નાનપણથી જ બેસ્ટ ફ્રેન્ડ્સ છે આ ત્રિમૂર્તિ સ્ટાર કિડ્સ, જોઈ લો બાળપણથી લઇને અત્યાર સુધીના એમના મજાક મસ્તીના ફોટા

નાનપણથી જ બેસ્ટ ફ્રેન્ડ્સ છે આ ત્રિમૂર્તિ સ્ટાર કિડ્સ, જોઈ લો બાળપણથી અત્યાર સુધીની એમની મજાક મસ્તીના ફોટા.

image source

મિત્ર એ દરેક વ્યક્તિ માટે જાણે એનો અનન્ય ભાગ છે. એકપણ મિત્ર ન હોય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે. કહેવાય કે ભગવાન જેમને લોહીના સંબંધથી જોડવાનું ભૂલી ગયા હોય એમને મિત્ર બનાવીને મોકલે છે. બાળપણથી જ મિત્રોનો મેળાવડો આપણી આસપાસ બનતો જાય છે.

image source

પણ બહુ ઓછા લોકો હશે જેમના બાળપણના મિત્રો આજે પણ તેમના એવા જ પાક્કા મિત્રો હોય. પણ આ બાબતે બોલિવુડના આ સ્ટાર કિડ્સ ખૂબ જ ભાગ્ય શાળી છે. અમે વાત કરી રહ્યા છે અનન્યા પાંડે, સુહાના ખાન અને શનાયા કપૂરની.

image source

અનન્યા પાંડે, સુહાના ખાન અને શનાયા કપૂર ત્રણેય બાળપણથી લઈને અત્યાર સુધી બેસ્ટ ફ્રેન્ડ્સ છે. આ ત્રણેય સ્ટાર કિડસની મિત્રતા એટલી મજબૂત છે કે ઘણા લોકો એમને ચાર્લીઝ એન્જલસ કહીને પણ બોલાવે છે. અને એમની આ ગાઢ મિત્રતાનો પુરાવો છે બાળપણથી અત્યાર સુધીના એમના આ સુંદર ફોટા, જે થોડા થોડા સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

image source

અનન્યા પાંડે બૉલીવુડ એકટર ચંકી પાંડેની દીકરી છે. અનન્યા પાંડેએ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી ડેબ્યુ કરીને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત પણ કરી દીધી છે, એટલે હવે એ ફક્ત સ્ટાર કિડના ટેગથી બહાર આવી ગઈ છે અને બૉલીવુડ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. અનન્યાની પોપ્યુલરિટીનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે હાલમાં જ એમને ઘણા એન્ડોરસમેન્ટ કર્યા છે.

image source

ટીનેજર્સમાં એમની વધતી લોકપ્રિયતાને એડ એજન્સી પણ સારી રીતે જાણે છે અને સમજે છે. તમને જણાવી દઈએ કે સુહાના અને શનાયા પણ બૉલીવુડ ડેબ્યુ માટે ઘણી મહેનત કરી રહી છે

image source

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનને પણ કોઈ ઓળખની જરૂર નથી. શાહરુખ ખાન જ્યાં પણ જાય છે ત્યાં પોતાની આ લાડલી દીકરી સુહાનાને સાથે જ રાખે છે. આઈપીએલમાં શાહરુખ ખાન હંમેશા સુહાના ખાનની સાથે જ દેખાય છે. હાલ સુહાના ખાન ન્યુયોર્કમાં ફિલ્મ સ્કૂલમાંથી એક્ટિંગમાં પ્રોફેશનલ ડીગ્રી લઈ રહી છે. સુહાના પોતાના મોટા ડેબ્યુની તૈયારીઓ કરી રહી છે.

image source

શનાયા કપૂર અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરની દીકરી છે. શનાયા કપૂરની ફેશન સેન્સ સુપર સોફિસ્ટિકેટેડ છે. શનાયા કપૂર એક્ટિંગ સિવાય બેલી ડાન્સ પણ શીખી રહી છે. હાલમાં જ એમનો એક બેલી ડાન્સ વાળો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો હતો. શનાયા કપૂર બેલી ડાન્સ ગુરુ સંજના મુથરેજા પાસે બેલી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ