આ એક્ટર એવા કપડા પહેરે છે કે જોનારાની આંખો અંજાઇ જાય, તસવીરો જોઇને તમને પણ લાગશે નવાઇ

આમ તો બોલીવુડમાં મોટાભાગે હીરો સામાન્ય ફેશન જ ફોલો કરે છે. જેમાં જીન્સ, ટીશર્ટ કે ફોર્મલ લુક માટે બ્લેઝરનો સમાવેશ થાય છે જે બિલકુલ સિમ્પલ અને પ્લેન હોય છે. પણ રણવીર સિંહ હંમેશા પોતાની હટકે ફેશન ફોલો કરતા જોવા મળ્યા છે.

image source

જેના માંગે એમને ઘણીવાર ટ્રોલ પણ કરવામાં આવ્યા છે. જો કે રણવીર પર આ ટ્રોલ્સની કઈ ખાસ અસર નથી પડતી. હવે એક બીજા કલાકાર પણ રણવીરની રાહ પર ચાલવા લાગ્યા છે.

એ છે આયુષ્યમાન ખુરાના, જે ઘણીવાર ઢીલા અને અજબ પ્રકારની પ્રિન્ટના કપડાં પહેરતા દેખાય છે. કદાચ આ જ કારણ હતું કે ફિલ્મફેર મેગેઝીનના કવર માટે રણવીર સિંહની સાથે આયુષ્યમાનનો ફોટો પણ જોવા મળ્યો હતો. તો ચાલો જોઈએ એવા જ કેટલાક આયુષ્યમાનના ફોટા જેમાં એ અતરંગી ફેશન ફોલો કરતા દેખાઈ રહ્યા છે.

image source

રણવીર સિંહે તો ફેશનની બાબતમાં પોતાનું સાવ અલગ જ નામ બનાવ્યું છે. પછી એ એમનો એરપોર્ટ લુક હોય કે પછી રેડ કાર્પેટ લુક, દર વખતે અતરંગી ફેશન માટે એ ચર્ચામાં રહે છે. પણ આયુષ્યમાને જ્યારે રેડ કાર્પેટ પર આ કપડામાં એન્ટ્રી મારી હતી તો લોકો જોતા જ રહી ગયા.

image source

સામાન્ય રીતે એવોર્ડ ફંક્શનમાં મોટાભાગે એકટર ટેકસુડો કે પછી એકદમ ફોર્મલ લુકમાં દેખાય છે. પણ આયુષ્યમાને સફેદ રંગનો આઉટફિટ પહેર્યો હતો. જેને ફૂલ વાઇટ કેપ સાથે પેર કરવામાં આવ્યું હતું. આયુષ્યમાનનો આ લુક એકદમ જાડુંગરના ડ્રેસ જેવો લાગી રહ્યો હતો.

આ બ્લુ કલરના આઉટફિટ કોમ્બિનેશનની સાથે પણ એમનો લુક કઈક અલગ જ છે. ઢીલા જોગર્સ પેન્ટ અને સાથે રેડ કલરના મોજાની સાથે આયુષ્યમાન આ લુકને કઈક અલગ બનાવી રહ્યા છે

image source

આયુષ્યમાન કેન્ઝ્યુઅલ લુકને પણ નવી રીતે કેરી કરે છે. બ્લુ જિન્સની સાથે વાઇટ એસમેટ્રિકલ લોન્ગ શર્ટની સાથે એમનો લુક રણવીર સિંહને ટક્કર આપવા માટે તૈયાર છે.

image source

એટલું જ નહીં આયુષ્યમાન રણવીર સિંહની સ્ટાઈલને સંપૂર્ણ રીતે ફોલો કરે છે. જીકયું એવોર્ડમાં પહોંચેલા આયુષ્યમાને બ્લુ કલરનું પ્લીટેડ સ્કર્ટની સાથે લોન્ગ બ્લેઝર પહેર્યું હતું. જે સંપૂર્ણ રીતે રણવીર સિંહની કોપી હતી.

image source

બિઝ કલરના જેકેટ અને બ્લેક જેકેટ સાથે કલરફુલ શાઈની પેન્ટ સાથે આયુષ્યમાન ફરી એકવાર અતરંગી લુકમાં નજર આવ્યા.

image source

આ ફોટોશૂટ માટે પહેરેલા ઓરેન્જ કલરનું પેન્ટ અને સુટ આયુષ્યમાનની હટકે પસંદને સાબિત કરવા માટે પૂરતું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ