એક સમયે પૈસા માટે રૂબિનાએ વેચ્યું હતું પોતાનું ઘર, આજે છે કરોડોની માલકિન

મિત્રો, બિગ બોસના ઘરે આવ્યા પછી ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રૂબિનાના ચાહકોની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. આ અભિનેત્રી ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાની એક છે. સમાચારોમા આ અભિનેત્રી એક એપિસોડ માટે એક લાખ રૂપિયા ચાર્જ લે છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ તે ૧૮ કરોડની નજીકની સંપત્તિની રખાત પણ છે.

image source

આ અભિનેત્રી આજે જાહોજલાલીવાળુ જીવન જીવે છે પરંતુ, એક સમયે તેણીએ પોતાનુ ઘર વહેંચવુ પડે એવા દિવસો આવી ગયા હતા. એક ઇન્ટરવ્યૂમાં રૂબિનાએ પોતાના જીવનમા ઘટેલી આ ઘટના વિશે વાત કરી હતી. તો ચાલો આજે આ લેખમા જાણીએ શું હતી તે ઘટના?

પૈસાની તંગીના કારણે વહેંચવુ પડ્યુ હતુ પોતાનુ ઘર :

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

રૂબિનાએ કહ્યું હતું કે, અભિનય જગતમા સંઘર્ષ દરમિયાન તેણે અનેકવિધ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવુ પડ્યુ હતુ. તેણીએ જણાવ્યુ હતુ કે, “એક તરફ તે સિરિયલ “છોટી બહુ” સાઇન કરીને ખુશ હતી કારણકે, તે તેના માટે એક મોટો બ્રેક હતો પરંતુ, બીજી તરફ આ સિરિયલ કરવા માટે મારે આર્થિક કરાર ચૂકવવો પડેલો. મે એક મહિના માટે ૧૨-૧૨ કલાકની શિફ્ટ કરી હતી પરંતુ, પૈસા મને ૯૦ દિવસ પછી જ મળ્યા હતા.

image source

ટીવીની આ પ્રખ્યાત વહુ રૂબિનાએ જણાવ્યુ કે, “મે મારી મુશ્કેલ પરિસ્થિતિમાં ડબલ રોલ પણ કર્યા હતા પરંતુ, તેમછતા મારી છેલ્લા ત્રણ મહિનાની ફી મને આપવામાં આવી ન હતી. જે લાખો રૂપિયામા હતી. મે મદદ માટે અનેકવિધ કલાકાર એસોસિએશનનો પણ સંપર્ક કર્યો પરંતુ, ખોટા વચનો સિવાય બીજું કશું મળ્યું નહીં. મને એમ થયુ કે, મારે મારું ઘર અને સંપત્તિ વેચવી પડશે. જેથી હું મારો ઇ.એમ.આઈ. ભરી શકું. ટીવી ઉદ્યોગમાં વર્ષોથી આ ટ્રેન્ડ ચાલ્યો આવી રહ્યો છે, હુ નવી હતી એટલા માટે મારે પણ તેનુ પાલન કરવુ પડ્યુ.

આજે મુંબઈમા ધરાવે છે ડ્રીમ હોમ :

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

કારકિર્દીની શરૂઆતમાં રૂબિનાને પોતાનું ઘર વેચવું પડે તેમ હતુ પરંતુ, હવે તેનુ પોતાનુ ઘર મુંબઈમાં છે. રૂબિના તેના પતિ સાથે મુંબઈના મલાડ વિસ્તારમાં રહે છે. તે મલ્ટી સ્ટોરી સોસાયટી રહેજા સંકુલમાં પોતાનું ઘર લઈ ચુકી છે. રૂબિનાએ તેના ડ્રીમ હાઉસને સુંદર રીતે સજાવી છે. રૂબિનાનું ઘર નાનું હોવા છતાં તેમના ઘરમા ઘણો પ્રેમ વસે છે. રૂબિનાને જ્યારે પણ તેના ઘરને સજાવવાનો સમય મળે છે, ત્યારે તે તેના ઘરને શણગારે છે.

image source

રૂબિનાના ઘરનું ઇન્ટિરિયર પણ ખૂબ જ ખાસ છે. રૂબિનાના ઘરમા એક નાની બાલ્કની પણ છે. તેમણે તેમના ઘરમા ઇન્ડોર પ્લાન્ટ પણ લગાવ્યા છે. તેણે પતિ અભિનવ સાથે મળીને પોતાનું ઘર પેઈન્ટ કર્યુ છે. આ અભિનેત્રી પોતાના ઘરમા કસરત કરે છે. રૂબિના આજે જે જગ્યાએ છે, તેની પાછળ તેનો અથાગ પરિશ્રમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ