રાત્રે સુતા પહેલાં માત્ર એક ગ્લાસ પાણી પીવાથી શરીરની મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ જશે ! જાણો શરીરને થતાં ફાયદાઓ વિષે

રાત્રે સુતા પહેલા પાણી પીવાથી થતા ફાયદા

દરેક લોકો જાણતા હોય છે જે માનવ શરીર માટે સૌથી હેલ્ધી પીણું પાણી છે.તેનાથી તમે હાઈડ્રેટ રહો છો, ખીલમાં રાહત આપે છે. અને ત્વચાને એકદમ સાફ રાખે છે. સાથે તમારા શરીરનાં સાંધાને ચીકાશ મળે છે.પાણી તમારા શરીરનાં વજનનો ૬૦ ટકા ભાગ છે.

તેના સિવાય તે તમારી ભૂખને કાબુમાં કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને વજન ઓછું કરવામાં તમને સહાય કરે છે.તમે ડોક્ટર કે વડિલોને ઘણીવાર કહેતા સાંભળ્યા હશે કે સવારે ઉઠીને સૌપ્રથમ પાણી પીવાથી સ્વાસ્થય અગણિત ફાયદા થાય છે.પરંતુ શું તમે ક્યાંય એવું સાંભળ્યું છે કે, રાત્રે સુતા પહેલા પાણી પીવાથી પણ અઢળક ફાયદા થાય છે.

આયુર્વેદ અનુસાર, જે પ્રકારે સવારે પાણી પીવાથી શરીરનાં ટોક્સિન બહાર નિકળે છે,ઉર્જા મળે છે અને લોહી શુધ્ધ થાય છે.બરાબર તે જ પ્રકારે રાત્રે સુતા પહેલા પાણી પીવાથી શરીરની અંદર બધી જ નસો સાફ થાય છે અને સવારે તમને તેજ બાથરૂમ આવે છે અને શરીરમાંથી બધા ઝેરી પદાર્થ બહાર નિકળી જાય છે. અમે આપને રાત્રે સુતા પહેલા પાણી પીવાથી થતા અમુક ફાયદા જણાવી રહ્યા છીએ .

૧. ઉંઘ સારી આવે છે- જો તમને રાત્રે સારી ઉંઘ જોઇએ છે,તો સુતા પહેલા થોડું પાણી જરૂરથી પીવુ. પાણીથી શરીરમાં મિનરલ્સ અને વિટામિન્સનું સંતુલન જળવાઈ રહે છે.તેના સિવાય હોર્મોન્સ અને ઉર્જાનાં લેવલમાં પણ સુધારો થાય છે અને તમારા મસલ્સને આરામ મળે છે.તેનાથી તમારો થાક દૂર થાય છે અને તમને સારી ઉંઘ આવે છે.

૨.કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે-જો તમે વજન ઓ છું કરવા ઈચ્છો છો તો,તમારે એ ક ગ્લાસ ઠંડુ પાણી પીવું જોઈએ .તેનાથી તમને કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે.જ્યારે તમે ઠંડુ પાણી પીઓ છો,તો તમારા શરીરને પોતાને ગરમ રાખવા માટે વધારે કામ કરવું પડે છે.

તેનાથી મેટાબેલીઝમ રેટ વધે છે અને કેલેરી બર્ન થાય છે.સુતા પહેલા ઠંડુ પાણી પીવાથી પણ શરીરને પોતાને ગરમ રાખવા માટે વધારે મહેનત કરવી પડે છે.સામાન્ય છે રાત્રે સુતા સમય તમે એક્સટ્રા કેલેરી નથી લઈ શકતા પરંતુ સુતા પછી તમારું શરીર એક્સટ્રા કેલેરી જરૂર બર્ન કરી દે છે.

૩.તણાવ દૂર થાય છે- દિવસભર ભાગદોડ અને કામનાં ભારણથી થાક અને તણાવ થવો સામાન્ય વાત છે.એટલે જો તમે ઈચ્છો છો કે તમને રાત્રે સરસ ઉંઘ આવી જાય, તો સુતા પહેલા થોડું પાણી અવશ્ય પીઓ .તેનાથી તણાવ ઓછો થાય છે અને તમને સરસ ઉંઘ આવી જાય છે.

૪.ટોક્સિન બહાર નિકળે છે- રાત્રે સુતા પહેલા પાણી પીવાથી આખી રાત નસોની સફાઇ થાય છે અને સવારે તમને છુટથી પેશાબ આવે છે જેનાથી શરીરનાં બધા ટોક્સિન બહાર નિકળી જાય છે.તેના સિવાય તમને એસીડિટીની તકલીફથી પણ બચવામાં મદદ મળી રહે છે.

૫.લોહીના સરક્યૂલેશનમાં સુધારો થાય છે- રાત્રે સુતા પહેલા પાણી પીવાથી લોહીનાં સરક્યૂલેશનમાં સુધારો થાય છે, જેનાથી તમારુ હ્દય બરાબર રીતે કામ કરે છે અને તમને હ્દયરોગનાં હુમલા સહિત હ્દયથી જોડાયેલી વિભિન્‍ન બિમારીઓનું જોખમ ઓછું રહે છે. એટલે કે તમે પોતાના હ્દયને સ્વસ્થ રાખવા ઈચ્છો છો,તો સુતા પહેલા થોડું પાણી જરૂરથી પીઓ .

૬.પાચનમાં સુધારો થાય છે-પેટથી જોડાયેલા રોગોથી બચવા માટે તમારે સુતા પહેલા પાણી જરૂરથી પીવું જોઈએ .તેનાથી તમારું પેટ સાફ થાય છે અને તમારુ પાચનતંત્ર વધુ સારી રીતે કામ કરે છે.

૭.મસલ્સ મજબૂત બનાવે છે-જો તમે પોતાના મસલ્સને મજબૂત બનાવવા ઈચ્છો છો, તો તમે રોજ સુતા પહેલા થોડું પાણી અવશ્ય પીઓ .તેનાથી શરીરમાં નવા સેલ્સ બને છે અને તમારા મસલ્સને મજબૂતી મળે છે.

અમે આ લેખ પ્રેક્ટિકલ અનુભવ અને જાણકારીનાં આધાર પર તમારી સાથે શેર કર્યો છે.પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરો.તમને આ લેખ કેવો લાગ્યો? જો આ લેખ દ્વારા તમને કાઈ પણ મદદ મળે છે તો અમને ખૂબ ખૂશી થશે.તમારી પ્રતિક્રિયા જરૂર આપો.અમારી શુભકામનાઓ આપની સાથે છે,હમેંશા સ્વસ્થ અને ખૂશ રહો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ