પ્રેગનન્સીના થોડા જ મહિનાઓ માં પેટ પર ખંજવાળ આવવા લાગે છે વાંચો શું કરશો તેનાથી બચવા માટે…

પ્રેગ્નન્સીના સમયે મહિલાઓની સ્કિનમાં ઘણા ચેન્જિસ આવે છે. આ બધા બદલાવ હોર્મોનલ ચેન્જના કારણે હોય છે. આવા સમયે સ્કિનની સંભાળ કઈ રીતે રાખવાની અને કઈ-કઈ બ્યુટી-પ્રોડક્ટ વાપરવી જોઈએ એની જાણકારી હોવી બહુ જરૂરી છે. આમ, જો તમે પ્રેગનન્સી દરમિયાન આ બધી બાબતોનુ ધ્યાન નથી રાખતા તો તમને તેનાથી અનેક ઘણું નુકસાન થઇ શકે છે.


માટે જરૂરી છે કે આ સમયમાં કોઇ પણ નવા પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનુ તમારે ટાળવુ જોઇએ. તો આજે જાણી લો તમે પણ પ્રેગનન્સી દરમિયાન કેવી રીતે કરશો તમારી સ્કિનની કેર…

– પ્રેગ્નન્સીમાં તમારી સ્કિનનો કલર બદલાઈ જાય છે. આવા સમયે સ્કિન પર ડાર્ક કલરના ડાઘા પડી જાય છે. આ ડાઘા સૌથી વધારે તમારા ગાલ, માથા પર અને નાક પર દેખાય છે; જેને ‘માસ્ક ઓફ પ્રેગ્નન્સી’ પણ કહેવાય છે. એ તડકામાં વધારે નજરે પડે છે. આને તમે પિગ્મેન્ટેશન પણ કહી શકો છો.


આ બધું તમને હોર્મોનલ ચેન્જિસના કારણે થાય છે. આને ઠીક કરવા માટે તમે કંઈ નથી કરી શકતા. એ લગભગ 90 ટકા મહિલાઓમાં જોવા મળે છે અને એને તમે અટકાવી શકતા નથી. એ પ્રેગ્નન્સી પછી જતા રહે છે અથવા એમના એમ જ રહે છે.

– પ્રેગ્નન્સી દરમ્યાન ક્યારેક પેટની સ્કિન પર ખંજવાળ આવે છે અને એ ડ્રાય થઈ જાય છે. આના માટે પેટ પર અલોવેરા જેલ લગાવી શકાય. એ સિવાય મોઇસ્ચરાઇઝિંગ સાબુ અથવા શાવર જેલ પણ વાપરી શકાય. ઇચિંગથી રાહત માટે એન્ટિ-ઇચિંગ ક્રીમ અથવા લોશન પણ વાપરી શકો છો, પણ જો આ પ્રોબ્લેમ વધારે થાય તો તરત ડર્મેટોલોજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ. તમે અલોવેરા જેલને પેટ ઉપર સ્ટ્રેચ-માર્ક રિમૂવ કરવા માટે પણ લગાવી શકો છો.

– સ્કિન ડ્રાય ન થાય એ માટે પ્રેગ્નન્ટ મહિલાઓએ વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. આનાથી સ્કિન હાઇડ્રેટ થાય છે. પ્રેગ્નન્ટ મહિલાઓએ ફ્રૂટ જ્યૂસ પીવું જોઈએ. આનાથી સ્કિન પર ગ્લો આવશે. પ્રેગ્નન્સી દરમ્યાન તમે ફેશ્યલ કે ક્લીનઅપ પણ કરાવી શકો છો, પણ આ બધું કરતા સમયે એ ધ્યાન રાખવું કે આમાં વપરાતી ક્રીમ બેસ્ટ ક્વોલિટીની હોવી જોઈએ.


– પ્રેગ્નન્ટ મહિલાઓએ તડકામાં જવાનું અવોઇડ કરવું જોઈએ. જ્યારે તેઓ ઘરની બહાર નીકળે ત્યારે તેમણે 15-30+ SPF સનસ્ક્રીન લોશન લગાડીને જ બહાર નીકળવું જોઈએ. આ સિવાય કેપ પહેરવી જોઈએ અને મોટા સનગ્લાસિસ પહેરવા જોઈએ. બની શકે એટલો આખો ફેસ કવર કરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ.


સ્કિનના ડાર્ક સ્પોટને છુપાવવા માટે કન્સીલર ક્રીમ અને કોમ્પૅક્ટ પાઉડર લગાવવો જોઈએ. માર્કેટમાં મળતી સસ્તી પિગ્મેન્ટરી ક્રીમ લગાવવાનું અવોઇડ કરવું જોઈએ, કારણ કે એમાં એવાં ઇન્ગ્રીડિઅન્ટ હોય છે જે પ્રેગ્નન્સી દરમ્યાન તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે.

– હોર્મોનલ ચેન્જના કારણે પ્રેગ્નન્સીમાં તમારી સ્કિન-ટાઇપ પણ બદલાઈ જાય છે. હોર્મોનલ ચેન્જના કારણે ઓઇલની જે ગ્રંથિ હોય છે એ પહેલાં કરતાં વધારે એક્ટિવ થઈ જાય છે, જેના લીધે તમારો ફેસ વધારે ઓઇલી રહે છે અને એના લીધે તમને ફેસ પર પિમ્પલ્સ આવે છે. જો તમને પહેલેથી પિમ્પલ્સ હોય તો એ તમને પ્રેગ્નન્સી દરમ્યાન ઇરિટેટ કરે છે. આનાથી બચાવવા માટે ફેસને થોડી-થોડી વારે ધોવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ