સુશાંતના મૃત્યુને 4 મહિના પૂરા થતા બહેન શ્વેતા થઇ દુખી, અને ભાઇને લઇને કહી દીધી આટલી મોટી ઇમોશનલ વાત

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને આજે 4 મિહિના પુરા થઈ ગયા. સુશાંતે 14મી જૂન 2020ના રોજ પોતાના બાંદ્રા સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. સુશાંતના મૃત્યુથી આખોએ દેશ દુઃખી થઈ ગયો હતો. મુંબઈ પોલીસે તેના મૃત્યુને આત્મહત્યા જણાવી હતી, પણ તેના પરિવારજનો, તેમજ એક્ટ્રેસ કંગના રનૌત સહિત સુશાંતના ફેન્સનું એવું માનવું હતું કે સુશાંતે આત્મહત્યા નહોતી કરી. હાલ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ દરમિયાન મૃતક એક્ટરની બહેન શ્વેતા સિંહ કીર્તિ સોશિયલ મિડિયા પર ઘણી એક્ટિવ રહી છે તેણે સુશાંત માટે ન્યાયની માંગ કરી છે.

image source

શ્વેતા સિંહ કીર્તિ સોશિયલ મિડિયા પર વિવિધ પ્રકારની મૂવમેન્ટ ચલાવી રહી છે

હવે તેણે એક બીજી મૂવમેન્ટ શરૂ કરી છે. આ મૂવમમેન્ટનું નામ મનકી બાત ફોર એસએસઆર છે. તેણે આ મૂવમેન્ટમાં ભાગ લેવા માટે ડાયરેક્ટરી પણ જાહેર કરી છે જે તેણીએ એક વિડિયો દ્વારા જાહેર કરી છે. આ ઉપરાંત શ્વેતાએ થોડા સમય પહેલાં સુશાંત સિંહ રાજપૂતનો એક વિડિયો પણ શેર કર્યો છે. આ વિડિયોમાં સુશાંત સિંહ રાજપૂત ખૂબ મહેનત કરતા જોઈ શકાય છે.

image source

ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે સુશાંત

આ વિડિયોની શરૂઆતમચા સુશાંત એક મોટા સરોવરના કિનારે છે. ત્યાર બાદ તે પહાડો વચ્ચે, મસુદ્ર કિનારે અને રસ્તાઓ પર દોડતા દેખાઈ રહ્યા છે. તે સાઇક્લિંગ પણ કરતા જોવા મળ્યા છે. સમુદ્ર કિનારે તે સ્કિપિંગ અને હાર્ડ વર્કાઉટ કરતા પણ જોવા મળી રહ્યા છે. આ વિડિયોના બેકગ્રાઉન્ડમાં તેમનો અવાજ છે અને તેની સાથે જ એક હાર્ડકોર મ્યુઝિક પણ છે. વિડિયોના અંતમાં તે એક મોટા સરોવર પાસે જોઈ શકાય છે.

image source

અમર છે સુશાંત સિંહ રાજપૂત

આ વિડિયોને શેર કરતા શ્વેતા સિંહ કિર્તીએ સુશાંતને અમર બતાવ્યો છે. તેમણે લખ્યું છે, ‘એક સાચી પ્રેરણા.’ તેની સાથે સાથે જ તેમણે હેશટેગની સાથે અમર સુશાંત લખ્યું છે. થોડા કલાકોમાં આ વિડિયોને લગભગ લાખો વાર જોવામાં આવ્યો છે અને હજારો લાઇક્સ પણ મળી ચુકી છે. અને હજારો લોકો આ વિડિયો પર કમેન્ટ પણ કરી ચૂક્યા છે.

image source

એઇમ્સ હોસ્પિટલ દ્વારા આપવામા આવેલા અહેવાલમાં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. અને રીયા ચક્રવર્તિને પણ જામીન મળી ગયા છે. હવે રીયા ચક્રવર્તિએ પણ તેણીને ખોટી રીતે કેસમાં સંડોવવા તેમજ બદનામ કરવા માટે સુશાંતના પાડોશિ વિરુદ્ધ ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ આ કેસની તપાસ ચાલુ જ છે અને આગળ જતાં તેમાં શું નવા ખુલાસા થશે તે કહેવું મુશ્કેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ