામાં બીલી અત્યંત ઠંડા માનવામાં આવે છે. બીલીના સેવનથી આંતરડા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. બીલીનો મુરબ્બો એસીડીટી, હેજા, ડાયરિયા જેવી પાચન સંબંધી બીમારીઓમાં રાહત રૂપ છે.ગરમીના દિવસોમાં બીલીનો મુરબ્બો શરીરના તાપમાનને તાપમાન સાથે સંતુલિત રાખવામાં મદદરૂપ નીવડે છે. તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

વિવિધ પ્રકારના મુરબ્બા શરીરમાં પોષક તત્વો પૂરા પાડે છે પરંતુ તેમાં ખાંડ ભરપૂર આવતી હોવાથી તે કેલેરી માં વધારો કરે છે જેને કારણે વજન વધી શકે છે માટે મુરબ્બા નું સેવન ચોક્કસ મર્યાદામાં જ કરવું જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓએ મુરબ્બા નું સેવન ડોક્ટરની સલાહ મુજબ કરવું.

કફ શરદી થી પીડાતા અને ઠંડી પ્રકૃતિ ધરાવતા લોકોએ પણ મુરબ્બો ખાતી વખતે સાવધાની રાખવી. આમ પણ એવી એક કહેવત છે કે અતિ ન વર્જયેત.એટલે કે કોઈ પણ વસ્તુનો અતિરેક ઇચ્છનીય નથી માટે ઘણા સારા અને ફાયદાકારક ગુણધર્મો ધરાવતો મુરબ્બો પણ મર્યાદિત માત્રામાં ખાવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ