આ 50 સપનાઓનુ લિસ્ટ સુશાંતે બનાવ્યુ હતુ ગયા વર્ષે, જે રહી ગયુ અઘૂરું

સુશાંત સિંહ રાજપૂતે પાછલા વર્ષે બનાવેલા ૫૦ સપનાઓના એમના લીસ્ટમાં ઘણા સપના અધૂરા છૂટી ગયા.

બોલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. એમણે 14 જૂનના રોજ પોતાના બાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી લીધી હતી. જો કે મળતી માહિતી મુજબ તેઓ છેલ્લાં કેટલાંક સમયથી ડિપ્રેશનમાં હતા. જો કે સુશાંત સિંહ રાજપૂતે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક છ ટ્વીટ કરીને પોતાના 50 સપનાઓ અંગે એમના ચાહકોને પણ જણાવ્યું હતું.

image source

ગત વર્ષના 14 સપ્ટેમ્બર, 2019ના દિવસે એમણે શેર કરેલી આ પોસ્ટમાં સુશાંત સિંહે પોતાના 50 સપનાઓનું ટુ ડુ લીસ્ટ શેર કર્યું હતું. આ વિશ લીસ્ટ શેર કરીને એમણે પોતાના ચાહકોને પણ જણાવ્યું હતું કે આ રહ્યા મારા ૫૦ સપનાઓ જો કે હજુ તો એની ગણતરી ચાલુ જ છે. આ લીસ્ટમાં એમનું સૌથી પહેલું સપનું હતું કે પ્લેન ચલાવતા શીખવું, તો આ સાથે એમનું 50મુ સપનું ટ્રેન દ્વારા યુરોપ ટ્રિપનું હતું.

પણ દુઃખની વાત એ છે કે, આ સપના પૂરા કર્યાં વગર જ સુશાંત જતો રહ્યો…

– પ્લેન ચલાવતા શીખવું

– આયર્નમેન ટ્રાયથલોન (એટલે કે- સ્વિમિંગ, સાઈક્લિંગ તથા રનિંગ) ની ટ્રેનિંગ

– ડાબે હાથે ક્રિકેટ રમવું

– મોર્સ કોડ (એટલે કે- ટેલીકમ્યુનિકેશનની ભાષા) શીખવી

– સ્પેસ અંગે શીખવામાં બાળકોની મદદ કરવી

– ચાર તાળીવાળા પુશઅપ કરવા

– એક હજાર જેટલા વૃક્ષો વાવવા

– મારી દિલ્હી કોલેજની હોસ્ટેલમાં એક સાંજ પસાર કરવી

– કૈલાશ પર્વત પર જઈને ધ્યાનમાં બેસવું

– પુસ્તક લખવું

– છ મહિનામાં સિક્સ પેક એબ્સ બનાવવા

– જંગલમાં જઈને અઠવાડિયું પસાર કરવું

– વૈદિક જ્યોતિષ શીખવું અને સમજવું

– ઓછામાં ઓછા 10 જેટલા ડાન્સ ફોર્મને શીખવા

– જાતે ખેતી કરવી

– 50 ફેવરિટ સોંગને ગિટાર પર શીખવા

– લેમ્બોર્ગિની ખરીદવી

– સ્વામી વિવેકાનંદ પર ડોક્યૂમેન્ટ્રી બનાવવી

– વિએનાના સેન્ટ સ્ટીફન્સ કેથેડ્રલમાં જવું

– કૈપોઈરા શીખવું (એટલે કે- આફ્રિકા-બ્રાઝિલિયન માર્શલ આર્ટ)

– ટ્રેન દ્વારા યુરોપની યાત્રા કરવી

– ચેમ્પિયન સાથે ટેનિસ રમવું

– અઠવાડિયા સુધી ચંદ્ર, મંગળ, ગુરુ અને શનિનો માર્ગ માપવો

– બ્લુ હોલ (વિશ્વના સૌથી ઊંડા સ્વિમિંગ પૂલ)માં ડાઇવ મારવી

– ડબલ સ્લિટ એક્સપરિમેન્ટ કરવો

– 100 બાળકોને નાસા કે ઇસરોની વર્કશોપમાં મોકલવા

– ચેમ્પિયન સાથે પોકર રમવું

– CERNની મુલાકાતે જવું

– ઓરોરા બોરીયાલિસ દોરવા

– નાસાની વધુ એક વર્કશોપ અટેન્ડ કરવી

– મેક્સિકોના સેનોટિસમાં તરવું

– જોઈ ન શકતી વ્યક્તિને કોડિંગ શીખવવું

– ડિઝનીલેન્ડ જોવા જવું

– અમેરિકામાં જઈને LIGOની મુલાકાત લેવી

– ઘોડો પાળવો અને ઉછેરવો

– ફ્રી એજ્યુકેશન માટેનું કામ કરવું

– શક્તિશાળી ટેલિસ્કોપથી એન્ડ્રોમેડાનું ઓબ્ઝર્વેશન કરવું

– ક્રિયા યોગ પણ શીખવા

– એન્ટાર્કટિકાની મુલાકાત લેવી

– સ્ત્રીઓને સેલ્ફ ડિફેન્સ શીખવામાં મદદ કરવી

– સક્રિય જવાળામુખીનું શૂટિંગ કરવું

– બાળકોને ડાન્સ શીખવવો

– બંને હાથે તીરન્દાજી શીખવી

image source

– રેસ્નીક હાલ્લીડે ફિઝિક્સ બુક આખી વાંચવી

– પોલિનેશિયન એસ્ટ્રોનોમીને સમજવી

– ચેમ્પિયન સાથે ચેસ રમવું

– સિમેટિક્સના પ્રયોગો કરવા

– ભારતનાં સંરક્ષણ દળ માટે વિદ્યાર્થીઓને મદદ કરવી

image source

– દરિયામાં સર્ફિંગ શીખવું

– આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક્સ્પોનેન્શિયલ ટેક્નોલોજીસમાં કામ કરવું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ