તમારા ઘરમાં આ જગ્યાએ કરો સ્વસ્તિકનું ચિહ્ન, ક્યારે નહિં ખૂટે ધન અને હંમેશા તિજોરી રહેશે પૈસાથી ભરેલી

તમારા ઘરમાં આ જગ્યાએ કરો સ્વસ્તિકનું ચિહ્ન, ઘરમાં હંમેશા જળવાઈ રહેશે ધનની બરકત.

હિન્દૂ ધર્મના બધા ઘરોમાં કોઈ માંગલિક કાર્ય હોય કે પછી કોઈ ધાર્મિક અનુષ્ઠાન સ્વાતિકનું ચિહ્ન ખૂબ જ મંગલ પ્રતીક માનવામાં આવે છે. અને એટલે જ દરેક શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય કરવામાં આવે છે. સ્વસ્તિકને શુભતાના દેવતા વિઘ્ન વિનાશક શ્રી ગણેશ ભગવાનનું પ્રતીક માનવામાં આવે છે.

image source

ધાર્મિક દ્રષ્ટિએ તો સ્વસ્તિકનું ચિહ્ન શુભ હોય જ છે પણ વાસ્તુ શાસ્ત્રમાં પણ સ્વસ્તિકને ખૂબ જ મહત્વ આપવામા આવ્યું છે. સ્વસ્તિક બનાવવાથી એ સ્થાનની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. ઘરમાં અમુક એવી જગ્યા હોય છે જ્યાં તમે સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને લાભ મેળવી શકો છો. તો ચાલો જાણી લઈએ કે એ કઈ જગ્યા છે જ્યાં સ્વસ્તિકને ચિહ્ન બનાવવાથી ધન બરકત જળવાઈ રહે છે.

image source

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ બનાવવામાં આવેલી દીવાલો પર સિંદૂરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થતો. દ્વારમાં વાસ્તુ દોષ હોવાના ખરાબ પ્રભાવથી પણ મુક્તિ મળે છે. દરવાજાની બંને બાજુ સ્વસ્તિક બનાવવાથી ઘરમાં શુભતા અને સમૃદ્ધિનું આગમન થાય છે.

image source

તમારી તિજોરી કે પછી તમે જ્યાં પણ પોતાનું ધન અને આભૂષણ મુકતા હોય ત્યાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ. તિજોરીમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાથી ઘર પર માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે. જેનાથી તમારા ઘરમાં બરકત જળવાઈ રહે છે અને તમને ક્યારેય કોઈપણ પ્રકારની ધનની કમી નથી રહેતી.

તમારા ઘરમાં જ્યાં પૂજા ઘર હોય ત્યાં સ્વસ્તિક બનાવીને એની ઉપર દેવી દેવતાઓની મૂર્તિ રાખવાની એમની કૃપા તમારા પર બની રહે છે. તમારા પરિવારમાં સુખ શાંતિનો વાસ થાય છે. ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.

image source

માતા લક્ષમીની કૃપા મેળવવા માટે રોજ જ ઘરની મુખ્ય સ્ત્રી સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કર્યા પછી સ્નાન કરીને પૂજા કરવી જોઈએ અને ઉંબરાની પૂજા પણ કરવી જોઈએ. એ માટે સૌથી પહેલા ઉંબરાને સ્વચ્છ કરો અને એની બંને બાજુ સ્વસ્તિકનું ચિહ્ન બનાવો પછી એના પર ચોખા મુકો. એ પછી માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. આવું રોજ જ કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે

image source

વેપારમાં વૃદ્ધિ માટે પણ કાર્યસ્થળ પર સ્વસ્તિક બનાવવો શુભ માનવામાં આવે છે. કાર્યસ્થળ પર ઉત્તર દિશામાં હળદરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાથી પણ ખૂબ જ લાભ થાય છે.આ સિવાય સ્વસ્તિકના પ્રયોગથી ધનવૃદ્ધિ, ગૃહશાંતિ, વાસ્તુદોષ નિવારણ, ભૌતિક કામનાઓની પૂરતી, તણાવ, અનિંદ્રા તેમજ ચિંતામાંથી મુક્તિ મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ