તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને પૂરા થયા 10 વર્ષ, ગોકુલધામ સોસાયટીમાં ‘ખુશિયોની દશક’ નું જશ્ન, જુઓ વીડિયો

ટેલીવિઝનનો સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ પોતાના 10 વર્ષ પૂરા કરી દીધા છે. શો નો પહેલો એપિસોડ 28 જુલાઈ,ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી જેઠાલાલનો પરિવાર અને તારક મહેતાની પૂરી ટીમ સમગ્ર દેશમાં દર્શકોનું મનોરંજન કરે છે. આ ખાસ પ્રસંગે ગોકુલધામ સોસાયટીમાં સીરિયલને દસ વર્ષ પુરા થવા પર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. તારક મહેતાની પૂરી ટીમ આ જશ્નમાં સામેલ હતી અને તેમને ‘હંસો હસાવો દિવસ’ ને ધૂમધામથી સેલિબ્રેટ કર્યો. સેટની કેટલીક તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તારક મહેતાની ટીમ નાચતી-ગાતી, જશ્ન મનાવતી અને કેક કાપતી દેખાય રહી છે. શો માં બબિતા અય્યરનો રોલ કરનારી અભિનેત્રી મુનમુન દત્તાએ આ પાર્ટીનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે આ એપિસોડ 30 અને 31 જુલાઈએ પ્રસારિત કરવામાં આવશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવી કોમેડી સીરિયલ છે, જે ક્યારે પણ અટકી નથી અને સતત પોતાના દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. તેમજ આ સીરિયલમાં ક્યારે લીપ નથી આવ્યો અને ન ક્યારે એક્ટર્સને લઈને કોઈ બાંધછોડ કરવામાં આવી. જેઠાલાલ અને ગોકુલધામ સોસાયટી પોતાના 11માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 28 જુલાઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ પોતાના 10 પૂરા કર્યા હતા. આ શો ના જેઠાલાલ, દયાબેન, બાપૂજી, ટપ્પૂ, મહેતા સાહેબ, સોઢી અને પોપટલાલ જેવા કેરક્ટર ઘેર-ઘેર લોકપ્રિય થઈ ગયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકો છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ક્રિએટર અસિત મોદીનું કહેવું છે કે, “દર વર્ષે 28 જુલાઈ આવે છે અને અમને બહુ ખુશી થાય છે કે એક બીજુ વર્ષ હસતા હસતા નીકળી ગયું. એવું લાગતું જ નથી કે અમે 11માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. એવું લાગે છે કે હજું તો અમે કાલે જ તો શરૂઆત કરી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર ભગવાનનો આશીર્વાદ છે. જો કે, દરેક કહાનીમાં ઘણી વખત તનાવપૂર્ણ પરિસ્થિતિ આવે છે પરંતુ દર વખતની જેમ ભગવાનની કૃપાથી અમે તેને દૂર કરીને આગળ વધીએ છીએ.

Image result for Taarak Mehta Ka Ooltah Chashmah:asit modi celebrate 10 years

“મારા તમામ કલાકાર અને મારી ટીમએ હંમેશા મને પૂરો સંયોગ આપ્યો છે. અમારા દર્શકો અમારા પર સતત પોતાનો પ્રેમ આપ્યો છે. જો કે, ક્યારેક ક્યારેક આલોચના પણ થાય છે પણ અમે તેને સકારાત્મક રૂપમાં લઈએ છીએ. અમને સાસ-વહુ શો અને ડ્રામા સાથે સરખામણી કરવી પડી પણ અમારી સકારાત્મક કહાની અને હંસી મજાક વાળું હલકુ ફુલકુ વાતાવરણ પારિવારિક મનોરંજનનું સૌથી મોટો સ્ત્રોત છે. દુઃખ એ વાતનું છે તે આગળની સફરમાં અમારી સાથે કવિ કુમાર આઝાદ અમારી સાથે નહીં હોય”.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી