કડવાસ ભરેલા લગ્નજીવનમાં મિઠાશ લાવવા જીવનસાથીને આ વાતોથી કરો ઈમ્પ્રેસ

તમારા પ્રેમને વ્યક્ત કરવો એટલું સરળ નથી, હા, પરંતુ તે એટલું મુશ્કેલ પણ નથી હોતુ. આમ તો, આપણે આપણા સાથીને ગમેતેમ હિંમત કરીને એ તો બતાવી દઈએ છીએ કે આપણએ તેને પ્રેમ કરીએ છીએ, કેટલીક વખત એકબીજાથી દૂર જતા સમયે જીવનસાથી પર ખૂબ પ્રેમ આવે છે, ત્યારે આપણે I Love You પણ બોલી દઈએ છીએ. પરંતુ આ સિવાય, પણ ઘણી વસ્તુઓ છે જેને એક પાર્ટનર I Love Youથી વધારે સાંભળવાનું પસંદ કરે છે.

હું હંમેશા તારી સાથે છું

image source

જો તમારો સાથી કોઈ મૂંઝવણમાં કે મુશ્કેલીમાં હોય, તો તેને તમે એમ કહીને સમજાવી શકો છો કે તમે હંમેશા તેની સાથે રહેશો, તુ કોઇ પણ વાતની ચિંતા કરીશ નહિં, હું કોઇપણ પરિસ્થિતિમાં તારી સાથે જ છુ. આમ, જો તમે આ વાક્ય તેની સામે બોલશો તો તેની અનેક ઘણી મુશ્કેલીઓ દૂર થઇ જશે અને તે ટેન્શન ફ્રી લાઇફ જીવવાની શરૂ કરી દેશે.

ભૂલને માફ કરી દો

image source

ક્યાંરેક જાણતા અજાણતા તમારા જીવનસાથીથી ભૂલ થઈ જાય છે, તો તેની ભૂલને માફ કરીને એક વાર એમ કહીને જૂઓ કે તે જીવનમાં આવી ભૂલ ફરીથી ક્યારેય નહીં કરે. બીજી તરફ ઝઘડો થવા પર પોતાના પાર્ટનર પર ગુસ્સે થવાની જગ્યાએ તે કારણોને સમજવાની કોશિશ કરો, જેના કારણે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. આવા સમયે વ્યક્તિએ શાંત રહીને વિચારવાની જરૂર છે. પોતાને પાર્ટનરની જગ્યાએ રાખીને જરૂર વિચારો, જેનાથી તમારા સંબંધની દૂરી ઓછી થઇ શકે.

રિલેક્સ હુ કરી દઈશ

image source

જો તમારા જીવનસાથી પાસે ઘણું કામ હોય અને તે તેનાથી પરેશાન હોય છે તો પછી તમે તેને કહો રિલેક્સ હુ કરી દઈશ, વિશ્વાસ કરો તેમને વધુ સારૂ લાગશે. પોતાના કામ અને પરિવાર સાથે પોતાના પાર્ટનર અને પોતાના નવા સબંધને રોજ થોડો સમય જરૂર આપો, તેમની સાથે ફરવા જાઓ, સમય વિતાવો, એક બીજાને સ્પેશિયલ ફીલ કરાવવાની કોશિશ કરો, તેનાથી સબંધ વધારે મજબૂત થશે.

ઘરે પહોંચીને કોલ કરજે

image source

જો તમે બંને એક સાથે છો, તો ઘરે પાછા ફરતી વખતે તેને કહો કે ઘરે પહોંચીને કોલ કે મેસેજ કરી દે. આમ કરવાથી તેને એ અહેસાસ થસે કે તમે તેની કેટલી કાળજી લો છો, અને દરેક છોકરી / છોકરો તેના પાર્ટનર પાસેથી આજ ઈચ્છે છે.

જીવનસાથીની પ્રશંસા કરો

image source

ક્યારેક ક્યારેક તમારા જીવનસાથીની પ્રશંસા કરો, તમારા સંબંધોમાં વધારે મીઠાઇ આવશે. થોડા થોડા સમયે આમ કરવુ સારું રહે છે. ભલે સંબંધમાં ગમે તેટલી પરેશાનીઓ આવે, પરંતુ પાર્ટનરની ઇજ્જત જરૂર કરો, એવું ના થાય કે મિત્રો અને પરિવારની સામે પોતાના પાર્ટનરની હાંસી ઉડે, તેનાથી માત્ર ગેરસમજ અને દૂરિયા વધે છે.

આશ્વાસન આપો

image source

જો તમારો પાર્ટનર કોઈ પણ બાબતે ખૂબ જ અસ્વસ્થ છે અથવા જો તેના જીવનમાં કોઈ અકસ્માત થયો છે, તો તેને આમ કહીને આશ્વાસન આપો કે બધુ સારૂ થઈ જશે. તે તેને સારૂ લાગશે. હંમેશા પોતાના પાર્ટનર પર વિશ્વાસ કરો અને તેમને જણાવો કે તેમના પર પુરો ભરોસો કરે છે. દરેક સંબંધમાં મજબૂતી માટે વિશ્વાસ જરૂરી હોય છે.