આ બિઝનેસમેનની ઉદારતા આગળ ભલભલા લોકો પાછા પડે, જાણો મોંઘી કારને કેવી રીતે એમ્બ્યૂલન્સ બનાવી લોકોની કરે છે સેવા…

ઘાયલોને પોતાની લક્ઝરી કારમાં હોસ્પિટલ પહોંચાડે છે આ બિઝનેસમેન

image source

આજે માનવતા શોધવી પડે તેવી અસામાન્ય થઈ ગઈ છે. લોકો એકબીજાની ટાંગ ખેંચવામાં પડ્યા છે. ક્યાંક કોઈ અકસ્માત કે દુર્ઘટના ઘટી હોય તો તેને મદદ કરવાની જગ્યાએ આજે લોકો તેની વિડિયો તેમજ તસ્વીરો ખેંચીને સોશિયલ મિડિયા પર અપલોડ પહેલા કરે છે. પણ દુનિયામાં કેટલાક એવા લોકો પણ છે જે માનવતાની જીવતી જાગતી મિસાલ સાબિત થયા છે.

image source

આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરીશું જેણે પોતાની સેવા ભાવનાથી કંઈ કેટલાકે લોકોના જીવ બચાવ્યા છે. આ વ્યક્તિ છે રાજસ્થાનમાં રહેતા સંદીપ ગુપ્તા. તેમણે અત્યારસુધીમાં અગણિત ઇજાગ્રસ્ત લોકોને પોતાની કારમાં હોસ્પિટલ પહોંચાડીને સારવાર અપાવી છે.

image source

આ વ્યક્તિ રાજસ્થાનમાં પોતાનો મોટો બિઝનેસ ધરાવે છે અને તેઓ જ્યારે પણ જાહેર માર્ગમાં કોઈ અકસ્માત જુએ છે ત્યારે તરત જ તેમાં ઇજા પામેલી વ્યક્તિને તેઓ પોતાની લક્ઝરી કારમાં હોસ્પિટલે સારવાર માટે લઈ જાય છે.

એમ કહો કે સંદીપ ગુપ્તાએ પોતાની કામને એમ્બ્યુલન્સ જ બનાવી મુકી છે જે ઇજાગ્રસ્ત વ્યક્તિને સમસર હોસ્પિટલે પહોંચાડીને સારવાર અપાવે છે. સંદીપ ગુપ્તા મૂળે રાજસ્થાનના જયપુરના માલવિયાનગરના રહેવાસી છે.

image source

તેઓ જયપુરમાં પોતાનો બિઝનેસ ધરાવે છે. આજે પોતાની લક્ઝરી ગાડીને કોઈ હાથ પણ નથી લગાવા દેતું તેવા સમયમાં સંદીપભાઈ પોતાની લક્ઝરી કારમાં અત્યાર સુધીમાં 50થી પણ વધારે લોકોને હોસ્પિટલ લઈ ગયા છે.

હવે તો તેમની આદત થઈ ગઈ છે કે જ્યારે પણ તેઓ માર્ગ પરથી પસાર થાય અને કોઈ અકસ્માતનો ભોગ બન્યું હોય કે તરત જ તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડી દે છે.

image source

અને માત્ર તેટલું જ નહીં પણ ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તે માટે તેઓ ટ્રાફિકમાંથી નીકળી શકે તે માટે તેમણે ગાડીમાં સાયરન તેમજ લીલી બત્તી અને ચાદર પણ રાખેલી છે અને એમ્બ્યુલન્સ લખેલું બોર્ડ મુક્યું છે. અને આ બધી જ વસ્તુનો તેઓ જરૂર પડે ત્યારે જ ઉપયોગ કરે છે પણ તે વસ્તુઓ ચોવીસ કલાક તેમની ગાડીમાં જ રાખવામાં આવે છે તેમણે તે માટે પ્રશાસનની મંજૂરી પણ લીધી છે.

image source

આવા સદકાર્ય માટે તેમને ઘણીવાર સમ્માનિત પણ કરવામા આવ્યા છે. તેમને તેના માટે કેટલાક રાષ્ટ્રિય તેમજ સામાજિક અવોર્ડ પણ મળી ચૂક્યા છે. તેમને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના હાથે પરસ્કૃત પણ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સંદીપ ગુપ્તાએ 20 એવા ઇજાગ્રસ્ત લોકોને પણ બચાવ્યા છે જેમને જો યોગ્ય સમયે હોસ્પિટલમાં લઈ જવામાં ન આવ્યા હોત તો તેઓ કદાચ બચી ન શક્યા હોત.

image source

ખરેખર સંદીપ ગુપ્તાના પરોપકારી જીવન પરથી પ્રેરણા લેવાનું મન થાય તેવું છે. આપણે લક્ઝરી કારમાં કદાચ કોઈને હોસ્પિટલ સુધી તો ન પહોંચાડી શકીએ પણ કમસેકમ રીક્ષા કરીને અથવા તો એમ્બ્યુલન્સ માટે ફોન કરીને તો ચોક્કસ તેમની મદદ કરી શકીએ તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ