કાચ વગર આ રીતે બને છે સુરતી બરેલી માંજો, જાણો રીત

વર્ષ 2020 કોરોના મહામારીને કારણે ખરાબ રહ્યું લોકોએ કોઈ તહેવારો મનાવ્યા નથી. આ વર્ષે પણ જો પતંગોત્સવની વાત કરીએ તો તેમાં પણ લોકોના મૂડ મરી જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તરાયણનો કોઈ માહોલ દેશમાં જોવા મળી રહ્યો નથી. આતંરરાષ્ટ્રિય પતંગોત્સવ પણ કેન્સલ કરી દેવામાં આવ્યો છે. આ પહેલાં પણ ઉત્તરાયણને લઈને કેટલાક ફેરફાર આવ્યા હતા જેના કારણે આ વર્ષની જેમ પહેલાં પણ પતંગ રસિકોને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ દેશભરમાં ચાઈનીઝ માંઝા સહિત કાચના કોટિંગ કરેલા દોરા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા માંઝા અને કાચ કોટેડ દોરા જીવલેણ હોય છે. એટલે કે હવે મકરસંક્રાંતિના પર્વ પર પતંગ ચગાવવા માટે માંજા દોરીનો ઉપયોગ કરવામાં આવશે. પણ શું ખરેખર આ દોરીથી પતંગ ઉડાડવાની મજા આવશે?

જો તમે ઉત્તરાયણના તહેવારના શોખીન છો તો તમને દોરીમાં રસ હશે તે સ્વાભાવિક છે. આ સમયે તમારે જાણી લેવું જોઈએ કે કાચ વિનાની દોરી કઇ રીતે તૈયાર કરવામાં આવે છે. અમદાવાદના પતંગના સીઝનેબલ વેપારી જસવંત ભાઇ પટેલ જણાવે છે કે કઇ રીતે સુરતની બરેલી અને કાચ વિનાની દોરીમાં શું શું વાપરવામાં આવે છે.

image source

જાણો સુરતની બરેલી કઇ રીતે તૈયાર કરવામાં આવે છે…

સુરતી બરેલી

આ દોરી માટે લુદ્દી તૈયાર કરવા પાતળો આરસનો પાવડર, સુગંધ માટે ગૂગળ, અલોવેરાનો જ્યૂસ અને જે રૂટિનમાં કલર કામમાં વપરાય છે તે કલર વાપરવામાં આવે છે. તેને વ્હાઇટ દોરીના રોલ પર બે વાર ઘસવામાં આવે છે.

image source

આ રીતે તૈયાર કરાય છે કાચ વિનાની સાદી દોરી

આ માટે કલર કામમાં વપરાતા કલર, ભાત, ચરબીવાળો સાબુ અને ચિકાશ માટે સરેશ ઉપયોગમાં લેવાય છે. તેની લુદ્દી તૈયાર કરીને તેને વ્હાઇટ દોરીના રોલ પર બે વાર ઘસવામાં આવે છે.

image source

કાચવાળી દોરી બંધ કરવાથી કોને નુકશાન થયું?

અનેક વેપારીઓનું માનવું છે કે કાચ વાળી દોરી બંધ કરવાથી અનેક મુસ્લિમ લોકો કે જે લખનૌ, કાનપુર, બરેલીથી ગુજરાતમાં ફક્ત દોરી ઘસવા આવે છે. આ તેમની 12 મહિનાની રોજી રોટી છે. આ નિયમથી લાખો લોકોની રોજીરોટી છીનવાઇ શકે છે.

image source

શું થશે અસર?

વેપારીઓના જણાવ્યા અનુસાર, પતંગોત્સવ એ હિંદુ મુસ્લિમ એકતાનો તહેવાર છે. મુસ્લિમો પતંગ અને દોરી તૈયાર કરે છે અને સાથે જ હિંદુઓ પ્રેમથી તેને ખરીદીને તેની મજા માણે છે. પતંગ રસિયાઓને કાચ વિનાની દોરી ફાવશે જ નહીં, કારણ તેનું કોઇ મહત્વ નથી. આ વર્ષે કાચ વિનાની દોરી તો ઠીક પણ કોરોનાની મહામારીએ પતંગરસિકોની ઉત્તરાયણ બગાડી દીધી છે. જેના કારણે અનેક કારીગરોના ધંધા પર માઠી અસર થઈ છે.

image source

શું તમે જાણો છો કે કાચ વગરનો માંજો પેચ કાપી શકે નહીં…

કાચને કારણે દોરો જલ્દી કપાઇ જાય છે. કાચનો ઉપયોગ કરાય તો દોરો કપાય નહી અથવા તો કપાવા માટે કદાચ ખુબ ખેંચમતાણી કરવી પડે. જે પતંગ રસીકોને અરસિક બનાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ