હાય રે નરાધમ કાકો, આઠ મહિનાની બાળકી સાથે દુષ્કર્મ કરી લોહીમાં લથપથ છોડી દીધી, લેટ્રિન કરવાની જગ્યાની હાલત…

આપણી આજુબાજુ રેપની ઘટના ખુબ બની રહી છે. રોજ સવારે ન્યૂઝ પેપરમાં આવી કોઈને કોઈ ઘટના એકદા પાને તો વાંચવા મળી જ જતી હોય છે. પરંતુ અમુક નરાધમો રેપ કરીને યુવતીઓની હાલત પણ એવી કરી નાંખે કે આપણા મોંમાથી અપશબ્દો નીકળી જાય. ત્યારે આજે જે ઘટના બની એમાં પણ કંઈક એવું જ છે. સૌથી પહેલા વાત કરીએ કે હાલમાં એ છોકરી કઈ પરિસ્થિતિમાં છે.

28 જાન્યુઆરી 2018ના રોજ આ ઘરમાં જ તેના સગા ભાઈજીના દીકરાએ તેની સાથે રેપ કર્યો હતો અને તેને મરવા માટે લોહીમાં લથપથ છોડી દીધી હતી, પરંતુ તે જીવતી રહી ગઈ. એ સમયે પીડિતા માત્ર આઠ માસની જ હતી. આઠ માસની બાળકી ન તો સરખી રીતે ઊભી રહી શકે છે, ન તો તેના હાથ-પગ યોગ્ય રીતે સીધા થઈ શકતા હોય. પોતાની આંખો હજુ તેની આજુબાજુના લોકો અને વસ્તુઓને ઓળખવાનું શીખી રહી હોય. હજુ તે બોલવાનું શીખી રહી હોય. તેને તેવો ખ્યાલ પણ નથી હોતો કે તે છોકરો છે કે છોકરી. પરંતુ આઠ મહિનાની ઉંમરમાં જ આ બાળકી ઘણી જ બીભત્સ તરીકે જણાવી રહી છે કે તે એક છોકરી છે. માત્ર એક છોકરી. તે આ દુનિયામાં પોતાની એક ઓળખ બનાવી શકત, પણ એ પહેલાં તેના પર રેપ પીડિતાની એક ઓળખ થોપવામાં આવી છે.

image source

અફસોસ કે અત્યારે આવી હાલત છે

દિલ્હીના શકુરપુર વિસ્તારની ઝૂંપડપટ્ટીની સાંકળ ગલીમાં એક બે માળના કાચા મકાનની અંધારી સીડીઓ ચઢી રહી હતી કે ઝાંઝરના ઝણકાર મારા કાનોમાં પડ્યા. છન – છન કરતી તે સાડાત્રણ વર્ષની બાળકી મારી બાજુ દોડી, હસતી હસતી. તેની આંખોમાં ચમક અને ચંચળતા ટપકી રહી હતી. 25 ચોરસમીટરના આ ઘરની અડધી ખાલી છત તે બાળકીની પૂરી દુનિયા છે, જ્યાં તે દિવસ-રાત ઊછળકૂદ કરતી હોય છે. તે પોતાના રમકડાંઓ લઈને આમથી તેમ દોડ્યા કરે છે. તેને પહેરેલું ટોપ પર ઊઠે છે તો પેટ પરનું નિશાન દેખાય છે, જે મોટા ઓપરેશનની ચાડી ખાય છે. તે લેટ્રિન કરી શકે એ માટે ડોકટરે તેનું બે વખત ઓપરેશન કરીને નવી જગ્યા બનાવી છે.

ઘટનાને યાદ કરીને, તે નિષ્ઠુરતાને યાદ કરીને અને તે કારમા દિવસને યાદ કરતાં બાળકીની મા આજે પણ ઠંડી પડી જાય છે. તે કહે છે, “સાડાબાર વાગ્યા હશે, હું કામથી પરત ફરી હતી, મોટી દીકરી રડી રહી હતી અને નાની પલંગમાં લોહીથી લથપથ હતી” કોઈક જ એવી વ્યક્તિ હશે કે જે આ માસૂમના મેડિકલ રિપોર્ટને વાંચીને પોતાના આંસુને રોકી શકે. તેના નાજુક અંગને ઘણી જ ઈજાઓ પહોંચી હતી. વિચારો કે એવી કેવી હાલત કરી નાંખી કે, ડોકટરે તેનો જીવ બચાવવા માટે ત્રણ કલાક સુધી ઓપરેશન કર્યું હતું. જે પણ આ બાળકીની હાલત જોતું એ બધા જ લોકોના રૂંવાડા ઉભા થઈ જતા હતા.

આવી છે ઘરની પરિસ્થિતિ

જો તેમની ઘરની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, બાળકીના માતા અને પિતા બંને કામ પર જાય છે અને ત્યારે જ મુશ્કેલીથી ઘરખર્ચ અને બાળકી માટે દૂધ ખરીદવાના પૈસા ભેગા કરી શકે છે. એ દિવસે જ્યારે માતા કામ પર ગઈ હતી તો નીચના રૂમમાં રહેતા પોતાના જેઠના પરિવારને બાળકીનું ધ્યાન રાખવાનું કહીને ગઈ હતી. ત્યારે તેને વિચાર્યું પણ નહીં હોય કે પોતાના જ ઘરમાં તેની દીકરીઓને કંઈ થઈ શકે છે. તેના જેઠનો 28 વર્ષના કપાતરે કે જે પણ બાળકનો પિતા છે તેને આ માસૂમ સાથે બળાત્કાર કર્યો. પોલીસે ઘટનાના દિવસે જ આરોપીની ધરપકડ કરી હતી અને તે હજુ જેલમાં જ છે.

આ ઘટના પછી દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મહિલા સુરક્ષાના મુદ્દે 10 દિવસ સુધી ધરણાં કર્યાં. વિશ્વભરના મીડિયામાં બાળકી સાથે થયેલા બળાત્કારના આ સમાચાર છપાયા. આ કેસ અંગે બાળકીની માતા કહે છે, “સ્વાતિ માલીવાલે અમારી ઘણી જ મદદ કરી અને અમને હિંમત આપી. જો તે ન હોત તો કદાચ જ આ મામલાની કોઈને જાણ થાત. બાળકીનો જીવ બચાવવા માટે પણ તેણે ઘણી જ મદદ કરી.”

image source

આગળ વાત કરી કે, લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા પછી જ્યારે આ બાળકી ઘરે પરત ફરી તો તેના માટે જીવન દુષ્કર બની ગયું હતું. તેને તે જ ઘરમાં રહેવાનું હતું, જ્યાં તેની સાથે ક્રૂરતા કરનારો પરિવાર પણ રહેતો હતો. તેના પિતા કહે છે, “મિત્રો-સંબંધીઓ અમારા પર કેસ પરત ખેંચવાનું દબાણ કરે છે. ભાઈનો પરિવાર પોતાના દીકરાને બચાવવાનું દબાણ કરે છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આવા કપાતરને ફાંસીથી ઓછી સજા ન મળવી જોઈએ.” મજૂરી કરીને પોતાનાં બાળકોનું પાલનપોષણ કરનારા આ પિતાએ પોતાના નાનકડા રૂમમાં સીસીટીવી લગાવી દીધો છે, પરંતુ, શું તે પોતાને સુરક્ષિત અનુભવે છે? જેનો સીધો જવાબ છે ના.

કારણ કે પિતા કહે છે, “અમને ધમકીઓ મળે છે, દિવસ-રાત એક જ વાતનો ડર છે કે ક્યાંક કંઈક અઘટિત ન ઘટે, પરંતુ અમે બીજે ક્યાંય જઈ પણ ન શકીએ. અમારી પાસે રહેવા માટે માત્ર આ એક જ જગ્યા છે. જ્યારે આ બાળકી હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહી હતી ત્યારે આરોપીના પરિવારના લોકો તેના પિતા પર કેસ પાછો ખેંચવાને લઈને દબાણ કરી રહ્યા હતા. તેઓ કહે છે, “તે લોકો મને કહે છે કે કેસ પાછો ખેંચી લે, ઘરની વાત ઘરમાં જ રહેવા દે. જો બાળકી મરી પણ જાય તો ભવિષ્યમાં વધુ બાળકો થઈ જશે, ઘરના દીકરાનું તો જીવન બચી જશે. એટલે કે તે બાળકીના જીવનની કોઈ જ કિંમત ન હતી. તે ફક્ત એક છોકરી હતી, જે જીવે કે મરે એનાથી કોઈને કંઈ જ ફરક પડતો ન હતો, માત્ર પરિવારના દીકરાનું જીવન બચી જાય, તે ભલેને પછી પાશવી જ કેમ ન હોય.

image source

સરકારે પણ આ કેસમાં આશ્વાસન આપ્યું હતું. પીડિતાના પરિવારને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે આ કેસમાં તેમને જલદીથી ન્યાય મળશે અને છ મહિનામાં સુનાવણી પૂરી થઈ જશે અને આરોપીને સજા આપવામાં આવશે. આ મામલે પોલીસે પૂરતા પુરાવાઓ પણ એકઠા કર્યા હતા. ડીએનએના નમૂનાઓ પણ આરોપીનાં સેમ્પલ સાથે મેચ થયા હતા. તેમ છતાં અઢી વર્ષથી વધુ સમય થઈ ગયો, પરંતુ આરોપીને હજુ સુધી સજા નથી મળી. કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. દિલ્હી મહિલા આયોગે આ મામલે પરિવારની દરેક પ્રકારની મદદ કરી તેમજ સતત પરિવાર સાથે સંપર્ક સાધી રાખ્યો. માતા કહે છે, “અમારા પર અનેક પ્રકારનું દબાણ હતું. સમાજ અને આયોગે અમને સાથ આપ્યો, પરંતુ આરોપીના પરિવારના લોકો હજુ પણ આરોપીની સાથે જ છે. તે લોકોને તેનો અપરાધ હજુ પણ નથી દેખાતો.”

image source

આ ઘટના પછી તાબડતોડ આ પરિવારને મળવા ગઈ હતી, ત્યારે આરોપીની પત્ની પોતાના પતિને જેલમાંથી છોડાવવાના પ્રયાસ કરી રહી હતી. તેનું માનવું હતું કે તેના પતિને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. આજે પણ તેના વલણમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી. તે બાળકી હવે મોટી થઈ ગઈ છે. પોતાના પેટ પરના નિશાનને તે દેખાડે છે, પરંતુ તે શા કારણે પડ્યું એની તેને ખબર નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ