ઋતીકની બાળપણની આ તસવીરો જોઇને તમે બોલી ઉઠશો ‘નાનપણથી જ હેન્ડસમ હિરો છે આ તો’…

ઋતીકના બર્થ ડે પર જાણો તેની ફીટનેસનું રહસ્ય

ઋતીક રોશન આજે 46 વર્ષનો થઈ ગયો છે. છેલ્લા 20 વર્ષથી તે ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને લાંબી રેસનો ઘોડો સાબિત થઈ રહ્યો છે. ટાઇગર શ્રોફ જેવા યુવાનોનો આઇડલ છે ઋતિક રોશન. તેના સોંદર્યને હંમેશથી ગ્રીક ગોડ સાથે સરખાવવામાં આવ્યું છે. તીની માંજરી આંખો તેમજ તેનો લાંબી હડપચીવાળો ચહેરો તેના દેખાવને કોઈ ગ્રીક દેવતા જેવો બનાવે છે.

image source

ગયા વર્ષે ઋતિકે બે સુપરહીટ ફિલ્મો આપી વૉર અને સુપર 30 આ બન્ને ફિલ્મોમાં ઋતિકના અભિનયના ખૂબ વખાણ થયા પણ વૉરમાં તેના દેખાવે તો યુવાનોમાં કંઈક ઓર જ ઉત્તેજના ફેલાવી દીધી હતી. આજે દેશના સેંકડો યુવાનો ઋતિક જેવું બોડી મેળવવા માટે દીવસરાત મહેનત કરે છે. જો તમારે પણ ઋતીક જેવું ફીટ બોડી જોઈએ છે તો અમે તમને જણાવીશું કે ઋતિક પોતાને આટલો ફીટ અને આકર્ષક બનાવવા માટે શું કરે છે.

image source

ઋતિક ફિલ્મોમાં પ્રવેશ્યો તે પહેલાંનો તે પોતાના બોડી માટે જાગૃત છે જે તેની પ્રથમ ફિલ્મ કહોના પ્યાર હૈ પરથી તમે જોઈ શકો છો, કે તે જ્યારથી ફિલ્મોમાં પ્રવેશ્યો ત્યારથી જ ફીટ એન્ડ હેન્ડસમ છે. પણ તેની ઉંમર જેમ જેમ વધતી જઈ રહી છે તેમ તે ઓર વધારે આકર્ષક બની રહ્યો છે.

આ વાતોનું ઋતીક રાખે છે ખાસ ધ્યાન

image source

ઋતીક પોતાના બોડીને ફીટ રાખવા માટે પોતાના ખાન-પાન પર કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી કરતો. તે હંમેશા ઓછા તેલવાળું અને બને તેટલું વધારે પ્રોટિન મળી રહે તેવો ખોરાક લે છે.

ઋતીક પોતાના ખોરાકમાં ઇંડાનો સફેદ ભાગ તેમજ ચિકન અને ફીશ લેવાનું પસંદ કરે છે કારણ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ હોય છે અને પ્રોટીન ખાવાથી તમારી માસપેશિઓ મજબૂત બને છે અને ફેટ ઓછી થાય છે.

image source

આ ઉપરાંત ઋતીક બાફેલા શાકભાજી પણ સારા પ્રમાણમાં ખાય છે. તેમાં વિવિધ શાકભાજીનો સમાવેશ થાય છે. ઋતીક પોતાના ભોજનો વચ્ચે બે-બે કલાકનું અંતર રાખે છે.

ઋતીક ફિલ્મની ડીમાન્ડ પ્રમાણે પોતાના વર્કઆઉટ દ્વારા જ પોતાનું વજન ઘટાડે-વધારે છે. તમને જણાવી દઈએ કે સુપર 30 ફિલ્મ માટે ઋતીકે વજન ઘટાડવું પડ્યુ હતું. જ્યારે તેની સાથે જ આવેલી ફિલ્મ વૉર માટે તેણે સ્નાયુબદ્ધ શરીર બનાવવા માટે વજન વધારવું પડ્યું હતું.

 

image source

ઋતીક જીમમાં કલાકો પસાર કરી નાખે છે. તેની બોડી એટલી પર્ફેક્ટ છે કે તે એક જ વારમાં 500 ક્રંચ કરી લે છે.

આજે 46 વર્ષી ઉંમરે અને 20 વર્ષ ફિલ્મલાઈનમાં વિતાવ્યા બાદ પણ ઋતિક વૉર જેવી ફિલ્મ આપી રહ્યો છે અને 29 વર્ષના ટાઇગર શ્રોફને હંફાવી રહ્યો છે. આજે પણ તેના ડાન્સની તોલે કોઈ જ હીરો આવી શકે તેમ નથી. તમને જણાવી દઈએ કે વૉર ફિલ્મે 292.71 કરોડની કમાણી કરીને ઇતિહાસ રચી દીધો છે. અને લોકો ફરીવાર ઋતીક – ટાઈગરની જોડીને જોઈને ધરાયા ન હોય તેમ તેમને હજુ પણ જોવા આતૂર છે.

image source

ઋતિકે 2000ના વર્ષમાં પોતાની હોમપ્રોડક્શન ફિલ્મ કહોના પ્યાર હૈથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. બસ ત્યારથી જ તેનો જાદૂ છવાયેલો છે જે ગયા વર્ષે રિલિઝ થયેલી ફિલ્મ વૉર સુધી બરકરાર છે. જો કે તેણે ફિલ્મોમાં તો બાળ કલાકાર તરીકે જ કામ શરૂ કરી દીધું હતું અને તે નાનપણમાં પણ ખુબ જ ક્યૂટ લાગી રહ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે ઋતિકે બાળ કલાકાર તરીકે ફિલ્મ, આપ કે દીવાને, ભગવાન દાદા, અને આસપાસ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ગયા વર્ષની વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોની યાદીમાં ઋતીક રોશનનો પ્રથમ ક્રમ હતો. તેણે એવેન્જર્સના માનીતા કેપ્ટન અમેરિકા ઉર્ફ ક્રીસ ઇવાન, ઇંગ્લેન્ડના ફુટબોલર ડેવીડ બેકહેમ અને હોલીવૂડ એક્ટર રોબર્ટ પેટીનસનને પણ પાછા પાડી દીધા છે. આ ઉપરાંત ઋતીકનું નામ ફોર્બ્સના ટોપ 100 સેલિબ્રિટીની યાદીમાં પણ આવી ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ