ભારત-ચીન વચ્ચે આખરે શેનો છે વિવાદ, વાંચો 20 જવાનોની શહાદતની આખી હકીકત તમે પણ

સાંજથી અરધી રાત સુધી ચાલ્યું યુદ્ધ – ભારત-ચીનની સરહદ પર 20 જવાનોની શહાદતની આખી હકીકત જાણો

5મેથી એકધારું લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. પણ કોઈએ નહોતું વિચાર્યું કે સ્થિતિ એટલી બગડી જશે કે ગોળી ચલાવ્યા વગર જ ભારતના 20 જવાન શહીદ થઈ જશે. આ હિંસામાં ચીનને કેટલું નુકસાન થયું તે વિષે હાલ કોઈ જાણકારી નથી મળી રહી અને ચીન પણ કંઈક છુપાવી રહ્યું છે. 15 જૂને બધું જ ઠીક હતું, પણ સાંજે અચાનક ચીની સૈનિકો દ્વારા ભારતીય ઓફિસર અને તેના બે જવાનો પર હૂમલો કરવામાં આવ્યો. જોત જોતામાં બન્ને તરફથી લગભગ 700 સૈનીકો ત્યાં ભેગા થઈ ગયા હતા.

image source

લદ્દાખમાં ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે જે કંઈ પણ થયું તે કોઈ નાનકડા યુદ્ધથી ઓછું નહોતું. ભલે આ લડાઈમાં ગોળી કે બોમનો ઉપયોગ ન થયો હોય તેમ છતાં પણ બન્ને દેશને પોતાના ઘણા બધા સૈનિકો ગુમાવવાનો વારો આવ્યો છે. ઝઘડાની શરૂઆત ચીન તરફથી ત્યારે થઈ હતી જ્યારે વાતચીત બાદ તેમને પાછળ હટાવવામાં આવી રહ્યા હતા, હાથ, ડંડા, પથ્થરની આ લડાઈ એટલી ભીષણ બની ગઈ કે સૈનિકો ખીણમાંથી નીચે પણ પડી ગયા. સાંજથી અરધી રાત સુધી લદ્દાખના ગલવાન વિસ્તારમાં શું શું થયું તે જાણવા આગળ વાંચો.

પહેલા મિટિંગ પછી ઘર્ષણ – પથ્થર અને સળિયાથી હૂમલો

image source

સોમવાર સવારે બ્રિગેડ કમાંડર લેવલની સાથે લોકલ કમાંડર લેવલની મિટિંગ થઈ. કમાંડિંગ ઓફિસર એટલે કે કર્નલે ચીનના લોકલ કમાંડર સાથે વાત કરી. સાંજે ભારતીય સૈન્યના અધિકારી ટીમની સાથે ગલવાન વેલીમાં પીપી-14 પહોંચ્યા જ્યાંથી ચીની સૈન્યને પાછળ હટવાનું હતું. આવું વાતચીતમાં નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાં 10-12 ચીની સૈનિકો હાજર હતા. અચાનક ઘણા બધા સૈનિક આવી પહોંચ્યા. ભારતીય અધિકારી અને તેમના બે જવાન પર પથ્થર અને સળિયાથી હૂમલો કરવામા આવ્યો. ભારતીય સૈનિક ચોંકી ગયા અને તેનો જવાબ આપ્યો. મોટી સંખ્યામાં ભારતીય સૈનિક પણ આ પોઇન્ટ પર આવી પહોંચ્યા અને અરધી રાત સુધી આ હિંસક ઘર્ષણ ચાલુ રહ્યું.

600થી 700 સૈનિકો વચ્ચે થયું હતું ઘર્ષણ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લગભગ એક બટાલિયન વચ્ચે આ ખૂની ઘર્ષણ થયું હતું તેમા લગભગ 600થી 700 સૈનિકો હતા. રાત્રિના સમયે આ ઘર્ષણમાં કેટલાએ સૈનિકોના ઉંડા નાળામાં પડી જવાની વાત પણ સાંભળવા મળી રહી છે. બન્ને તરફ ઘણા સૈનિકો ખરાબ રીતે ઘાયલ છે.

સવારે ચીન સાથે વાત કરવા ગયા હતા શહિદ કર્નલ

image source

સોમવાર સવારે કર્નલ સંતોષ બાબૂએ જ ચીનના લોકલ કમાંડર સાથે વાતચીત કરી હતી અને સાંજે જ્યારે તેઓ સ્થિતિ તપાસવા ગયા તો તેમના પર જ હૂમલો કરી દેવામાં આવ્યો. તેમની સાથે બીજા બે જવાનો પણ શહીદ થઈ ગયા. તેમના નામ હવાલદાર પલાની અને સિપાહી કુંદન ઓઝા છે.

2019માં કર્યું હતું નેતૃત્વ

હિંસક ઘર્ષણમાં 16 બિહાર રેજિમેન્ટના કમાંડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબૂ વીરગતીને પ્રાપ્ત થયા છે. તે આંધ્ર પ્રદેશના સૂર્યાપેટના રહેનારા હતા. સંતોષે 2 ડિસેમ્બરે પોતાની કમાન સંભાળી હતી. હવે તેમના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. તેમના પિતા ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે. શહીદ કર્નલ સંતોષ બાબૂ હૈદરાબાદના સૈનિકથી એનડીએ માટે પસંદ થયા હતા.

ચીનને પણ થયું છે નુકસાન

image source

ચીનને કેટલું નુકસાન થયું છે તે બાબતે ચીન તરફથી કોઈ જ આંકડો કે વિગત રજૂ કરવામાં નથી આવી. પણ મળેલી માહિતી પ્રમાણે ચીનના પણ પાંચ સૈનિક મરી ગયા છે અને 43 સૈનિકો ઘાયલ થયા છે. એલએસી પર 45 વર્ષ બાદ કોઈ શહીદ થયું છે. આ પહેલાં 1975માં અરુણાચલ પ્રદેશમાં ચાર ભારતીય સૈનિક શહીદ થયા હતા, જ્યારે ચીનના સૈનિકોએ ઘાત લગાવી હૂમલો કર્યો હતો.

શા માટે ચીન ગિન્નાયેલું છે ? વર્તમાન સ્થિતિ શું છે ?

ચીન લાંબા સમયથી LAC પર પોતાની મજબૂત પકડ જમાવવા મથી રહ્યું છે. તેણે પોતે ત્યાં લગભગ 6000 જેટલા સૈનિકો મુક્યા છે, તે ઉપરાંત અર્ટલરી ગન, ટેંક પણ ત્યાં મુકવામાં આવી છે. પણ ભારતે જ્યારે ગલવાનમાં માર્ગ નિર્માણ શરૂ કર્યું તો તેને મરચા લાગ્યા છે. તેના સૈનિકોએ ભારતીય જવાનોને એક સિમાથી આગળ જવા માટે રોક્યા પણ હતા. ત્યાર બાદથી જ સ્થિતિ બગડી છે. હવે ઘર્ષણ બાદ મંગળવાર સવારે ચીન તરફથી મિટિંગ કરવાની અપીલ કરવામા આવી છે જેથી કરીને બન્ને દેશ સાથેનું સરહદ પરનું ઘર્ષણ ઓછું થાય અને સ્થિતિ પર કાબૂ મેળવી શકાય. બન્ને દેશના મેજર જનરલ સ્તરના અધિકારીઓએ વાતચીત કરી છે. દિલ્લીમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીફ ઓફ આર્મી સ્ટાફ, આર્મી ચીફ, નેવી ચીફ, એયર ફોર્સ ચીફ સાથે વાતચીત કરી છે. મિટીંગમાં વિદેશ મંત્રી પણ હાજર હતા. રક્ષા મંત્રીએ પ્રધાનમંત્રીને જાણકારી આપી છે.

ભારતે જણાવ્યું ઘર્ષણ માટે ચીન જવાબદાર

image source

ભારત – ચીનની સરહદ પર થયેલા ઘર્ષણ પર ભારતનું કહેવું છે કે તે જવાબદાર રીતે વર્તી રહ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત બધા જ કામ LACમાં પોતાની સીમાની અંદર કરી રહ્યું છે. ચીન પાસે પણ તેવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. અમને આશા છે કે બધું જ સારીરીતે થશે. પણ ચીન દ્વારા સ્થિતિ બદલવાના એક તરફી પ્રયાસ કરવા પર હિંસક ઘર્ષણ થયું. તેમાં બન્ને પક્ષના લોકોના મૃત્યુ થયા છે, તેનાથી બચી શકાય છે. વિવાદનું નિરાકરણ વાતચીતથી લાવવાના પ્રયાસ ચાલુ છે.

ચીને ભારત પર લગાવ્યા આ આરોપ

પૂર્વી લદ્દાખમાં ઘર્ષણ બાદ ચીને ભારતને સીમા પાર નહીં કરવાની ચેતવણી આપી છે. ચીની વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય સૈનિકો સોમવારે બેવાર એલએસી પાર કરી હતી. ચીની સૈનિકોને ભડકાવતા તેમના પર હૂમલો કવરામાં આવ્યો, અને ત્યાર બાદ બન્ને વચ્ચે ગંભીર ઘર્ષણ થયું. ચીને ત્રણ ભારતીય સૈનિકોને માર્યાનો ઉલ્લેખ કર્યો. પણ પોતાના નુકસાન વિષે કશું જ ન જણાવ્યું. ત્યાર બાદ ચીનની સરકારના મુખ્ય ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સે સ્વીકાર કર્યો કે ચીનના પાંચ સૈનિકો મૃત્યુ પામ્યા છે. સમાચારપત્રના સંપાદકે ટ્વીટ કર્યું કે ચીનના પક્ષે પણ જીવને નુકસાન પહોંચ્યા છે.

26 દિવસમાં સ્થિતિ આટલી બધી બગડી ગઈ

image source

– 20 મે બાદ વાતચીની પ્રક્રિયા શરૂ થઈ. લોકલ લેવલ પર અને બ્રિગેડ કમાંડર લેવલ પર વાતચીત શરૂ થઈ અને બે મેજર જનસલ સ્તરની પણ મિટિંગ થઈ.

– 2 જૂને ફરી મેજર જનરલ સ્તરની મિટિંગ થઈ જેમાં ગતિરોધ દૂર કરવાની વાત કરવામાં આવી.

– 3 જૂને સ્થિતિ થોડી હકારાત્મક બનાવવા માટે ગલવાન વેલીમાં એક પોઇન્ટ્સથી ચીની સૈનિક થોડા પાછા હટ્યા.

– 6 જૂને પહેલીવાર ભારત અને ચીન વચ્ચે કોર કમાંડર સ્તરની વાતચીત થઈ. જેમાં ગતિરોધના પોઇન્ટ્સની ઓળખ કરવામા આવી. પેંગોંગ ત્સો એરિયાથી પાછળ હટવા માટે ચિન તૈયાર ન થયું અને નક્કી થયું કે ગલવાન વેલી અને હોટ સ્પ્રિંગ વિસ્તારમાં ગતિરોધના ત્રણ પોઈન્ટમાં ધીમે ધીમે સૈનીકોને પાછળ મોકલવામા આવશે.

image source

– 9 જૂનના રોજ વેલીમાં કેટલીક જગ્યાએથી સૈનિકો પાછળ હટવાના શરૂ થઈ ગયા. કહેવામાં આવ્યું કે આ શરૂઆત છે અને વાતચીતની સ્થિતિ હકારાત્મક બનેલી રહે તે માટે શરૂ કરવામાં આવ્યું છે.

– 10 જૂને ફરી ગલવાન વેલીમાં મેજર જનરલ સ્તરની મિટિંગ થઈ જેમા ગલવાન એરિયા અને હોટ સ્પ્રિંગ એરિયા પર વાત થઈ.

– 12 જૂનના રોજ થયેલી મેજર જનરલની મિટિંગમાં ગતિરોધ દૂર કરવાના બ્લૂ પ્રિન્ટ પર ચર્ચા થઈ. પેંગોંગ ત્સોમાં સ્થિતિ તેવીને તેવી જ રહી.

image source

– 15મી જૂને ગલવાન વેલી અને હોટ સ્પ્રિંગ એરિયામાં બ્રિગેડ કમાંડર અને લોકલ કમાંડર લેવલની મિટિંગ થઈ, 15 જૂનની રાત્રે ગલવાન વેલીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પેટ્રોલિંગ પોઇન્ટ – 14 પાસે હિંસક ઘર્ષણ થયું જેમાં સેનાના એક અધિકારી અને બે જવાનો શહીદ થઈ ગયા. સૂત્રો પ્રમાણે ચીનના પણ ત્રણ અથવા તેનાથી વધારે સૈનિક માર્યા ગયાની ખબર છે પણ હજુ સુધી ચીનના સૈન્યએ તેની પુષ્ટિ નહોતી કરી.

– 16મી જૂને ઘર્ષણનો અંત લાવવા માટે ચીની સૈન્યના નિવેદન પર સવારે 7.30 વાગ્યે એક વાર ફરી બન્ને દેશોના સિનિયર મિલેટ્ર્રી અધિકારીઓ વચ્ચે વાતચીત શરૂ થઈ.

Source : Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ