અક્ષય-ટ્વિંકલની આ ફની તસવીર જોઇને તમે હસી પડશો ખીલખીલાટ

અક્ષય કુમારે જણાવી પોતાના લગ્ન જીવનની વાસ્તવિકતા – મેરેજ એનિવર્સરી પર શેર કરી એક અનોખી ફની તસ્વીર

image source

બોલીવૂડના સફળ કપલની વાત કરીએ તો ગૌરી – શાહરુખ બાદ નામ આવે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનું. તાજેતરમાં જ એટલે કે 17 જાન્યુઆરીએ અક્ષય-ટ્વિંકલની વેડિંગ એનિવર્સરી હતી. તેમના લગ્નને આ દિવસે 19 વર્ષ પૂરા થયા છે.

image source

બન્નેને ફિલ્મી દુનિયાના બેસ્ટ કપલ ગણવામાં આવે છે. અક્ષય પોતાના મઝાકીયા સ્વભાવના કારણે ઘણો જાણીતો છે. તે ફિલ્મના સેટ પર હોય કે પછી કોઈ ટીવી શો પર હોય તે હંમેશા મસ્તીના જ મુડમાં હોય છે. અને પોતાના લગ્નની એનિવર્સરી પર પણ તેનો કંઈક તેવો જ મૂડ હતો.

image source

અક્ષય અને ટ્વિંકલ સોશિયલ મિડિયા પર ઘણા એક્ટિવ રહે છે, પોતાના લગ્નની વર્ષગાંઠ નિમિતે અક્ષયે એક તસ્વીર શેર કરીને પોતાના લગ્નની હકીકત પોતાના ફેન્સ સમક્ષ છતી કરી છે. આ ફની ફોટો સાથે તેણે એક રમૂજી કેપ્શન પણ મુક્યું છે.

image source

આ તસ્વીરમાં અક્ષય ફિલ્મ 2.0ના પક્ષીરાજનના સ્વરૂપમાં છે અને તે મેકઅપમાં તે ટ્વિંકલને કોઈ ડ્રેક્યુલાની જેમ બચકુ ભરી રહ્યો હોય તેવો પોઝ આપ્યો છે. અને ટ્વિંકલે ભયભીત થતાં આંખો પહોળી કરી દીધી હતી. આ તસ્વીર સાથે અક્ષયે કેપ્સન લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

‘વાસ્તવમાં લગ્ન જીવન કેવું હોય છે તેની દ્રશ્ય પ્રસ્તુતી..કેટલાક દીવસ તમને વહાલ કરવાનું મન થાય છે અને કેટલાક દીવસ તમે આ તસ્વીરમાં જુઓ છો તેમ કરવાનું મન થાય છે.

આમાં મેં ઘણું બધું કહી દીધું છે આથી વધારે સારી રીતે હું ન કહી શક્યો હોત, હેપ્પી એનિવર્સરી ટીના… વિથ લવ ફ્રોમ પક્ષીરાજન’

image source

અક્ષયની પોતાની પત્ની ટ્વિંકલ ખન્નાને એનિવર્સરી વિશ કરતી તસ્વીરને અત્યાર સુધીમાં 22.46 લાખ કરતાં પણ વધારે લાઇક મળી ગઈ છે અને તેના પર હજારો કમેન્ટ્સ કરવામાં આવી છે. અને તેમાં કેટલીક સેલેબ્રીટીએ પણ તેમને મેરેજ એનિવર્સરી માટે વિશ પણ કર્યું છે.

image source

અક્ષય અને ટ્વિંકલે 2001માં 17 જાન્યુઆરીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યાર બાદ અક્ષયની કેરિયરમાં ઘણી ચડતી પડતી આવી પણ તે બન્નેનો સંબંધ વધારે અને વધારે મજબુત બનતો ગયો. અક્ષય અને ટ્વિંકલ સોશિયલ મિડિયા પર અવારનવાર એકબીજાની ટાંગ ખેંચતા રહે છે. જે તે બન્ને વચ્ચેના નિખાલસ સંબંધને દર્શાવે છે.

image source

થોડા સમય પહેલાં ટ્વિંકલ ખન્નાએ સોશિયલ મિડિયા દ્વારા એક પહેલ શરૂ કરી છે જેમાં તેના સાથી સેલિબ્રીટી પોતે કેવો હેલ્ધી ખોરાક ખાય છે તે બતાવવાની ચેલેન્જ છે. તેમાં તેણીએ અક્ષય કુમારને પણ નોમિનેટ કર્યો હતો અને ત્યાર બાદ અક્ષય કુમારે પોતાના હેલ્ધી લંચની તસ્વીર સોશિયલ મડિયા પર શેર કરી હતી અને એવોકાડો ટોસ્ટની રેસિપિ પણ પોતાના ફેન્સને જણાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષય કુમારની ફિલ્મોની વાત કરીએ તો હંમેશની જેમ અક્ષય કુમાર આ વર્ષે પણ તેના ફેન્સને ઢગલો ફીલ્મોથી એન્ટરટેઇન કરવા જઈ રહ્યો છે. આ વર્ષે તે સૂર્યવંશી, બચ્ચન પાંડે, લક્ષ્મી બમ અને પૃથ્વીરાજ જેવી ફિલ્મો રીલીઝ કરવા જઈ રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ ગુડ ન્યુઝ પણ લોકોને ખુબ પસંદ આવી હતી. હવે આવતા વર્ષમાં તેની ફિલ્મો શું કમાલ બતાવે છે તે જોવાનું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ